રમત-જગત

  • associate partner

IPL 2020: કોલકાતાએ સુપર ઓવરમાં હૈદરાબાદને હરાવ્યું

News18 Gujarati
Updated: October 18, 2020, 8:52 PM IST
IPL 2020: કોલકાતાએ સુપર ઓવરમાં હૈદરાબાદને હરાવ્યું
ઈન્ડીયન પ્રિમિયર લીગની 35મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમવામાં આવી છે

ઈન્ડીયન પ્રિમિયર લીગની 35મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમવામાં આવી છે

  • Share this:
નવી દિલ્હી :ઈન્ડીયન પ્રિમિયર લીગની 35મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમવામાં આવી છે. અબુ ધાબીના શેખ જાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ સનરાઈઝર્સ હૈદરાબાદે જીત્યો અને કોલકાતા નાઈટ રાઈડર્સને પ્રથમન બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટના નુકશાને 163 રન બનાવ્યા. જવાબમાં હૈદરાબાદની નવી ઓપનિંગ જોડી વિલિયમ્સન અને બેયરસ્ટોએ ગજબની શરૂઆત અપાવી. બંનેએ પાવર પ્લેમાં 57 રન બનાવ્યા. જોકે, પાવર પ્લે બાદ આગામી બોલમાં જ વિલિયમ્સનને લોકી ફુર્ગસને આઉટ કરી દીધો. વિલિયમ્સન 29 રન બનાવી આઉટ તઈ ગયો. ત્યારબાદ ફર્ગુસને પ્રિયમ ગર્ગને પણ 4 રન પર બોલ્ડ કરી કેકેઆરને બીજી સફળતા અપાવી. 10મી ઓવરમાં હૈદરાબાદને ત્રીજો ઝટકો જોની બયરસ્ટો આઉટ થતા લાગ્યો. બેયરસ્ટોને વરૂણ ચક્રવર્તીએ 36 રન પર આઉટ કર્યો. ત્યારબાદ વિજય શંકર સાથે મળી કપ્તાન વોર્નરને 27 રનની ભાગીદારી કરી પરંતુ 16મીિ ઓવરમાં કમિંસે કોલકાતાને પાંચમી સફળતા અપાવી દીધી. વિજય શંકર 7 રન બનાવી આઉટ થયો.

કોલકાતાની બેટિંગ
આ પહેલા કોલકાતાને રાહુલ ત્રિપાઠી અને શુભમન ગિલે સારી શરૂઆત અપાવી. બંનેએ પાવર પ્લેમાં 48 રન જોડ્યા, પરંતુ છઠ્ઠી ઓવરના અંતિમ બોલે ત્રિપાઠી બોલ્ડ થઈ ગયો. તેણે 23 રનના સ્કોર પર નટરાજને બોલ્ડ કર્યો. કોલકાતાએ પોતાના 50 રન 6.5 ઓવરમાં પૂરા કર્યા. ત્યારબાદ કોલકાતાને ગિલ અને નીતિશ રાણાએ સંભાળ્યું, બંનેએ પ્રથમ 10 ઓવરમાં સ્કોર 77 રન સુધી પહોંચાડ્યો. શુભમન ગિલ વધારે વિકેટ પર ટકી રહેવાનો ફાયદો ન ઉઠાવી શક્યો અને 12મી ઓવરમાં તેને રાશિદ ખાનની ઓવરમાં પોવેલિયન ભેગુ થવું પડ્યું. ગિલે 37 બોલમાં 36 રન બનાવ્યા. ત્યારબાદ નીતિશ રાણાનો પણ સંયમ તૂટ્યો અને તે મોટો શોટ રમવાના ચક્કરમાં રાશિદ ખાનને કેચ આપી બેઠો. નીતિશ 29 રન બનાવી આઉટ થઈ ગયો. આંદ્ર રસેલ પણ એકવાર ફરી ફ્લોપ રહ્યો અને 9 રન બનાવી આઉટ થઈ ગયો. ત્યારબાદ કાર્તિક અને કપ્તાન મોર્ગને માત્ર 27 બોલમાં અડધીસદીની ભાગીદારી કરી કોલકાતાને સારો સ્કોર અપાવ્યો. દિનેશ કાર્તિકે 14 બોલમાં અમનમ 29 રનની પારી રમી. ઓયન માર્ગને 23 બોલમાં 34 રન બનાવ્યા. બંનેએ 30 બોલમાં 58 રનની ભાગીદારી કરી.

પુરૂષ નથી, મહિલા છે આ વેટલિફ્ટર, એરપોર્ટ પર કોઈ માનવા તૈયાર નહીં, થયું ખુબ અપમાન

પુરૂષ નથી, મહિલા છે આ વેટલિફ્ટર, એરપોર્ટ પર કોઈ માનવા તૈયાર નહીં, થયું ખુબ અપમાન

કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ 11 - રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, નીતિશ રાણા, દિનેશ કાર્તિક, ઓયન મોર્ગન, આંદ્ર રસેલ, પેટ કમિંસ, શિવમ માવી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન અને વરૂણ ચક્રવર્તી.સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ 11 - ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, મનીષ પાંડે, કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ, વિજય શંકર, અબ્દુલ સમદ, રાશિદ ખાન, સંદીપ શર્મા, ટી નટરાજન અને બાસિલ થંપી.
Published by: kiran mehta
First published: October 18, 2020, 8:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading