શ્રીલંકાના બોલરે સ્મિથને આ રીતે રન આઉટ કર્યો! Video જોઈ હસી પડશો

News18 Gujarati
Updated: October 31, 2019, 11:17 AM IST
શ્રીલંકાના બોલરે સ્મિથને આ રીતે રન આઉટ કર્યો! Video જોઈ હસી પડશો
શ્રીલંકાનો બોલર સંદાકન આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમ ભૂલી ગયો, ગલ્લી ક્રિકેટની જેમ સ્ટમ્પ ઊખાડી દીધી

શ્રીલંકાનો બોલર સંદાકન આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમ ભૂલી ગયો, ગલ્લી ક્રિકેટની જેમ સ્ટમ્પ ઊખાડી દીધી

  • Share this:
બ્રિસબેનમાં રમાયેલી બીજી ટી20 મેચમાં પણ શ્રીલંકાને ઓસ્ટ્રેલિયા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટથી એકતરફી જીત નોંધાવી. આ મેચ દરમિયાન એક એવી ઘટના બની જેને કોઈ કોઈ પણ હસવાનું રોકી નહીં શકે. આ મેચ દરમિયાન શ્રીલંકાના બોલર લક્ષણ સંદાકન (Lakshan Sandakan) રન આઉટ કરવાનો નિયમ જ ભૂલી ગયો.

સ્ટીવ સ્મિથને સંદાકને આપ્યું જીવતદાન

13મી ઓવરના બીજા બોલે સંદાકનના બોલ પર વાર્નરે સામેની તરફ શૉટ ફટકાર્યો અને બોલ સીધો સ્ટમ્પ પર ભટકાયો. આ દરમિયાન સ્ટીવ સ્મિથ (Steve Smith) ક્રીઝથી ઘણો બહાર હતો. સ્મિથને ક્રીઝથી બહાર જોઈને સંદાકને બોલ પકડ્યો અને બીજા હાથેથી સ્ટમ્પ ઉખાડી દીધું. જોકે, અમ્પાયરે સ્મિથને આઉટ આપ્યો. મૂળે, સંદાકને જે હાથથી સ્ટમ્પ ઉખાડ્યું તે હાથમાં બોલ નહોતો. બોલ તેના બીજા હાથમાં હતો. સંદાકને બોલને સ્ટમ્પ પર સ્પર્શ કરાવીને ઉખાડવાની હતી. આ રીતે ત્રીજા અમ્પાયરે સ્મિથને નૉટ આઉટ જાહેર કર્યો.

સંદાકનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને પ્રશંસકો શ્રીલંકાના બોલરને ટ્રોલ પણ કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાએ સીરીઝ જીતી

મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ બ્રિસબેનમાં 9 વિકેટથી જીત મેળવીને સીરીઝ પોતાના નામે કરી દીધી. મેચમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતાં 19 ઓવરમાં 117 રન કર્યા. ડેવિડ વોર્નરે અણનમ 60 અને સ્મિથ 53 રન બનાવીને અણનમ રહ્યો.

આ પણ વાંચો,

સહવાગે કહ્યું સૌરવ ગાંગુલી અધ્યક્ષ જ નહીં, બંગાળના CM પણ બનશે!
શાસ્ત્રીને આવ્યો ગુસ્સો, કહ્યું - જે લોકો બુટની દોરી પણ બાંધી શકતા નથી તે ધોની પર બોલી રહ્યા છે
First published: October 31, 2019, 11:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading