દુબઈ : ક્રિકેટની વર્લ્ડ સંસ્થા આઈસીસીએ (ICC) ટી-20 વર્લ્ડ કપના (T20 World Cup)ગ્રૂપ જાહેર કરી દીધા છે. ભારત અને પાકિસ્તાનને (india VS pakistan) એક જ ગ્રૂપમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે ગ્રૂપ મુકાબલા પછી નોકઆઉટમાં પણ બંનેનો મુકાબલો જોવા મળી શકે છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને બીજા ગ્રૂપમાં રાખવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટની મેચો યૂએઈ અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન રમાશે. વર્લ્ડ કપમાં કુલ 12 ટીમો ભાગ લેશે.
બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે આઈસીસી પુરુષ ટી20 વર્લ્ડ કપની યજમાની સાથે ઓમાને વર્લ્ડ ક્રિકેટના દાયરામાં લાવવું સારું છે. તેનાથી ઘણા યુવા ખેલાડીઓને રમતમાં રસ લેવામાં મદદ મળશે. અમે જાણીએ છીએ કે દુનિયાના આ ભાગમાં એક વિશ્વ સ્તરીય આયોજન થશે. ટી-20 વર્લ્ડ કપ માટે વેન્યુ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, અબુધાબીમાં શેખ ઝાયેદ સ્ટેડિયમ, શારજાહ સ્ટેડિયમ અને ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ છે. ટૂર્નામેન્ટના કાર્યક્રમની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે.
આઈસીસી ટી-20 વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું - જય શાહ
બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું કે ગ્રૂપની જાહેરાત થયા પછી હવે આઈસીસી ટી-20 વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. એવું કશું નથી કે જે બંને સમૂહને અલગ કરે છે કારણ કે બંને ગ્રૂપ મજબૂત ટીમો વાળા છે, જે રમતના સૌથી નાના ફોર્મેટમાં અત્યાધિક પ્રતિસ્પર્ધા વાળા છે. મને વિશ્વાસ છે કે કેટલાક રોમાંચક અને રસપ્રદ મુકાબલા જોવા મળશે.