સુરેશ રૈનાએ ખરાબ હોટલ રૂમના કારણે છોડ્યું IPL, ધોની સાથે પણ થયો વિવાદ!

સુરેશ રૈનાએ ખરાબ હોટલ રૂમના કારણે છોડ્યું IPL, ધોની સાથે પણ થયો વિવાદ!
CSKના માલિક એન. શ્રીનિવાસને કહ્યું કે, રૈનાને હોટલ રૂમમાં બાલ્કની ન હોવાના કારણે છોડ્યું IPL, તેને સફળતા માથે ચઢી ગઈ

CSKના માલિક એન. શ્રીનિવાસને કહ્યું કે, રૈનાને હોટલ રૂમમાં બાલ્કની ન હોવાના કારણે છોડ્યું IPL, તેને સફળતા માથે ચઢી ગઈ

  • Share this:
    નવી દિલ્હીઃ સુરેશ રૈના (Suresh Raina)નું આઈપીએલ 2020ની સમગ્ર સીઝનમાંથી બહાર થવાનું કારણ તેનો પારિવારિક મુદ્દો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. માનવામાં આવી રહ્યું હતું કે તેની દીકરી ગ્રેસી, દીકરો રિયો અને પત્ની પ્રિયંકાના સ્વાસ્થ્યની તેને ચિંતા હતી તેથી રૈનાએ સમગ્ર IPL 2020 શરૂ થતા પહેલા જ છોડી દીધું અને તે દુબઈથી દિલ્હી પરત ફર્યો. પરંતુ આ દરમિયાન ચેન્નઈ સુપરકિંગ્સના માલિક એન. શ્રીનિવાસને સુરેશ રૈના મામલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એન. શ્રીનિવાસને આરોપ લગાવ્યો છે કે સુરેશ રૈના કોઈ પારિવારિક વિવાદના કારણે નહીં પરંતુ મરજી મુજબનો હોટલ રૂમ નહીં કરવાના કારણે IPL છોડીને ગયો છે.

    સુરેશ રૈનાએ હોટલ રૂમના કારણે છોડ્યું આઇપીએલ?



    CSKના માલિક શ્રીનિવાસને આઉટલુક સાથે ખાસ વાતચીત કરી છે. આઉટલુકનો દાવો છે કે સુરેશ રૈનાએ મરજી મુજબ હોટલ રૂમ ન મળવાના કારણે આઈપીએલ છોડ્યું છે. દુબઈમાં સુરેશ રૈનાના હોટલ રૂમમાં બાલ્કની નહોતી. જ્યારે ધોનીના રૂમમાં બાલ્કની હતી. સુરેશ રૈના બિલકુલ ધોની જેવો રુમ પોતાના પરિવાર માટે ઈચ્છતો હતો પરંતુ જ્યારે આવું ન થયું તો તેણે ગુસ્સામાં આવીને ટીમને છોડી દીધી અને દુબઈથી દિલ્હી આવી ગયો. આઉટલુકના અહેવાલ મુજબ, સુરેશ રૈના અને ધોનીની વચ્ચે પણ વિવાદ થયો અને ત્યારબાદ ટીમના માલિક શ્રીનિવાસને આ મુદ્દા પર કેપ્ટન સાથે ચર્ચા પણ કરી.

    સુરેશ રૈના મામલે ટીમ તરફથી કોઈ અધિકૃત નિવેદન સામે નથી આવ્યું પરંતુ રિપોર્ટ મુજબ રૈના દુબઈ પહોંચ્યા બાદથી જ પોતાના હોટલ રૂમથી નિરાશ હતો. રૈના બાયો બબલ અને ક્વૉરન્ટીનના કડક નિયમોને કારણે ધોની જેવો રૂમ ઈચ્છતો હતો. રૈનાને એવો રૂમ જોઈતો હતો જેમાં મોટી બાલ્કની હોય. ધોનીએ સુરૈશ રૈના સાથે વાત કરી પરંતુ તે શાંત ન કરી શક્યો અને ત્યારબાદ સ્થિતિ બેકાબૂ થઈ ગઈ.

    આ પણ વાંચો, IPL 2020: યૂએઇમાં બેટ પકડતાં જ ડરી ગયો વિરાટ કોહલી, ખુદ જણાવ્યું કારણ

    ‘રૈનાને સફળતા માથે ચઢી ગઈ છે’

    શ્રીનિવાસને આઉટલુકથી એક્સક્લૂસિવ વાતચીતમાં કહ્યું કે, ચેન્નઈ સુપરકિંગ્સ હંમેશા પરિવારની જેમ રહી છે. મારો વિચાર એવો છે કે જો તમે ખુશ ન હોય તો પરત જતા રહો. કોઈને કંઈ બોલવાની જરૂર નથી. ક્યારેક સફળતા તમારા માથે ચઢી જાય છે.

    આ પણ વાંચો, દીપક ચાહરને થયો છે કોરોના? બહેન માલતીએ સોશિયલ મીડિયા પર આપ્યું આવું રિએક્શન

    શ્રીનિવાસને ધોની સાથે કરી વાત

    શ્રીનિવાસને આઉટલુકને કહ્યું કે, મેં ધોની સાથે વાત કરી અને તેણે મને ભરોસો આપ્યો કે ચિંતાની વાત નથી. તેણે ટીમના ખેલાડીઓ સાથે વીડિયો કૉલ પર વાતચીત કરી. મારી પાસે એક સારો કેપ્ટન છે. ધોનીને આવી વાતોથી ફરક નથી પડતો. ધોનીના કારણે ટીમના દરેક ખેલાડીને આત્મવિશ્વાસ ઊભો થાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:August 31, 2020, 08:43 am

    ટૉપ ન્યૂઝ