Ind Vs NZ: ભારત 10 વિકેટે હાર્યું, 2013 બાદ મળી સૌથી મોટી હાર

News18 Gujarati
Updated: February 24, 2020, 7:37 AM IST
Ind Vs NZ: ભારત 10 વિકેટે હાર્યું, 2013 બાદ મળી સૌથી મોટી હાર
ન્યૂઝીલેન્ડે રોક્યું ભારતનું વિજયી અભિયાન, પહેલી ટેસ્ટમાં 10 વિકેટથી પછાડી દીધું

ન્યૂઝીલેન્ડે રોક્યું ભારતનું વિજયી અભિયાન, પહેલી ટેસ્ટમાં 10 વિકેટથી પછાડી દીધું

  • Share this:
વેલિંગટન : વેલિંગટન (Wellington)માં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડ (New Zealand)એ ભારતને 10 વિકેટે હરાવી દીધું છે. પહેલી ઇનિંગમાં માત્ર 165 રન પર ઓલ આઉટ થયા બાદ ભારત બીજી ઇનિંગમાં 183 રનથી પાછળ હતું. ભારતે પોતાની બીજી ઇનિંગમાં મોટો સ્કોર ઊભો કરવામાં નિષ્ફળ રહ્યું અને સમગ્ર ટીમ માત્ર 191 રન કરી શકી અને કીવી ટીમને જીથવા માટે માત્ર 9 રનનું લક્ષ્ય આપ્યું જે કોઈ વિકેટ ગુમાવ્યા વગર તેમણે પાર કરી દીધું. વનડે સીરીઝમાં 0-3ની હાર બાદ પ્રશંસકોને આશા હતી કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)ની નંબર એક ટીમ વાપસી કરશે પરંતુ એવું થયું નહીં. વેલિંગટનમાં ભારત (India)ને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પહેલી હાર મળી, બીજી તરફ ન્યૂઝીલેન્ડની 100મી ટેસ્ટ જીત છે.

ન્યૂઝીલેન્ડને ટેસ્ટ જીતવા માટે મળ્યો માત્ર 9 રનનો ટાર્ગેટ

ભારતે ચોથા દિવસની શરૂઆત 4 વિકેટના નુકસાન પર 144 રનની સાથે કરી. તેઓ પોતાના ખાતામાં 47 રન જોડીને બાકીની તમામ 6 વિકેટ ગુમાવીને પેવેલિયન પરત ફરી. ટીમ સાઉદી (Tim Southee)એ બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડ માટે પાંચ વિકેટ ઝડપી. બીજી તરફ ટ્રેન્ટ બોલ્ટ (Trent Boult)એ ચાર વિકેટ લીધી. કોલિન ડી ગ્રાંડહોમને એક સફળતા મળી. ડેબ્યૂ મેચ રમી રહેલા કાઇલ જેમિસન (Kyle Jamieson)એ પહેલી ઇનિંગમાં ચાર વિકેટ લીધી હતી પરંતુ બીજી ઇનિંગમાં માત્ર એક પણ વિકેટ ઝડપી શક્યો નહીં. કીવી ટીમના ઓપનર બેટ્સમેન ટૉસ લાથમ અને ટૉમ બ્લંડેલએ 10 બોલમાં જ ટાર્ગેટ પાર કરી દીધું.



ભારતે બીજી ઇનિંગમાં કર્યા માત્ર 191 રન

ચોથા દિવસે 144ના સ્કોરમાં ચાર રન જોડીને જ અજિંક્ય રહાણે (Ajinkya Rahane) બોલ્ટનો શિકાર બન્યો અને માત્ર 29 રન જ કરી શક્યો. બીજી તરફ હનુમા વિહારી (Hanuma Vihari)ને ટીમ સાઉદીએ બોલ્ડ કર્યો. ટીમના અનુભવી બોલર આર. અશ્વિન (R Ashwin) પાસેથી સારી બેટિંગની આશા હતી પરંતુ તે માત્ર 4 રન કરીને સાઉદીની બોલિંગમાં એલબીડબલ્યૂ થઈ ગયો. ઈશાંત અને પંતે ઇનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો અને 26 રનની પાર્ટનરશીપ કરી પરંતુ ઈશાંત કોલિન ડી ગ્રેંડહોમની બોલિંગ પર એલબીડબલ્યૂ થયો. પંત પણ 41 બોલમાં 25 રન બનાવીને સાઉદીની બોલિંગમાં ટ્રેન્ટ બોલ્ટના હાથે કેચ થયો. ભારતે અંતિમ વિકેટ બુમરાહ તરીકે ગુમાવી જે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહીં.

આ પણ વાંચો, જસપ્રીત બુમરાહનો મોટો ખુલાસો : મને કહેવાયું કે 6 મહિનાથી વધુ નહીં રમી શકું
Published by: Mrunal Bhojak
First published: February 24, 2020, 7:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading