Home /News /sport /સૂર્યકુમાર યાદવની પોસ્ટ પર વિરાટ કોહલીએ આપ્યો આવો જવાબ, જીત્યા કરોડો ચાહકોના દિલ

સૂર્યકુમાર યાદવની પોસ્ટ પર વિરાટ કોહલીએ આપ્યો આવો જવાબ, જીત્યા કરોડો ચાહકોના દિલ

વિરાટ કોહલીના જવાબ પર BCCIનું ટ્વિટ

India vs Zimbabwe T20: ભારતે સૂર્યકુમાર યાદવ દ્વારા 25 બોલમાં 4 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 61 રનની મદદથી 5 વિકેટે 186 રન બનાવ્યા હતા. ઓપનર રાહુલે પણ 35 બોલમાં ત્રણ છગ્ગા અને ચોગ્ગાની મદદથી 51 રનની ઇનિંગ રમી હતી. જબરદસ્ત ફોર્મમાં ચાલી રહેલા સૂર્યાએ હાર્દિક સાથે પાંચમી વિકેટ માટે માત્ર 5.5 ઓવરમાં 65 રન બનાવ્યા હતા.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: વિશ્વના નંબર વન T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને લોકેશ રાહુલના અર્ધસદીની મદદથી ભારતે T20 વર્લ્ડ કપ સુપર 12ની તેમની અંતિમ મેચમાં ઝિમ્બાબ્વેને 71 રને હાર આપીને ગ્રૂપ 2માં ટોચ પર રહીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે, જ્યાં તેનો સામનો ઈંગ્લેન્ડ સામે કરવો પડશે. ભારતે સૂર્યકુમારના 25 બોલમાં 4 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી અણનમ 61 રનની મદદથી 5 વિકેટે 186 રન બનાવ્યા હતા. ઓપનર રાહુલે પણ 35 બોલમાં ત્રણ છગ્ગા અને ચોગ્ગાની મદદથી 51 રનની ઇનિંગ રમી હતી.

    આ પણ વાંચો:  સૂર્યકુમાર યાદવ ચમક્યો: 9 અડધી સદી, 59 છગ્ગા સાથે 1000 રનનો બનાવ્યો રેકોર્ડ

    સૂર્યકુમારે હાર્દિક પંડ્યા (18 બોલમાં 18 રન) સાથે પાંચમી વિકેટ માટે માત્ર 5.5 ઓવરમાં 65 રન ઉમેર્યા, કારણ કે ભારત છેલ્લી પાંચ ઓવરમાં 79 રન બનાવવામાં સફળ રહ્યું હતું. ભારતે પાંચ મેચમાં ચાર જીતથી આઠ પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે બીજા ક્રમે રહેલા પાકિસ્તાને એટલી જ મેચોમાં છ પોઈન્ટ મેળવ્યા હતા.

    cricket t20 world cup virat kohli gave such an reply on suryakumar yadav post won hearts of crores of fans
    સૂર્યકુમાર યાદવની પોસ્ટ પર વિરાટ કોહલીએ આપ્યો આવો જવાબ,


    મેચના હીરો રહેલા સૂર્યાની ઈનિંગ્સે દિગ્ગજોને તેના પ્રશંસક બનાવી દીધા છે. તે સૂર્યકુમાર યાદવના વખાણ કરતા થાકતા નથી. મેચ બાદ સૂર્યાએ ટ્વિટર પર એક પોસ્ટ કરી, જેના જવાબમાં વિરાટ કોહલીએ કરોડો ચાહકોના દિલ જીતી લીધા હતા. વાસ્તવમાં, રવિવારની સૂર્યકુમાર યાદવની ઇનિંગ ખાસ હતી, તે પૂરા જોશમાં હતો અને મેદાનની ચારે બાજુ શોટ રમ્યો હતો અને તે ક્રિકેટ શોટથી બિલકુલ અલગ હતો. તેણે હેલિકોપ્ટર શોટથી લઈને 360 ડિગ્રી એંગલ સુધી શોટ્સ રમ્યા હતા.

    cricket t20 world cup virat kohli gave such an reply on suryakumar yadav post won hearts of crores of fans
    વિરાટ કોહલીના જવાબ પર BCCIનું ટ્વિટ




    cricket t20 world cup virat kohli gave such an reply on suryakumar yadav post won hearts of crores of fans
    સૂર્યકુમાર યાદવની પોસ્ટ પર વિરાટ કોહલીએ આપ્યો આવો જવાબ,


    cricket t20 world cup virat kohli gave such an reply on suryakumar yadav post won hearts of crores of fans
    વિરાટ કોહલીના જવાબ પર BCCIનું ટ્વિટ


    આ બાદ, તેણે તેના ટ્વિટર પર ફોટો શેર કરતા લખ્યું કે, 'નો ફીલિંગ બેટર'. તેના જવાબમાં કિંગ કોહલીએ લખ્યું કે, 'ડિફરન્ટ લેવલ'. પછી શું હતું... ફેન્સ તરફથી કોમેન્ટ્સનું પૂર આવ્યો, સૌ સુર્યાની પોસ્ટ પર કોહલીની આ કોમેન્ટના વખાણ કરી રહ્યા છે. આ સાથે, કોહલીના જવાબને શેર કરતી વખતે, BCCIએ લખ્યું કે… ‘‘Virat Kohli – Approves’. કોઈપણ રીતે, આ દિવસોમાં મિડલ ઓર્ડરમાં SuryaVIRની જોડીનો ડંકો વિશ્વના બોલરોમાં ભય પેદા કરી રહ્યો છે. મેદાનની અંદર આગ લગાડવાની સાથે આ કપલ સોશિયલ મીડિયા પર પણ આગ લગાવી રહ્યું છે અને ચાહકો તેમની દરેક હરકતો પસંદ કરી રહ્યા છે.

    જણાવી દઈએ કે, ભારત હવે 10 નવેમ્બર ગુરુવારે બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે એડિલેડમાં ટકરાશે, જ્યારે તેના એક દિવસ પહેલા ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ સેમીફાઈનલ સિડનીમાં રમાશે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Suryakumar yadav, T20 World Cup 2022, Viral Kohli

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन