Home /News /sport /સૂર્યકુમાર યાદવે કોહલીની પોસ્ટ પર લખ્યું 'ફાયર હૈ', વિરાટે આપ્યો દિલ જીતનારો જવાબ

સૂર્યકુમાર યાદવે કોહલીની પોસ્ટ પર લખ્યું 'ફાયર હૈ', વિરાટે આપ્યો દિલ જીતનારો જવાબ

virat kohli suryakumar yadav

Suryakumar Yadav & Virat Kohli on Instagram: ઇન્સ્ટાગ્રામ પર સૂર્યકુમાર યાદવે વિરાટની તસવીર પર કોમેન્ટ કરી હતી કે ફાયર હૈ! આ કોમેન્ટ પર વિરાટે જે જવાબ આપ્યો હતો એણે ચાહકોના દિલ જીતી લીધા હતા.

    T20 World Cup: ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલો T20 વર્લ્ડ કપ (T20 world cup) જામી રહ્યો છે. વર્લ્ડ કપની શરૂઆતમાં જ નાની ટીમોએ ધરખમ ગણાતી ટીમોને પછાડીને અપસેટ સર્જી દેતા રોમાંચ વધ્યોછે. વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા પણ સારૂ પ્રદર્શન કરી રહી છે, ભારતીય ટીમે 4માંથી 3 મેચમાં જીત મેળવી છે. ટીમ ગ્રુપ 2 પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.

    T20 World Cupમાં વિરાટ ગજબ ફોર્મમાં 

    વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બાંગ્લાદેશ સામે શાનદાર પ્રદર્શન કરનાર પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. આ મેચમાં સૂર્યકુમાર યાદવે નાની પણ અસરકારક ઇનિંગ પણ રમી હતી. તેણે મેચ માટે નિર્ણાયક 30 રન માત્ર 16 બોલમાં બનાવ્યા હતા.

    વિરાટ અને સૂર્યકુમારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ઘણી મેચમાં જીત અપાવી છે. બંને ખેલાડીઓ સોશિયલ મીડિયા પર પણ એકબીજા સાથે જોડાયેલા છે. ત્યારે બાંગ્લાદેશ સામેની જીત બાદ વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાની તસવીર શેર કરી હતી. જેના પર સૂર્યકુમાર યાદવે જોરદાર કોમેન્ટ કરી હતી. વિરાટે પણ તે કોમેન્ટનો શાનદાર જવાબ આપ્યો છે.

    ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ટીમ ઈન્ડિયાની તસવીર

    વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે જીત બાદ ટીમ ઈન્ડિયાની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, કેરેક્ટર એન્ડ કન્વેન્શન. વિરાટ કોહલીએ મેચ જીતવા માટે ટીમ ઇન્ડિયાના અભિગમ અને આત્મવિશ્વાસનો ઉલ્લેખ કર્યો હતો.

    આ દરમિયાન સૂર્યકુમાર યાદવે પણ વિરાટની તસવીર પર કોમેન્ટ કરી હતી. તેણે પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં લખ્યું હતું કે, ફાયર હૈ. કોહલીને સૂર્યકુમારની આ કોમેન્ટનો જવાબ આપ્યો હતો. તેણે લખ્યું હતું કે, ભાઉ સબસે ઉપર.. બંને ક્રિકેટ સ્ટારની કોમેન્ટ્સ પર અનેક લાઇક્સ મળી રહી છે.

    આ પણ વાંચો: VIDEO: કિંગ કોહલીની ભાઈબંદી! લોકેશ રાહુલ ફોર્મમાં પરત આવતા ચડાવ્યો પાનો, છગ્ગા પર જુઓ કેવું રીએક્શન આપ્યું

    ICC T20ના લેટેસ્ટ રેન્કિંગમાં પહેલા નંબરે સૂર્યા

    અહીં ઉલ્લેખનીય છે કે, સૂર્યકુમાર યાદવ અત્યારે ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. જેના પરિણામે તે ICC T20ના લેટેસ્ટ રેન્કિંગમાં પહેલા નંબરે આવી ગયો છે. આ જ કારણે વિરાટ કોહલીએ તેને સબસે ઉપર કહ્યો હતો.

    સૂર્યકુમાર યાદવે આ વર્ષે ટી-20 વર્લ્ડકપની 4 મેચમાં કુલ 164 રન બનાવ્યા છે. આ સાથે જ વિરાટ કોહલી 220 રન બનાવી ટોપ પર છે. આ બંને બેટ્સમેન 6 નવેમ્બરે ઝિમ્બાબ્વે સામે રમશે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Instagram, Suryakumar yadav, Team india, Virat kohali, ક્રિકેટ

    विज्ञापन
    विज्ञापन