2021માં સૌથી વધુ ટી-20 મેચ જીતનાર ટોપ 6 ટીમોની યાદી, નાના દેશોની ટીમોએ મારી છે બાજી

2021માં સૌથી મેચ જીતનારી ટીમોમાં શામેલ છે આ દેશ મોટી ટીમ નથી છતાં કર્યુ સારું પ્રદર્શન

Highest T20 Matches Winner in 2021 : ટી20 ફોર્મેટમાં મસમોટી ટીમને નબળી ટીમ પણ પછાડી શકે છે. ત્યારે આજે અહીં 2021માં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ટી20 (Highest T20I Matches Winner in 2021)  મેચ જીતનાર 6 ટીમો અંગે જાણકારી આપવામાં આવી છે.

  • Share this:
    છેલ્લા બે ટી20 વર્લ્ડ કપ (T20 world cup)માં કરેલા દેખાવાના આધારે કહી શકાય કે, હવે મોટાભાગની ક્રિકેટ ટીમ (Cricket team) ઇતિહાસ સર્જવા માટે સક્ષમ છે. 2021ના વર્લ્ડ કપના કારણે દરેક ટીમમાં આત્મવિશ્વાસ આવ્યો છે અને આગામી વર્લ્ડ કપમાં ખૂબ સારું પ્રદર્શન કરવાની તૈયારી કરી છે. ટી20 ફોર્મેટમાં મસમોટી ટીમને નબળી ટીમ પણ પછાડી શકે છે. ત્યારે આજે અહીં 2021માં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ટી20 (Highest T20I Matches Winner in 2021)  મેચ જીતનાર 6 ટીમો અંગે જાણકારી આપવામાં આવી છે.

    ઈંગ્લેન્ડ - England T20 Team 

    ઈંગ્લેન્ડ 2021માં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ટી-20માં જીત ધરાવતી ટીમોની યાદીમાં છઠ્ઠા ક્રમે છે. તેના નામે 11 જીત છે. જેમાંથી 4 જીત ટી-20 વર્લ્ડ કપ 2021માં મેળવી હતી. તેઓ ન્યુઝીલેન્ડ સામેની હાર સાથે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડની ટીમે ટી20 વર્લ્ડ કપની ત્રણ મેચ ઉપરાઉપરી જીતી હતી.

    બાંગ્લાદેશ Bangladesh T20 Team

    ટી-20 વર્લ્ડ કપ 2021માં બાંગ્લાદેશનું પ્રદર્શન સારું નહોતું. તેઓ 5 મેચમાંથી એક પણ જીતી શક્યા નથી. તેઓ ક્વોલિફાયર્સમાં બે મેચ જીતવામાં સફળ રહ્યા હતા. બાંગ્લાદેશે 2021માં 11 ટી-20 મેચ જીતી છે. તેમની મોટી જીત ટી-20 વર્લ્ડ કપ 2021 પહેલા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં થઈ હતી.

    ન્યુઝીલેન્ડ New Zealand T20 Team

    ટી-20 વર્લ્ડ કપ 2021માં ન્યુઝીલેન્ડ ફરીથી ફાઇનલમાં પહોંચી શક્યું હતું. જોકે, ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં પરાજય મળ્યો હતો. ત્યારે આગામી વર્લ્ડ કપમાં ફરી સારા પ્રદર્શનની અપેક્ષા છે. ન્યુઝીલેન્ડે ટી-20 વર્લ્ડ કપ 2021માં પાંચ મેચ જીતી હતી. 2021માં તેઓ ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ સામે ખૂબ સારી રીતે જીતી શક્યા હતા. ન્યુઝીલેન્ડે આ વર્ષે 13 ગેમ્સ જીતી છે. તેઓ 2021માં સૌથી વધુ ટી-20 જીતની યાદીમાં ચોથા ક્રમે છે.

    આ પણ વાંચો :  T20I ક્રિકેટમાં સૌથી વધુ 50+સ્કોર કરનાર આ છે ટોપ 5 બેટ્સમેન, રોહિત શર્માનો વાગ્યો ડંકો

    યુગાન્ડા Uganda T20 Team 

    યુગાન્ડાની ક્રિકેટ ટીમે ઘણી પ્રગતિ કરી છે. તેઓ ઘણી વન-ઓફ ટુર્નામેન્ટ રમી રહ્યા છે અને ઘણી મેચ જીતવામાં સફળ રહ્યા છે. તેઓ તેમના આઇસીસી રેન્કિંગમાં સુધારો થયો છે. સુપર 12માં ભાગ લેવામાં સફળ રહેલા નામિબિયા પાસેથી તેઓ પ્રેરણા લે છે. તેઓ 2021ના ટી-20માં 15 જીત સાથે સૌથી વધુ જીતની ટીમોની યાદીમાં સંયુક્ત બીજા ક્રમે છે.

    સાઉથ આફ્રિકા South Africa T20 Team 

    સાઉથ આફ્રિકા ટી-20 વર્લ્ડ કપ 2021માં સૌથી વધુ સુધારેલી ટીમોમાંની એક હતી. આગામી ટી-20 વર્લ્ડ કપને લઈ તેમના પર ચાહકોને ઘણો વિશ્વાસ છે. તેઓ સુપર 12 તબક્કામાં પાંચમાંથી ચાર ગેમ જીતવામાં સફળ રહ્યા હતા અને માત્ર નેટ રન રેટથી સેમી ફાઈનલમાં સ્થાન ચૂકી ગયા હતા. તેઓ કુલ 15 ગેમ્સ જીતવામાં સફળ રહ્યા છે. તેમને મોટી જીત વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે મળી હતી. તેઓ પણ બીજા ક્રમે છે.

    આ પણ વાંચો : 5 દિગ્ગજ ખેલાડીઓ જેમનું કરિયર રાહુલ દ્રવિડ એરામાં સમાપ્ત થઈ શકે છે, પહેલું નામ આશ્ચર્યજનક

    પાકિસ્તાન Pakistan T20 Team

    પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપમાં શરૂઆતમાં ખૂબ જોરદાર રમી હતી. તેઓ આ વર્ષે 16 મેચ જીતવામાં સફળ રહ્યા હતા. તેઓ નંબર 1 પર છે. પાકિસ્તાને તાજેતરમાં બાંગ્લાદેશમાં 2-0થી ચાલુ શ્રેણી જીતી હતી. આખું વર્ષ તેમનો દેખાવ સારો રહ્યો છે. આ વર્ષે તેમની મોટી જીત સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે થઈ હતી. ટી-20 વર્લ્ડ કપ 2021ના સુપર 12 તબક્કામાં પાકિસ્તાન એકમાત્ર અજેય ટીમ હતી.
    Published by:Jay Mishra
    First published: