સિક્કામાં કેદ થઈ ટીમ ઈન્ડીયાની જીત, વન-ડે સીરિઝ પહેલા સામે આવી સચ્ચાઈ!

 • Share this:
  ટી-20 સીરિઝમાં ઈંગ્લેન્ડને 2-1થી પછાડ્યા બાદ ટીમ ઈન્ડીયા હવે વન ડે સીરિઝ જીતવાના ઈરાદે આજે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ આજે સાંજે 5 કલાકે વન-ડે સીરિઝની પહેલી મેચ નોટિંધમમાં રમશે. આ સીરિઝમાં જીતવા માટે ટીમ ઈન્ડીયાએ સારી રમત તો રમવી જ પડશે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિરાટ એન્ડ કંપનીની જીત સિક્કાની બાજી પર પણ નિર્ભર રહેશે.

  સિક્કાની બાજીનો મતલબ છે ટોસ, જેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં ઘણી અસર ઉભી કરી છે. 3 મેચની ટી-20 સીરિઝમાં જે પણ ટોસ જીત્યું તેણે પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી અને તે ટીમને જ જીત મળી. ટીમ ઈન્ડીયાએ પહેલી અને ત્રીજી ટી-20 મેચમાં ટોસ જીત્યો અને સરળતાથી પડકાર પુરો કર્યો. બીજી ટી-20માં ઈંગ્લેન્ડે ટોસ જીત્યો અને તેને પણ પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરવાનો ફાયદો મળ્યો. આજ રીતે વન-ડે સીરિઝમાં પણ આવું જ જોવા મળી શકે છે.

  ટીમ ઈન્ડીયાના ઉપકપ્તાન રોહિત શર્માએ પણ ટોસના મહત્વનો સ્વીકાર કર્યો છે. રોહિતે મેચ પહેલા કહ્યું કે, જ્યારે તમે આ રીતની પીચ પર રમો છો તો, મોટાભાગની ટીમ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ નથી કરતી. કોઈ પણ ટીમ લક્ષ્યનો પીછો કરવાનું વિચારે છે, પરંતુ ટોસ અમારા નિયંત્રણમાં નથી. રોહિતે વધુમાં કહ્યું કે, એક ટીમ તરીકે અમે ઈંગ્લેન્ડમાં સારૂ પ્રદર્શન કર્યું. ઈંગ્લેન્ડની ટીમ મજબૂત છે, તે ક્યારેક ભારે પડી શકે છે.

  રોહિત શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ યોજાનાર વન-ડે સીરિઝને અગામી વર્ષે યોજાનાર વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને મહત્વની જણાવી છે. રોહિતે કહ્યું કે, વિશ્વ કપ એક વર્ષ બાદ છે, જેથી આ સીરિઝની ઘણું શીખવા મળશે કે, અમે કેવું પ્રદર્શન કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, એક ટીમ તરીકે કેવી રીતે કામ કરવું પડશે, તે પણ શીખવા મળશે.
  Published by:kiran mehta
  First published: