Home /News /sport /

આજથી શરૂ થશે U-19 ક્રિકેટ વર્લ્ડ કપ, ભારત સહિત 16 ટીમ લેશે ભાગ

આજથી શરૂ થશે U-19 ક્રિકેટ વર્લ્ડ કપ, ભારત સહિત 16 ટીમ લેશે ભાગ

22 દિવસની આ ટુર્નામેન્ટમાં 16 ટીમ ભાગ લઈ રહી છે. અને 20 મેચનું સીધુ પ્રસારણ કરવામાં આવશે...

22 દિવસની આ ટુર્નામેન્ટમાં 16 ટીમ ભાગ લઈ રહી છે. અને 20 મેચનું સીધુ પ્રસારણ કરવામાં આવશે...

    U-19 આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ભવિષ્યના ક્રિકેટ સિતારાઓ માટે ખુબ મહત્વની હોય છે. આમાંથી જ ક્રિકેટને કેટલાએ ખેલાડીઓ મળ્યા છે, જેમમે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ધુમ મચાવી છે. બ્રાયન લારા, વીરેન્દ્ર સહેવાગ, ઈંજમામ-ઉલ-હક, વિરાટ કોહલી અને સ્ટીવન સ્મિથ જેવા કેટલાએ ખેલાડીઓ ક્રિકેટ જગતને મળ્યા છે.

    આજથી U-19 આઈસીસી ક્રિકેટ વર્લ્ડનો પ્રારંભ થઈ રહ્યો છે. આ U-19ના ક્રિકેટ ઈતિહાસની 12મી વર્લ્ડ કપ છે. જેમાં ભારત સહિત 16 ટીમ ભાગ લઈ રહી છે. આજે ટુર્નામેન્ટની શરૂઆત અફગાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાથી થશે. જ્યારે મેજબાન ન્યુઝિલેન્ડની ટક્કર ગત વર્લ્ડકપની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ સાથે થશે.

    એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ટીમ પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે 14 જાન્યુઆરીએ રમશે.

    U-19ના સ્તર પરથી કેટલાએ સિનિયર રાષ્ટ્રીય ટીમનો ભાગ બન્યા છે. ગત વખતે રિષભ પંત અને અલજારી જોસેફ ચમક્યા હતા. ત્રણવાર ચેમ્પિન રહેલ ભારતીય ટીમ ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હારી ગઈ હતી.

    આ વખતની ટીમ પાસે પણ ઘણી અપેક્ષા છે. ભારતના કપ્તાન પૃથ્વી શઓ, શુભમન ગિલ, ઓસ્ટ્રેલિયા કપ્તાન જાસન સંઘા, પાકિસ્તાન ફાસ્ટ બોલર શાહીન આફરીદી, અફઘાનિસ્તાનનો બેટ્સમેન બહીર શાહે સ્થાનિક મેચોમાં સારૂ પ્રદર્શન કર્યું છે.

    ઉલ્લેખનીય છે કે, આઈપીએલની હરાજી ટુંક સમયમાં થવાની છે. સંભાવના છે કે આ ટુર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડી ગમે ત્યારે ધનકુબેર બની શકે છે. પંતને ગત વખતે સારા પ્રદર્શન બદલ દિલ્હી ડેરડેવિલ્સમાં એક કરોડ 90 લાખનો કરાર કરવાનો મોકો મળ્યો હતો.

    22 દિવસની આ ટુર્નામેન્ટમાં 16 ટીમ ભાગ લઈ રહી છે. અને 20 મેચનું સીધુ પ્રસારણ કરવામાં આવશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Live, Online, Score, Streaming, Team india, ક્રિકેટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन