પૂર્વ ક્રિકેટર મનોજ પ્રભાકર સામે FIR, છેતરપિંડી-ચોરી અને મારી નાખવાની ધમકીનો આરોપ

મનોજ પ્રભાકરે ઘર પર બળજબરીથી કબજો કરવાનો મહિલાએ લગાવ્યો આરોપ

News18 Gujarati
Updated: October 18, 2019, 11:43 AM IST
પૂર્વ ક્રિકેટર મનોજ પ્રભાકર સામે FIR, છેતરપિંડી-ચોરી અને મારી નાખવાની ધમકીનો આરોપ
મનોજ પ્રભાકરે ઘર પર બળજબરીથી કબજો કરવાનો મહિલાએ લગાવ્યો આરોપ
News18 Gujarati
Updated: October 18, 2019, 11:43 AM IST
નવી દિલ્હી : પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ પ્રભાકર (Manoj Prabhakar) અને તેની પત્ની છેતરપિંડીના આરોપમાં ફસાઈ ગયા છે. ભારતના પૂર્વ ઑલરાઉન્ડર પર લંડનમાં રહેતી સંધ્યાએ આરોપ લગાવ્યો છે. તેઓએ દિલ્હીના માલવીય નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. મહિલાએ મનોજ પ્રભાકર, તેની પત્ની ફરહીન પ્રભાકર (Farheen Prabhakar), દીકરા અને સહયોગી સંજીવ ગોયલ (Sanjeev Goyal) ઉપરાંત બે અજાણ્યા લોકોની વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.

ઘર પર બળજબરીથી કબજો કરવાનો મહિલાઓ લગાવ્યો આરોપ

મહિલાએ એફઆઈઆરમાં જણાવ્યું કે, દિલ્હીના સર્વપ્રિયા વિહારના એક એપાર્ટમેન્ટમાં બીજા માળે તેમનું ઘર છે. તે જ એપાર્ટમેન્ટ પહેલા માળે મનોજ પ્રભાકરનું ઘર છે. મહિલાનો આરોપ છે કે પ્રભાકરે મહિલાના ફ્લેટના નકલી દસ્તાવેજ બનાવીને તેના તાળા તોડ્યા અને તેને પોતાના એક જાણકારને આપી દીધો. તેની સાથે જ મહિલાએ પ્રભાકર પર ઘરનો સામાન ચોરી કરવાનો પણ આરોપ લગાવ્યો. મહિલાએ જ્યારે પતિ-પત્ની સાથે આ મામલામાં સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે સંધ્યાને તેનું ભયંકર પરિણામ ભોગવવાની વાત કહી.

પ્રભાકર પર ધમકી આપવાનો પણ આરોપ

પીડિતા મહિલા મુજબ, જ્યારે તેણે પોલીસને બોલાવી તો તેને જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી અને દોઢ કરોડ રૂપિયા માંગ્યા. એફઆઈઆર 17 ઑક્ટોબરે નોંધવામાં આવી, પરંતુ આ ઘટના 1 ઑક્ટોબરની છે. તેઓએ પ્રભાકર અને ફરહીનની વિરુદ્ધ એફઆઈઆર દિલ્હીના સીનિયર પોલીસ અધિકારીના આદેશ પર પોલીસ દ્વારા નોંધવામાં આવી.

પ્રભાકરે મકાન ભાડે આપી દીધું
Loading...

મહિલાએ એફઆઈઆરમાં જણાવ્યું કે, 1995માં ખરીદવામાં આવેલા ફ્લટના તમામ દસ્તાવેજ લક્ષ્મીચંદ પંડિતના નામે છે જે તેમની દિવંગત પતિ છે. તેઓ આ ફ્લટમાં 2006 સુધી રહ્યા અને બાદમાં લંડન જતા રહ્યા. ત્યારબાદ તેમાં તેમના ભાઈ રહેતા હતા. ભાઈ બાદ તેમના એક મિત્ર ઑગસ્ટ 2018 સુધી આ ફ્લેટમાં રહ્યા. ત્યારબાદ તેમનો પરિવાર આ ફ્લેટને જરૂર પડે ત્યારે ઉપયોગ કરતો હતો.

આ વર્ષે મહિલાને જાણકારી મળી કે તેમના મકાનના લૉકને તોડીને બહારનો દરવાજો બદલી દેવામાં આવ્યો છે અને ઘરની અંદર કોઈ રહી રહ્યું છે. મહિલા મુજબ, આ વર્ષે સપ્ટેમ્બમાં જ્યારે તેઓ લંડનથી આવ્યા તો તેમને ઘરની અંદર ઘૂસવા ન દીધા. લોકોએ તેમને જણાવ્યું કે, મકાનમાં રહેતી વ્યક્તિ પ્રભાકરનો ભાડુઆત છે.

આ પણ વાંચો,

સૌરવ ગાંગુલી પાસે ન હતો આ સવાલનો જવાબ, કહ્યું - પીએમ મોદીને પુછો
દુનિયાના ડરથી છુપાવી રાખ્યો સંબંધ, હવે આ બે ક્રિકેટરે કરી સગાઈની જાહેરાત
First published: October 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...