ધોનીની કારકિર્દી વિશે ગાંગુલી સિલેક્ટરો સાથે 24 ઑક્ટોબરે ચર્ચા કરશે

News18 Gujarati
Updated: October 17, 2019, 9:16 AM IST
ધોનીની કારકિર્દી વિશે ગાંગુલી સિલેક્ટરો સાથે 24 ઑક્ટોબરે ચર્ચા કરશે
સૌરવ ગાંગુલીએ કહ્યુ કે, ધોનીની નિવૃત્તિ અંગે સિલેક્ટરો શું વિચારે છે તે જાણવા માંગું છું

સૌરવ ગાંગુલીએ કહ્યુ કે, ધોનીની નિવૃત્તિ અંગે સિલેક્ટરો શું વિચારે છે તે જાણવા માંગું છું

  • Share this:
કોલકાતા : બીસીસીઆઈના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ બુધવારે કહ્યુ કે, મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)ના ભવિષ્ય વિશે સિલેક્ટરો સાથે વાત કરશે. 24 ઑક્ટોબરે સિલેક્ટરો સાથે બેઠક થશે અને તેમનો મત જાણ્યા બાદ તેઓ પોતાન મત રજૂ કરશે. ગાંગુલીના અધ્યક્ષ બન્યાની અધિકૃત જાહેરાત 23 ઑક્ટોબરે કરવામાં આવશે. તેના એક દિવસ બાદ બાંગ્લાદેશ સાથે ટી-20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયા (Team India)ની જાહેરાત કરવામાં આવશે.

'સિલેક્ટરો શુ વિચાર છે તે જાણવા માંગું છું'

સૌરવ ગાંગુલઅી કોલકાતમાં બંગાળ ક્રિકેટ એસોસિએશન (Bengal Cricket Association)ની ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ કે, 24 તારીખે જ્યારે હું સિલેક્ટરોને મળીશ તો આ વિશે વાત કરીશ. હું જાણવા માંગું છું કે સિલેક્ટરો શું વિચારી રહ્યા છે. ત્યારબાદ હું પોતાનો મત રજૂ કરીશ.

ગાંગુલી ધોની સાથે પણ વાત કરશે

ધોનીના સંન્યાસ સાથે જોડાયેલા સવાલ પર ગાંગુલીએ કહ્યુ કે, તેઓ ધોની સાથે પણ વાત કરવા માંગશે. તેઓએ કહ્યુ કે, અમારે જોવાનું રહેશે કે ધોની શું ઈચ્છે છે. હું તેને પૂછવા માંગીશ કે તે શું ઈચ્છે છે અને શું નહીં. બાંગ્લાદેશની વિરુદ્ધ સીરીઝ માટે પહેલા ભારતીય ટીમની પસંદગી 21 ઑક્ટોબરે થવાની હતી. નોંધનીય છે કે, બાંગ્લાદેશની ટીમ ભારત પ્રવાસે આવી રહી છે અને અહીં 3 ટી-20 તથા બે ટેસ્ટ મેચ રમશે. આ સીરીઝ 3 નવેમ્બરથી શરૂ થશે.

ગાંગુલી 24 ઑક્ટોબરે કોહલીને પણ મળશેજ્યાર ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનને પૂછવામાં આવ્યું કે કોઈ ક્રિકેટર આટલો લાંબો બ્રેક લઈ શકે છે? તેની પર ગાંગુલીએ કહ્યુ કે, હું તે સમય નહોતો (જ્યારે ધોન બ્રેક પર ગયો). તેના કારણે મારી સિલેક્ટરો સાથેની પહેલી બેઠક 24 ઑક્ટોબરે થશે. બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા બાદ ગાંગુલી 24 ઑક્ટોબરે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પણ મળશે.

ધોનીએ કહ્યુ, મને પણ ગુસ્સો આવે છે

આ દરમિયાન ધોની બુધવારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં સામેલ થયો હતો. તેમાં તેણે કહ્યુ કે, તે પણ સામાન્ય માણસની જેમ વિચારે છે પરંતુ બસ નકારાત્મક વિચારો પર નિયંત્રણ રાખવાના મામલ. તે કોઈ અન્યની તુલનામાં સારો છે. ધોની વિશે કહેવામાં આવે છે કે તે ભાવનાઓને વ્યક્ત નથી કરતો પરંતુ ધોનીએ કહ્યુ કે, હું પણ સામાન્ય માણસ છું પરંતુ હું કોઈ અન્ય વ્યક્તિની તુલનામાં પોતાની ભાવનાઓ વધુ સારી રીતે કાબૂમાં રાખું છું. દરેકની જેમ હું પણ નિરાશા થાઉં છું. અનેકવાર મને પણ ગુસ્સો આવે છે. પરંતુ મહત્વપૂર્ણ એ છે કે તેમાંથી કોઈ પણ ભાવના નકારાત્મક નથી.

આ પણ વાંચો,

ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારત-પાકિસ્તાન ટકરાશે, આવો છે ICCનો પ્લાન!
BCCIના નવા બોસ ગાંગુલીના જીવન અને કારકિર્દી પર એક નજર
First published: October 17, 2019
વધુ વાંચો
अगली ख़बर