Home /News /sport /અમારી પાસે સાચુકલા મી. બીન નથી પણ ક્રિકેટનો જુસ્સો સાચો છે, પાક.ની હાર બાદ PMના નિવેદનથી ચર્ચા
અમારી પાસે સાચુકલા મી. બીન નથી પણ ક્રિકેટનો જુસ્સો સાચો છે, પાક.ની હાર બાદ PMના નિવેદનથી ચર્ચા
ક્રિકેટને લાગ્યો રાજકીય રંગ
ZIMvsPAK: પાકિસ્તાન અને ઝીમ્બાબ્વે વચ્ચેની મેચમાં પાક. નો શરમજનક પરાજય થયો હતો. આ વિવાદ હવે રાજકીય રંગ પકડી ચૂક્યો છે. બંને દેશના વડાઓ પણ હવે આમાં ઈનવોલ્વ થઈ ગયા છે.
T20 world cup 2022: ટી20 વર્લ્ડ કપમાં ક્રેગ એર્વિનની કેપ્ટન્સી હેઠળની ઝિમ્બાબ્વેની ટીમે બાબર આઝમ (Babar Azam)ની પાકિસ્તાની ટીમને 1 રનથી હરાવીને સૌને સ્તબ્ધ કર્યા હતા. ત્યારબાદ ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ એમર્સન ડેમ્બુડઝો (Emmerson Dambudzo Mnangagwa)એ પાકિસ્તાનની ટીખળ કરતાં લખ્યું હતું કે, આવતી વખતે, અસલી મિસ્ટર બીનને મોકલજો. આ ટ્વિટ બાદ ઘણી ચર્ચા હતી. થોડા કલાકોમાં જ પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફે કહ્યું હતું કે, અમને બાઉન્સબેક કરવાની આદત છે.
સાચુકલા મી. બીન નથી પણ ક્રિકેટની સાચી સ્પિરિટ છે
પાકિસ્તાનના વડા પ્રધાને તેમની ટ્વીટમાં લખ્યું હતું કે, અમારી પાસે વાસ્તવિક મિસ્ટર બીન કદાચ ન હોય, પરંતુ અમારી પાસે ક્રિકેટની સાચી સ્પિરિટ છે અને અમને પાકિસ્તાનીઓને બાઉન્સબેક કરવાની સારી ટેવ છે. મિ.પ્રેસિડન્ટ, અભિનંદન! તમારી ટીમ આજે ખરેખર સારું રમી.
અહીં ઉલ્લેખનિય છે કે, ઝિમ્બાબ્વેના પ્રમુખ ઇમર્સન ડેમ્બુડઝો મનાન્ગાગ્વાએ ગુરુવારે પાકિસ્તાન સામેની જીત બાદ ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા, જો કે, તેમના દ્વારા મિસ્ટર બીનના ઉલ્લેખથી ઘણા લોકો ચોંકી ગયા હતા. તેમણે કહ્યું હતું કે ઝિમ્બાબ્વે માટે મોટી જીત છે!
પ્રાર્થના કરો કે તમને વરસાદ બચાવી લે
પ્રેસિડેન્ટ ઇમર્સને પાકિસ્તાનના હાસ્ય કલાકાર આસિફ મુહમ્મદ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. આસિફ મુહમ્મદ મિસ્ટર બિન જેવા દેખાય છે અને 2016માં તે અસલી મિસ્ટર બીનનો ડોળ કરીને ઝિમ્બાબ્વે ગયો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઝિમ્બાબ્વે મેચ પહેલા ટીમના ખેલાડીઓની પ્રેક્ટિસની તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ અપલોડ કરી હતી, જેના પર ન્ગુગી ચાસુરા નામના ટ્વિટર યુઝરે જવાબ આપતા કહ્યું હતું કે, ઝિમ્બાબ્વેના લોકો તરીકે અમે તમને માફ નહીં કરીએ. તમે એકવાર અમને મિસ્ટર બીન રોવાનને બદલે છેતરીને પાક બીન આપ્યો હતો. અમે આવતીકાલે તેનો વળતો જવાબ આપીશું, બસ પ્રાર્થના કરો કે વરસાદ તમને બચાવે.
આ ટ્વીટએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું વંટોળ ફેલાવ્યું હતું અને પાકિસ્તાન-ઝિમ્બાબ્વે મેચને 'મિસ્ટર બીન ડર્બી'નું ટેગ પણ મળ્યું હતું.
આ દરમિયાન રવિવારે પાકિસ્તાન ઝીમ્બાવે સામે 1 રનથી હાર્યું હતું. હવે ટુર્નામેન્ટમાં તે રહેશે કે બહાર નીકળી જશે તેના પર શંકા છે.
ભારત સામેની છેલ્લી ઓવરમાં નબળું પ્રદર્શન કરનાર મોહમ્મદ નવાઝના કારણે ટીમને મેચ ગુમાવવી પડી હતી, ટુર્નામેન્ટમાં તેના ખરાબ પરફોર્મન્સનો સિલસિલો યથાવત રહ્યો હતો. મેચના છેલ્લા 2 બોલ બાકી હતા ત્યારે બ્રાડ ઇવાન્સ (2-25)ની બોલિંગ પર 22 રને કેચ આઉટ થયો. અંતિમ ઓવરમાં 11 રન કરવાના હતા.શાહીન આફ્રિદી અંતિમ બોલ પર રન આઉટ થતાં ઝિમ્બાબ્વેના ખેલાડીઓએ પિચ પર જોરદાર ઉજવણી કરી હતી.
મેન ઓફ ધ મેચ રઝાએ પત્રકારોને કહ્યું હતું, મને ખરેખર ખેલાડીઓના આ ગ્રુપમાં ખુબ જ વિશ્વાસ છે. જ્યારથી હું ઝિમ્બાબ્વે ક્રિકેટનો ભાગ રહ્યો છું, ત્યારથી થેયલી જીતોમાં હું આ જીતને શ્રેષ્ઠ તરીકે ગણીશ. આ વિશ્વ કપ છે આનાથી મોટું કોઈ પ્લેટફોર્મ નથી. સૌના માટે આ સૌથી મોટું સ્ટેજ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર