Home /News /sport /

VIDEO: ભારતને મળ્યો ગજબનો ઓલરાઉન્ડર, બંન્ને હાથથી કરે છે બોલિંગ

VIDEO: ભારતને મળ્યો ગજબનો ઓલરાઉન્ડર, બંન્ને હાથથી કરે છે બોલિંગ

બંન્ને હાથથી બોલિંગ કરીને તે બધાને હેરાન કરી રહ્યો છે

    તમે આજ સુધી ઘણાં ધુરંધર બોલરો જોયો હશે. તે બોલને જોરદાર સ્વિંગ કરી શકતો હશે કે સ્પિડમાં બોલીંગ કરતાં હશે. પરંતુ તમે બંન્ને હાથથી બોલિંગ કરતાં બોલરો જોયો છે?

    તમિલનાડુ પ્રીમિયર લીગમાં એક આવો જ ખેલાડી જે બંન્ને હાથથી બોલિંગ કરીને તે બધાને હેરાન કરી રહ્યો છે. આ ખેલાડીનું નામ મોકિત હરિહરન છે. મોકિત આ ટુર્નામેન્ટમાં વીબી કાંચી વીર્રન્સ તરફથી રમે છે. તેમણે થોડા દિવસ પહેલા ડિનિગુલ ડ્રેગન્સની સામે મેચમાં બંન્ને હાથોથી બોલિંગ કરી હતી.

    આ ખેલાડીની રસપ્રદ વાત એ છે કે જ્યારે લેફ્ટ હેન્ડ બેટ્સમેન આવે છે તો તે ડાબી બાજુથી બોલિંગ કરે છે.



    જ્યારે રાઇટ હેન્ડ બેટ્સમેન આવે છે ત્યારે તે જમણી બાજુથી બોલિંગ કરે છે. જોકે આટલી ક્રિએટીવ બોલિંગ કર્યા છતાંપણ તેમને એક પણ વિકેટ મળી નથી. તે પછી તેમની બેટિગ કરવાની વાત આવી ત્યારે તેમણે જોરદાર રન લીધા.

    તેમણે આ દરમિયાન ફ્રાંસિસ રોકિન્સની સાથે 139 રનોની ભાગેદારીમાં રન કર્યા છે. આ રીતે તેમની ટીમે 20 ઓવરોમાં 4 વિકેટ પર 166નો સ્કોર બનાવ્યો હતો. બંન્નેની જોડીએ છેલ્લી ઓવરમાં જોરદાર બેટિંગ કરી અને છેલ્લી 4 ઓવરોમાં 65 રન કર્યા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Bowler, ક્રિકેટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन