Home /News /sport /T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઊલટફેર, બબ્બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ આઉટ, સ્કોટલેન્ડનો વિજય

T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઊલટફેર, બબ્બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ આઉટ, સ્કોટલેન્ડનો વિજય

T20 વર્લ્ડકપનો અત્યાર સુધીનો સૌથી મોટો અપસેટ

T20 WORLD CUP 2022: ટી20 ક્રિકેટ વર્લ્ડકપમાં અત્યાર સુધીનો સૌથી મેજર અપસેટ સર્જાયો છે. સ્કોટલેન્ડ વેસ્ટ ઈન્ડિઝ સામે જીતી જતાં વેસ્ટ ઈન્ડિઝ બહાર થઈ ગયું છે.

વેસ્ટ ઈન્ડિઝ vs આયર્લેન્ડઃ T20 વર્લ્ડ કપની 11મી મેચમાં આયર્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવીને મોટો ફેરફાર કર્યો છે.  કોઈએ ધાર્યું ન હોય એવું પરિણામ આવતા હવે વર્લ્ડકપની કાયમી ટીમ વેસ્ટ ઈન્ડિઝને પછાડીને આયર્લેન્ડ  જીતી ગયું છે અને ગ્રુપમાં ટોપ પર રહીને સુપર-12માં ટીમ પહોંચી ગઈ છે. બબ્બે વખત વર્લ્ડ કપ જીતેલી ટીમ વેસ્ટ ઈન્ડિઝને ઘરભેગા થવાનો વારો આવ્યો છે.

બબ્બે વખત વર્લ્ડ કપ જીતેલી ટીમ ઘરભેગી

આ જીત સાથે આયર્લેન્ડની ટીમ T20 વર્લ્ડ કપના સુપર-12માં પહોંચી ગઈ છે. તો સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમને મોટી નિરાશા મળી છે અને તે આ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં 146 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે બ્રાન્ડન કિંગે 48 બોલમાં 1 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 62 રનની ઈનિંગ રમી હતી.



પોલ સ્ટર્લિંગે ફટકારી અર્ધી સદી

આયર્લેન્ડ માટે અનુભવી બેટ્સમેન પોલ સ્ટર્લિંગે 48 બોલમાં 2 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 66 રનની મેચ વિનિંગ અડધી સદી ફટકારી અને પોતાની ટીમને સુપર-12માં એન્ટ્રી આપવી દીધી હતી. જ્યારે 147 રનનો પીછો કરતી વખતે આયરલેન્ડની ટીમે આ લક્ષ્ય માત્ર 17.3 ઓવરમાં એકતરફી રીતે હાંસલ કરી લીધું હતું.

આ પણ વાંચો: આમાંથી જ એક ટીમ જીતશે T20 વર્લ્ડકપ, ક્રિકેટના ભગવાને કરી દીધી આગાહી, જામશે ખરાખરીનો જંગ

વેસ્ટ ઈન્ડિઝ ટૂર્નામેન્ટમાંથી બહાર
બે વખત T20 વર્લ્ડ કપ જીતી ચૂકેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમને આયર્લેન્ડ સામેની મેચ હાર્યા બાદ મોટો આંચકો લાગ્યો છે.  એટલું જ નહીં આ હાર સાથે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ મેચ એકતરફી જીતનાર આયર્લેન્ડ T20 વર્લ્ડ કપના સુપર-12માં પહોંચી ગયું છે. આર્યલેંડ પોતાના ગ્રૂપમાં ટોપ પર રહ્યું હતું.



આયર્લેન્ડની ટીમે આ મેચમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ, તેઓની ચુસ્ત બોલિંગ સામે વેસ્ટ ઈન્ડિઝનો વિસ્ફોટક બેટિંગ ઓર્ડર માત્ર 146 રનમાં બંધ થઈ ગયો. તે જ સમયે, બેટિંગ દરમિયાન, આયર્લેન્ડે શરૂઆતથી જ દબાણ જાળવી રાખ્યું અને આ મેચ એકતરફી રીતે 9 વિકેટે જીતી લીધી.
First published:

Tags: Cricket News Gujarati, T20 cricket, T20 worldcup 2022, ક્રિકેટ