વિશાખાપટ્ટનમ : ભારતીય ઓપનર મયંક અગ્રવાલ (Mayank Agarwal)એ દક્ષિણ આફ્રિકા (South Africa)ની વિરુદ્ધ ત્રણ મેચોની સીરીઝની પહેલી ટેસ્ટમાં ઐતિહાસિક પ્રદર્શન કરતાં બેવડી સદી ફટકારી છે. તેણે ભારતીય ઇનિંગ (Indian Inning)ની 116મી ઓવરમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી. 200 રન સુધી પહોંચવાના સફરમાં મયંકે 22 ફોર અને 5 સિક્સર ફટકારી. મયંક અગ્રવાલની આ પાંચમી ટેસ્ટ છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે ભારતીય જમીન પર તે પોતાની પહેલી જ ટેસ્ટ મેચ રમ્યો છે. આ પહેલા તેણે બે ટેસ્ટ ઓસ્ટ્રેલિયા, જ્યારે બે ટેસ્ટ વેસ્ટ ઈન્ડિઝમાં રમી છે.
મયંક અગ્રવાલે ગયા વર્ષે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. ત્યારે તેને ઓસ્ટ્રેલિયા (Australia)ના પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ મયંકે બે મેચોમાં 65 રનની સરેરાશથી 195 રન કર્યા. ત્યારબાદ 28 વર્ષના આ ભારતીય બેટ્સમેને બે ટેસ્ટ વેસ્ટ ઈન્ડિઝ (West Indies)ની વિરુદ્ધ તેના જ ઘરમાં રમી. આ બે મુકાબલામાં તેણે કિંગ્સટન ટેસ્ટમાં અડધી સદી સહિત 59 રન કર્યા. બીજી ટેસ્ટમાં તેણે માત્ર 5 અને 16 રન જ કર્યા હતા.
India vs South Africa 1st test, Day 2: Opener Mayank Agarwal slams his maiden double century. India are 416 for 3 in their 1st innings. (Pic credit: BCCI) #INDvSApic.twitter.com/qkqIHIQetd
મયંક અગ્રવાલ દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ ઓપનર તરીકે બેવડી સદી ફટકારનારો બીજી એશિયન ઓપનર છે. જોકે, એ વાત અલગ છે કે આ ઉપલબ્ધિ હાંસલ કરનારો પહેલી ખેલાડી પણ ભારતીય છે. મયંક પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગે દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી.