ખુશખબરી: ટીમ ઈન્ડીયા જીતશે 2023નો વર્લ્ડકપ, જાણો - કેમ મળી ગેરંટી!

News18 Gujarati
Updated: July 16, 2019, 7:02 PM IST
ખુશખબરી: ટીમ ઈન્ડીયા જીતશે 2023નો વર્લ્ડકપ, જાણો - કેમ મળી ગેરંટી!
હવે અગામી વર્લ્ડ કપ 2023માં ભારતમાં રમવામાં આવશે. આ પહોલો મોકો હશે જ્યારે ભારતીય ટીમ એકલી વર્લ્ડ કપની મેઝબાની કરશે

હવે અગામી વર્લ્ડ કપ 2023માં ભારતમાં રમવામાં આવશે. આ પહોલો મોકો હશે જ્યારે ભારતીય ટીમ એકલી વર્લ્ડ કપની મેઝબાની કરશે

  • Share this:
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 પર ઈંગ્લેન્ડે કબજો જમાવી ઈતિહાસ રચી દીધો છે. ઈંગ્લેન્ડે ફાઈનલમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સુપર ઓવરમાં જીત નોંધાવી આ ઉપલબ્ધી હાસિલ કરી. લોડ્સના મેદાન પર અંત સુધી રસપ્રદ મુકાબલો રમાયો. અને ઈંગ્લેન્ડને પહેલી વખત વર્લ્ડ કપ ટ્રોફી મળી.

હવે અગામી વર્લ્ડ કપ 2023માં ભારતમાં રમવામાં આવશે. આ પહોલો મોકો હશે જ્યારે ભારતીય ટીમ એકલી વર્લ્ડ કપની મેઝબાની કરશે. એક વાર ફરી ભારત ક્રિકેટના મહાકુંભની તૈયારી કરશે, તો તમામ લોકોની નજર રહેશે કે આ વખતે કોણ વર્લ્ડ કપ જીતશે.

જો છેલ્લા ત્રણ વર્લ્ડ કપના પરિણામ પર નજર કરીએ તો, ભારતીય ટીમ જીતવાનું અત્યારથી જ નક્કી થઈ ગયું છે. એવું એટલા માટે કે, કેમ કે, 2011માં ભારત વર્લ્ડ કપ જીતનારો પહેલો મેઝબાન દેશ બન્યો હતો. 2015માં ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની જમીન પર વિશ્વ ખિતાબ જીત્યો હતો. અને 2019માં ઈંગ્લેન્ડે પોતાની જમીન પર વિશ્વ વિજેતા થવાનો ખિતાબ જીત્યો છે. એટલે કે, 2023માં વર્લ્ડ કપ ભારતમાં થશે તો,  ભારત ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બની શકે છે.

2011: મુંબઈમાં ધોનીએ લગાવ્યો વિજયી છગ્ગો
2011નો વ્ર્લડ કપ ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશની મેઝબાનીમાં રમવામાં આવ્યો હતો. ફાઈનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં ફાઈનલ મુકાબલો રમવામાં આવ્યો. શ્રીલંકાએ પહેલી બેટિંગ કરી 6 વિકેટના નુકશાને 274 રન બનાવ્યા, જ્યારે જવાબમાં ભારતે 48.2 ઓવરમાં 6 વિકેટના નુકશાને મહેન્દ્ર સિંહ ધોનીના વિજયી છગ્ગા સાથે ઈતિહાસ રચી વર્લ્ડ કપ હાસિલ કર્યો. આ પહેલો મોકો હતો કે, કોઈ મેઝબાન ટીમે વર્લ્ડ કપ જીત્યો.

2015: ઓસ્ટ્રેલિયા મેલબોર્નમાં પાંચમી વખત બની વર્લ્ડ ચેમ્પિયન
Loading...

આ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની મેઝબાનીમાં રમવામાં આવ્યો. જેમાં ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમવામાં આવી. ફાઈનલમાં ન્યુઝીલેન્ડ પ્રથમ બેટિંગ કરી માત્ર 183 રન પર સમેટાઈ ગઈ. જ્યારે ઓસ્ટ્રેલિયા 33.1 ઓવરમાં 3 વિકેટના નુકશાને ટાર્ગેટ પૂરો કરી ચેમ્પિયન બન્યું.

2019: ઈંગ્લેન્ડે લોર્ડ્સમાં રચ્યો ઈતિહાસ
વર્લ્ડ કપના 11મા સંસ્કરણની મેઝબાની ઈંગ્લેન્ડને મળી. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ રમવામાં આવી. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરી 241 રન બનાવ્યા. જવાબમાં ઈંગ્લેન્ડે 50 ઓવરમાં આટલા જ રન બનાવ્યા અને મુકાબલો સુપર ઓવરમાં જતો રહ્યો. સુપર ઓવરમાં ઈંગ્લેન્ડે 15 રન બનાવ્યા અને મહત્વની વાત એ છે કે, ન્યુઝીલેન્ડની ટીમે પણ 15 રન બનાવ્યા. અંતમાં મેચમાં વધારે બાઉન્ડ્રી લગાવનાર ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવી. આ સાથે મેઝબાન ટીમે જીત નોંધાવી.

2023: શું ટીમ ઈન્ડીયા બની શકશે ત્રીજી વખતે ચેમ્પિયન?
અગામી વર્લ્ડ કપ ભારતમાં થશે. આ પહેલી વખત છે, જેમાં ભારત એકલું વર્લ્ડ કપની મેઝબાની કરશે. આ પહેલા ભારતે ક્રિકેટના મહાકુંભમાં બે વખત સંયુક્ત મેઝબાની કરી છે.
First published: July 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...