IPL 2020: રાજસ્થાન રોયલ્સની 5 વિકેટે શાનદાર જીત, હૈદરાબાદ હાર્યું

રાજસ્થાન રોયલ્સની પાંચ વિકેટે જીત

રાજસ્થાન રોયલ્સે પાંચ વિકેટના નુકશાને 19.5 ઓવરમાં 5 વિકેટના નુકશાને 163 રન બનાવી શાનદાર જીત મેળવી છે.

  • Share this:
    આઈપીએલના 26મા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન રોયલ્સે 159 રનના લક્ષ્યાંકને 1 બોલ બાકી હતોને જ પ્રાપ્ત કરી લીધો. રાજસ્થાને પાંચ વિકેટથી શાનદાર જીત મેળવી છે.

    સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે થયો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો અને 20 ઓવરમાં 4 વિકેટ પર 158 રન બનાવ્યા. જ્યારે હૈદરાબાદ તરફથી સૌથી વધારે 54 રન મનીષ પાંડેએ બનાવ્યા. કપ્તાન વોર્નરે પણ 48 રનની પારી રમી. જવાબમાં રાજસ્થાન રોયલ્સે પાંચ વિકેટના નુકશાને 19.5 ઓવરમાં 5 વિકેટના નુકશાને 163 રન બનાવી શાનદાર જીત મેળવી છે.

    હૈદરાબાદની ધીમી બેટિંગ
    આ પહેલા હૈદરાબાદની શરૂઆત ધીમી રહી અને બેયરસ્ટો-વોર્નરની જોડીએ પહેલી ચાર ઓવરમાં માત્ર 13 રન જ બનાવ્યા. ત્યારબાદ બેયરેસ્ટો માત્ર 16 રન બનાવી પોતાની વિકેટ ખોઈ બેઠો. કાર્તિક ત્યાગીની બોલિંગમાં સંજૂ સેમસને શાનદાર કેચ ઝડપ્યો. પાવર પ્લેમાં હૈદરાબાદની ટીમ માત્ર 26 રન બનાવી સકી. હૈદરાબાદે 8.1 ઓવરમાં 50 રન પૂરા કર્યા. 10 ઓવરમાં હૈદરાબાદની ટીમ 63 રન જ બનાવી શકી. ડેવિડ વોર્નરે 48 રન બનાવ્યા અને તેને આર્ચરે પોવેલિયનનો રસ્તો બતાવ્યો. હૈદરાબાદે પોતાના 100 રન 15.1 ઓવરમાં પૂરા કર્યા. મનીષ પાંડે મેદાનમાં અડીખમ રહ્યો અને તેણે 40 બોલમાં અડધી સદી ફટકારી, જોકે, ત્યારબાદ 54 રન બનાવી આઉટ થઈ ગયો. અંતમાં વિલિયમ્સન અને પ્રિયમ ગર્ગે સારા શોર્ટ લગાવી હૈદરાબાદનો સ્કોર 158 સુધી પહોંચાડ્યો.

    હૈદરાબાદે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં અબ્દુલ સમદની જગ્યાએ વિજય શંકરને સામેલ કર્યા છે. તો રાજસ્થાન રોયલ્સની ટીમમાં બેન સ્ટોકની વાપસી કરવામાં આવી હતી. રિયાન પરાગ અને રોબિન ઉથપ્પા પણ ટીમમાં છે, અને તો યશસ્વી જયસ્વાલ અને મહિપાલ લોમરોર પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે. વરૂણ એરોનની જગ્યા પર જયદેવ ઉનડકટ આવ્યો હતો. રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં સાતમા નંબર છે, રાજસ્થાનને બે જીત બાદ સળંગ ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તો સનરાઈઝર્સે છ મેચમાંથી ત્રણ મેચમાં જીત મેળવી હતી અને તે ત્રીજા નંબર પર હતું.

    બંને ટીમ પ્લેઈંગ ઈલેવન આ પ્રકારે છે

    રાજસ્થાન રોયલ્સ - જોસ બટલર, રોબિન ઉથપ્પા, સંજૂ સેમસન, સ્ટીવ સ્મિથ, બેન સ્ટોક્સ, રિયાન પરાગ, રાહુલ તેવતિયા, શ્રેયસ ગોપાલ, જોફ્રા આર્ચર, જયદેવ ઉનડકટ, કાર્તિક ત્યાગી.

    સનરાઈઝર્સ હૈદરાબાદ - ડેવિડ વોર્નર, જોની બેયરેસ્ટો, મનીષ પાંડે, કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ, વિજય શંકર, અભિષેક શર્મા, રાશિદ ખાન, ટી નટરાજન, ખલીલ અહમદ, સંદીપ શર્મા.
    Published by:kiran mehta
    First published: