કોહલીના નિશાના પર હવે સચિન તેંડુલકરનો રેકોર્ડ, માત્ર 6 રનની છે જરૂર

News18 Gujarati
Updated: August 23, 2018, 12:36 PM IST
કોહલીના નિશાના પર હવે સચિન તેંડુલકરનો રેકોર્ડ, માત્ર 6 રનની છે જરૂર
વિરાટ કોહલી (ફાઈલ ફોટો)

દુનિયામાં આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનના નામે છે. બ્રેડમેને માત્ર 68 પારીમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.

  • Share this:
ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીની શાનદાર બેટિંગનો નજારો ચાલુ જ છે. ટ્રેંટબ્રિજ ટેસ્ટની પહેલી પારીમાં 97 અને બીજી પારીમાં 103 રન બનાવવાની સાથે કુલ 200 રન બનાવનાર કોહલીએ ટીમ ઈન્ડીયાની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી છે, સાથે મેન ઓફ ધ મેચ પણ તેને પસંદ કરવામાં આવ્યો. હવે કોહલી વર્ષ 2018માં ટેસ્ટ રન બનાવવાના મામલામાં નંબર 1 બની ગયો છે. કોહલીના નામે 6 મેચની 12 પારીમાં 726 રન છે. ત્યારબાદ બીજા નંબર પર દક્ષિણ આફ્રિકાનો એડન માર્કરામ છે, જેના નામે 660 રન છે. જે રીતની બેટિંગ કોહલી કરી રહ્યા છે, તે જોઈ લાગે છે કે, ભાગ્યેજ તેને હવે કોઈ પાછળ પાડી શકે.તમને જણાવી દઈએ કે આ સિવાય કોહલી માટે એક મોટો રેકોર્ડ રાહ જોઈ રહ્યો છે.

સચિન તેંડુલકરનો રેકોર્ડ નિશાના પર - ભારત તરફથી ટેસ્ટ મેચમાં સૌથી ફાસ્ટ 6000 રન બનાવવાનો રેકોર્ડ હાલમાં સુનિલ ગાવસ્કરના નામે છે. ગાવસ્કરના નામે 117 પારીમાં 6000 રન બનાવવાનો રેકોર્ડ છે. બીજા નંબર પર સચિન તેંડુલકર છે, જેણે આ રેકોર્ડ 120 પારીમાં પૂરો કર્યો છે. જ્યારે વિરાટ કોહલીની વાત કરીએ તો, તે 118 ટેસ્ટ પારીમાં 5994 રન બનાવી ચુક્યો છે. આ રીતે 30 ઓગષ્ટે શરૂ થતી ચોથી ટેસ્ટની પહેલી પારીમાં જો તે 6 રન બનાવવામાં સફળ થઈ જાય તો, તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખશે, અને ભારત તરફથી તે નંબર 2 બની જશે.

ડ્રોન બ્રેડમેનના નામે છે રેકોર્ડ - દુનિયામાં આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનના નામે છે. બ્રેડમેને માત્ર 68 પારીમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ વેસ્ટ ઈન્ડીઝના ગેરી સોબાર્સ અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવન સ્મીથનું નામ આવે છે, જેણે આ રેકોર્ડ 111 પારીમાં પૂરો કર્યો છે.
First published: August 23, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading