રિકી પોન્ટિંગના મેલબર્નવાળા ઘરમાં ચોરોએ પાડી ધાડ, કાર લઈને થયા રફુચક્કર!

જ્યારે ચોરી થઈ ત્યારે રિકી પોન્ટિંગ પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે ઘરે જ હતો, પોલીસે ધાડપાડુઓની શોધમાં

જ્યારે ચોરી થઈ ત્યારે રિકી પોન્ટિંગ પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે ઘરે જ હતો, પોલીસે ધાડપાડુઓની શોધમાં

 • Share this:
  નવી દિલ્હી. ઓસ્ટ્રેલિયા મીડિયા ‘ચેનલ 7’ એ એક ચોંકાવાનારા સમાચાર આપ્યા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ (Ricky Ponting)ના મેલબર્નવાળા ઘર પર ગત સપ્તાહે ચોરોએ ધાડ પાડી હતી. આ ઘટના ગત શુક્રવારે બની હતી જેમાં ચોર પોન્ટિંગના ઘરમાં ઘૂસવામાં સફળ રહ્યા. ચોર પોન્ટિંગના ઘરમાં રાખેલી કારને ચોરીને રફુચક્કર થઈ ગયા. કારને શોધવા માટે પોલીસને ઘણી મહેનત કરવી પડી. અંતે પોલીસે કારને મેલબર્નના કેમ્બર્વેલ વિસ્તારમાંથી શોધી કાઢી. જોકે કાર ચોરનારા બે આરોપોઓ પોલીસથી બચવામાં સફળ રહ્યા. પોલીસ હજુ પણ સંદિગ્ધોની શોધખોળ કરી રહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન પોન્ટિંગના ઘરે જ્યારે ચોરી થઈ ત્યારે તે પોતાની પત્ની અને ત્રણ બાળકોની સાથે ઘરે જ હતો.

  રિકી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયાનો સૌથી સફળ કેપ્ટન હોવાની સાથોસાથ સૌથી વધુ રન કરનારો બેટ્સમેન પણ છે. પોન્ટિંગે 168 ટેસ્ટ મેચોમાં 51.85ની સરેરાશથી 13,378 રન કર્યા છે. બીજી તરફ તેણે 375 વનડે મેચોમાં 42ની સરેરાશથી 13,704 રન કર્યા છે. સચિન તેંડુલકર બાદ પોન્ટિંગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારો ખેલાડી છે. પોન્ટિંગે ટેસ્ટમાં 41 અને વન ડેમાં 30 સદી ફટકારી છે.

  આ પણ વાંચો, દિલ્હીના CM કેજરીવાલની દીકરી સાથે 34 હજારની ઠગી, OLX પર જૂનો સોફો વેચવા જતાં થઈ છેતરપિંડી

  તેણે પોતાની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાને વર્ષ 2003 અને 2007માં વર્લ્ડ કપનું ટાઇટલ જીતાડ્યું. બીજી તરફ 2006 અને 2009માં તેની કેપ્ટન્સીમાં કંગારૂ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી હતી.

  આ પણ વાંચો, દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલે માતા-પિતાની હત્યા કરી લાશોને આંગ ચાંપી, પોતે કરી દીધી આત્મહત્યા

  હાલમાં રિકી પોન્ટિંગ કોમેન્ટ્રી ઉપરાંત ઈન્ડિયન પ્રીમિયર લીવ (Indian Premier League) થી પણ જોડાયેલો છે. આઇપીએલમાં તે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)નો હેડ કોચ છે. તેના માર્ગદર્શનમાં આઇપીએલ 2020 (IPL 2020)માં દિલ્હી કેપિટલ્સ ફાઇનલ સુધી પહોંચી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: