ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર વિજય શંકરે વૈશાલી સાથે લીધા સાત ફેરા, જુઓ લગ્નના વીડિયો

વૈશાલી વિશ્વેશ્રરન સાથે લગ્નના બંધનમાં બંધાયો વિજય શંકર (SRH/Twitter)

વિજય શંકર અને વૈશાલી વિશ્વેશ્રરનના લગ્નની તસવીર IPL ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી

 • Share this:
  નવી દિલ્હીઃ ભારતીય ઓલ રાઉન્ડર ખેલાડી વિજય શંકર (Vijay Shankar) એ બુધવાર (27 જાન્યુઆરી)એ પોતાની મંગેતર વૈશાલી વિશ્વેશ્રરન (Vaishali Visweswaran) સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો. કોરોના વાયરસ મહામારીની વચ્ચે વિજય શંકરે પહેલા સગાઈ અને હવે લગ્ન કરી દીધા છે. શંકરની ઇન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)એ તેના લગ્નની તસવીર શૅર કરી નવવિવાહિત જોડાને શુભેચ્છાઓ પાઠવી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલથી વિજય શંકરની લગ્નની તસવીર શૅર કરીને શુભેચ્છાઓ આપી.

  વિજય શંકરની લગ્નની વિધિઓના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

  વિજય શંકરે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પોતાની સગાઈની જાણકારી પ્રશંસકોને આપી હતી. શંકરે પોતાની મંગેતર વૈશાલની સાથે તસવીર શૅર કરી હતી અને અંગુઠીની ઇમોજી મૂકી હતી. સગાઈની જાહેરાત કરતાં કેએલ રાહુલ, યુજવેન્દ્ર ચહણ, કરૂણ નાયર, અભિનવ મુકુંદ અને કેટલાક અન્ય ક્રિકેટરોએ તેને શુભેચ્છાઓ પાઠવી હતી.

  આ પણ વાંચો, ખુશખબરી! 2021માં નહીં હોય નોકરીની અછત, આ કંપનીઓમાં થશે જોરદાર ભરતી, મળશે વધુ પગાર

  30 વર્ષીય આ ઓલરાઉન્ડરે હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં સામેલ નહોતો કરવામાં આવ્યો. શંકરે ટીમ ઈન્ડિયા માટે શરૂઆત 2018માં શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં કરી હતી. તેણે T20 ફોર્મેટમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. તેણે એક વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પોતાની વનડે ઇન્ટરનેશન ડેબ્યૂ કર્યું હતું. વિજય શંકર 2019માં ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો હિસ્સો હતો.

  આ પણ વાંચો, ભારતમાં લૉન્ચ થઈ એક્શન ગેમ FAU-G, જાણો ફોનમાં ડાઉનલોડ કરવાની રીત અને તેના ખાસ ફીચર્સ

  નોંધનીય છે કે, વિજય શંકર આઇપીએલ 2021માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતો જોવા મળશે. 18 ફેબ્રુઆરીએ યોજાનારા મિની ઓક્શનથી પહેલા ફ્રેન્ચાઇઝીએ શંકરને રિટેન કર્યો છે.
  Published by:Mrunal Bhojak
  First published: