SRH vs KKR: વોર્નર અને બેયરસ્ટોની તોફાની બેટિંગ, હૈદરાબાદની 9 વિકેટે શાનદાર જીત

અત્યાર સુધીમાં આ બંને ટીમ વચ્ચે આઈપીએલના ઈતિહાસમાં 16 વખત ટક્કર થઈ ચુકી છે, જેમાં 6 મેચમાં હૈદરાબાદની જીત તો 10 મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની જીત થઈ છે.

News18 Gujarati
Updated: April 21, 2019, 7:32 PM IST
SRH vs KKR: વોર્નર અને બેયરસ્ટોની તોફાની બેટિંગ, હૈદરાબાદની 9 વિકેટે શાનદાર જીત
અત્યાર સુધીમાં આ બંને ટીમ વચ્ચે આઈપીએલના ઈતિહાસમાં 16 વખત ટક્કર થઈ ચુકી છે, જેમાં 6 મેચમાં હૈદરાબાદની જીત તો 10 મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની જીત થઈ છે.
News18 Gujarati
Updated: April 21, 2019, 7:32 PM IST
આઈપીએલની 38મી મેચ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમવામાં આવી રહી છે. આ મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદના હોમગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ હૈદરાબાદમાં રમવામાં આવી રહ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી ફિલ્ડીંગ કરવાનો નિર્યણ લઈ કોલકાતા નાઈટ રાઈડર્સને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરી હાલ 20 ઓવરમાં 08 વિકેટના નુકશાને 159 રન બનાવ્યા. જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોની તોફાની અડધી સદીની મદદથી માત્ર 15 ઓવરમાં 01 વિકેટના નુકશાને 161 રન બનાવી શાનદાર રીતે 9 વિકેટે જીત મેળવી.

કોલકાતા - કોણ કેટલા રન બનાવી કેવી રીતે થયું આઉટ

સુનિલ નારન 08 બોલમાં 25 રન બનાવી ખલીલ અહમદની ઓવરમાં ક્લિન બોલ્ડ થયો

શુભમન ગિલ 04 બોલમાં 03 રન બનાવી ખલીલ અહમદની ઓવરમાં વિજય શંકરના હાથે કેચ આઉટ થયો.

નીતિશ રાણા 11 બોલમાં 11 રન બનાવી ભુવનેશ્વરકુમારની ઓવરમાં જોની બેયરસ્ટોના હાથે કેચ આઉટ થયો

દિનેશ કાર્તિક 04 બોલમાં 06 રન બનાવી શાહબાજ નદીમની ઓવરમાં રન આઉટ થયો.
Loading...

રિંકુ સિંગ 25 બોલમાં 30 રન બનાવી સંદિપ શર્માની ઓવરમાં રાશિદ ખાનના હાથે કેચ આઉટ

ક્રિશ લિન 47 બોલમાં 51 રન બનાવી ખલીલ અહમદની ઓવરમાં કેન વિલિયમ્સનના હાથે કેચ આઉટ

આંદ્રે રસેલ 09 બોલમાં 15 રન બનાવી ભુવનેશ્વર કુમારની ઓવરમાં રાશિદ ખાનના હાથે કેચ આઉટ થયો.

પિયુષ ચાવલા 08 બોલમાં 04 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં જોની બેયરસ્ટોના હાથે કેચ આઉટ થયો

હૈદરાબાદ - કોણે કેટલા રન આપી કેટલી વિકેટ લીધી

ભુવનેશ્વર કુમારે 04 ઓવરમાં 35 રન આપી 02 વિકેટ લીધી

શાહબાઝ નદીમે 04 ઓવરમાં 30 રન આપી એક પણ વિકેટ ન લીધી

ખલીલ અહમદે 04 ઓવરમાં 33 રન આપી 03 વિકેટ લીધી

સંદિપ શર્માએ 04 ઓવરમાં 37 રન આપી 01 વિકેટ લીધી

રાશિદ ખાને 04 ઓવરમાં 23 રન આપી 01 વિકેટ લીધી

હૈદરાબાદ - કોણ કેટલા રન બનાવી કેવી રીતે થયું આઉટ

ડેવિડ વોર્નર 38 બોલમાં 67 રન બનાવી યારા પૃથ્વીરાજની ઓવરમાં ક્લિન બોલ્ડ આઉટ થયો

જ્યારે જોની બેયરસ્ટો 43 બોલમાં 80 રન અને કેન વિલિયમ્સન 09 બોલમાં 08 રન બનાવી અણનમ રહ્યા હતા.

કોલકાતા - કોણે કેટલા રન આપી કેટલી વિકેટ લીધી

હૈરી ગર્નેએ 02 ઓવરમાં 16 રન બનાવી એક પણ વિકેટ ન લીધી

યારા પૃથ્વીરાજે 03 ઓવરમાં 29 રન આપી 01 વિકેટ લીધી

પિયુષ ચાવલાએ 03 ઓવરમાં 38 રન આપી એક પણ વિકેટ ન લીધી

સુનિલ નારને 04 ઓવરમાં 34 રન આપી એક પણ વિકેટ ન લીધી

કેસી કરિઅપ્પાએ 02 ઓવરમાં 34 રન આપી એક પણ વિકેટ ન લીધી

આંદ્રે રસેલે 01 ઓવરમાં 08 રન આપી એક પણ વિકેટ ન લીધી

કોલકાતા ટીમ
દિનેશ કાર્તિક(કપ્તાન), સુનિલ નરેન, આંદ્ર રસેલ, કાર્લોસ બ્રૈથવેટ, જો ડેનલી, લોકી ફર્ગ્યૂસન, ક્રિસ લિન, રોબિન ઉથપ્પા, હૈરી ગર્ને, કુલદીપ યાદવ, પિયૂષ ચાવલા, નીતિશ રાણા, સંદીપ વોરિયર, કેસી કરિયપ્પા, શુભમન ગિલ, શ્રીકાંત મુંડે, નિખિલ નાયક, પૃથ્વી રાજ અને પ્રસિદ્ધ કૃષ્ણ.

હૈદરાબાદ ટીમ
ભુવનેશ્વર કુમાર(કપ્તાન), કેન વિલિયમ્સન, ડેવિડ વોર્નર, અભિષેક શર્મા, જોની બેયરસ્ટો, ખલીલ અહમદ, રિકી ભુઈ, બાસિલ થમ્પી, શ્રીવત્સ ગોસ્વામી, માર્ટિન ગપ્ટિલ, દિપક હુડ્ડા, સિદ્ધાર્થ કૌલ, મોહમ્મદ નબી, શાહબાજ નદીમ, ટી. નટરાજન, મનીષ પાંડે, યૂસુફ પઠાણ, રાશિદ ખાન, ઋદ્ધિમાન સાહા, સંદીપ શર્મા, વિજય શંકર, શાકિબ અલ હસન અને બિલી સ્ટાનલેક.
First published: April 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...