રાયપુર: ટીમ ઈન્ડિયા (Team India)નો પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજસિંહ (Yuvraj Singh) શનિવારે તેના જુના અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે રાયપુરમાં રમાઇ રહેલી રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ (Road Safety World Series)ના એક મેચમાં દક્ષિણ આફ્રિકા લેજન્ટ (South Africa Legends) સામેની મેચમાં 4 બોલમાં સતત ચાર સિક્સર મારી 2007 ટી-20 વર્લ્ડ કપ (2007 T20 World Cup)ની યાદ તાજા કરી દીધી હતી. આ મેચમાં ઈન્ડિયા લેજન્ટ્સ (India Legends) તરફથી રમી રહેલો ભારતીય ટીમનો પૂર્વ ફાસ્ટ બોલર વિનય કુમાર (Vinay Kumar) યુવરાજ સિંહનો ફેન થઇ ગયો હતો. અને તેણે ટ્વિટર પર યુવરાજ સિંહ સાથે એક તસવીર શૅર કરીને કહ્યું, ‘પાજી 2007નો ટી-20 વર્લ્ડ કપ યાદ આવી ગયો હતો.’ તેણે વધુમાં કહ્યું કે ‘જ્યારે યુવરાજ સિંહનું બેટ બોલે છે ત્યારે દર્શકો સ્ટેડિયમમાં જોશ ભરી દે છે.’
યુવરાજ સિંહે ઈન્ડિયા લેજન્ટ્સની ઈનિંગની 18મી ઓવરમાં આ જોરદાર પરર્ફોમન્સ જોવા મળ્યું હતું. તે સમયે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ડી બ્રુએન બોલીંગ કરી રહ્યો હતો. તેના પહેલા બોલ પર એક પણ રન મળ્યો નહી અને યુવરાજ સિંહે ગિયર બદલ્યું અને બીજા બોલ પર સિક્સ મારી હતી અને તે પછીના 3 બોલમાં પોતાના જુના અંદાજમાં જ 3 સિક્સ મારી અને ટોટલ 4 બોલમાં 4 સિક્સ મારી હતી અને આવી રીતે યુવરાજે એક ઓલરમાં 24 રન બનાવ્યા હતા.
પોતાની આ ઇનિંગની રમીને તેણે 2007ના ટી-20 વર્લ્ડ કપની યાદ અપાવી હતી. તે સમયે યુવરાજ સિંહે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ડ બોર્ડની ઓવરમાં 6 બોલમાં 6 સિક્સ મારી હતી. હાલમાંજ વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર પોલાર્ડે 6 બોલમાં 6 સિક્સ મારીને આ રેકોર્ડની બરાબરી કરી હતી.
યુવરાજે મેચમાં 52 રન કર્યા અને 2 વિકેટ પણ લીધી હતી.
મેચમાં તેણે 2 ફોર અને 6 સિક્સ ફટકારી હતી. ઈન્ડિયા લેજન્ટ્સ તરફથી સચિને પણ 60 રન કર્યા હતા સાથે જ બદ્રિનાથે 42 અને યુસુફ પઠાણે 10 બોલમાં 3 રન કર્યા હતા ઈન્ડિયાની ટીમે 20 ઓવરમાં 204 રન કર્યા હતા. લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી આફ્રિકન ટીમની શરૂઆત સારી રહી હતી.
એંડ્રયું પુટિક 41 અને મોર્ને વાક વિક 48 રન કરી પહેલી વિકેટ માટે 87 રનની પાર્ટનશીપ કરી હતી. જ્યારે ત્યાર બાદ કોઇ પણ બેસ્ટમેન ટકી ન શક્યો ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 148 રન કરવામા સફળ રહી હતી જેમાં યુસુફ અને યુવરાજે 2-2 વિકેટ ઝડપી હતી. યુવરાજ સિંહને મેન ઓફ ધી મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકાની આ 5 મેચમાં આ બીજી હાર થઇ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર