ઉમેશ યાદવે પણ ગણાવી SG બોલની ખામીઓ, કોહલી-અશ્વિન પણ કરી ચૂક્યા છે બુરાઇ

ઉમેશ યાદવની ફાઇલ તસવીર

ફાસ્ટ બોલર ઉમેશ યાદવે પણ 'એસજી ટેસ્ટ બોલ'નો વિરોધ કરનાર ભારતીય ખેલાડીઓની જમાતમાં સામેલ થયો છે.

 • Share this:
  ફાસ્ટ બોલર ઉમેશ યાદવે પણ  'એસજી ટેસ્ટ બોલ'નો વિરોધ કરનાર ભારતીય ખેલાડીઓની જમાતમાં સામેલ થયો છે. તેમણે શુક્રવારે કહ્યું કે, આનાથી જૂના થયા પછી નીચલા ક્રમમાં રોકવા માટે મુશ્કેલ છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પહેલા જ ઇગ્લેન્ડમાં બનનારી ડ્યુક બોલની પેરવી કરી ચુક્યા છે.

  ઉમેશે બીજા ટેસ્ટમાં પહેલા દિવસની રમત સમાપ્ત થયા પછી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, "જો તમે કહી રહ્યા છો તો નીચેના ક્રમે રન બનાવ્યા છે. તમને સમજવું પડશે કે આ પ્રકારના સપાટના પિચો ઉપર એસજી ટેસ્ટ બોલથી રમવું મુશ્કેલ છે. આ બોલથી સ્પિડ અને ઉછાલ નથી મળતો."

  તેમણે કહ્યું કે, " તમે એવા બોલથી એક જ જગ્યાએ બોલ નાખી શકો છો પરંતુ પિચથી મદદ નહીં મળવાથી કંઇ જ ન થઇ શકે. મધ્ય અને નીચેના ક્રમમાં આવવા પર બોલ નરમ થઇ જશે. અને બેટિંગ થવી આસાન થઇ જશે. છેલ્લા બેટ્સમેનોને ખબર છે કે બોલ ના તો સ્વિંગ લેશે કે નાતો રિવર્સ લેશે. તમારે માત્ર પ્રયત્ન કરવાનું હોય છે કે, મોટા મેદાનો ઉપર આવું ન થઇ શકે."

  ઉમેશે કહ્યું કે શાર્દુલ ઠાકુરના ગ્રાઇન ઇજાના કારણે તેઓ લાંબા સ્પેલ માટે તૈયાર હતા. તેમણે કહ્યું કે, "શાર્દુલ રમતો તો સ્પિનરોને વધારે મદદ મળી શકી હો. મને ત્રણ વિકેટ મળી અને જો શાર્દુલ પણ ત્રણ વિકેટ લઇ શક્યો હોત તો આપણી ટીમને મદદ મળી શકી હોત. પરંતુ તમે કંઇ ન કરી શકો. આ રમતનો ભાગ છે."
  Published by:ankit patel
  First published: