સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન, 'પહેલી નજરે જ હરભજન સિંહ સાથે પ્રેમ થઈ ગયો હતો!'

News18 Gujarati
Updated: December 29, 2019, 3:55 PM IST
સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન, 'પહેલી નજરે જ હરભજન સિંહ સાથે પ્રેમ થઈ ગયો હતો!'
સૌરવ ગાંગુલીએ હરભજન સિંહના પેટ ભરીને વખાણ કર્યા. (ફાઇલ તસવીર)

2001 કોલકાતા ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા સામે હરભજને જે રીતે જીત અપાવી તેથી હું તેના પ્રેમમાં પડી ગયો : સૌરવ ગાંગુલી

  • Share this:
નવી દિલ્હી : ટીમ ઈન્ડિયા (Team India)ના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના હાલના અધ્યક્ષ (BCCI President) સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ પોતાની કેપ્ટન્સીની કારકિર્દીમાં ઑસ્ટ્રેલિયા (Australia)ની વિરુદ્ધ 2001માં મળેલી ટેસ્ટ જીતનો સૌથી વધુ યાદગાર કિસ્સો જણાવ્યો છે. સૌરવ ગાંગુલીએ ત્યાં સુધી કહ્યું કે કોલકાતા (Kolkata)માં જે રીતે હરભજન સિંહ (Harbhajan Singh)એ જીત અપાવી, તેને જોઈ હરભજન સિંહ સાથે પહેલી નજરે પ્રેમ થઈ ગયો હતો.

હરભજનના ચમત્કારી પ્રદર્શન પર ગાંગુલી થયો ફિદા

સૌરવ ગાંગુલીએ ઈન્ડિયા ટુડે સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, કહે છે કે પહેલી નજરમાં પ્રેમ થવો. મેં જ્યારે હરભજન સિંહને ઈડનમાં બોલિંગ કરતા અને 13 વિકેટ ઝડપતાં જોયો તો તે એક ક્રિકેટર માટે પહેલી નજરમાં પ્રેમ જવો હતો કારણ કે મને લાગે છે કે આ ખેલાડી આગળ જતાં ભારતીય ક્રિકેટને બદલીને રાખી શકે છે.હરભજન સિંહે કોલકાતા ટેસ્ટમાં 8 વિકેટ ઝડપી હતી. (ફાઇલ તસવીર)


સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ઈડન ગાર્ડનની એ ટેસ્ટ મેચને રાહુલ દ્રવિડ અને હરભજન સિંહની ઐતિહાસિક ઇનિંગના કારણે યાદ કરવામાં આવે છે. પરંતુ હરભજન સિંહે તે મેચમાં ઝડપેલી 13 વિકેટ તેમને આજે પણ યાદ છે. નોંધનીય છે કે, કોલકાતામાં રમાયેલી તે ટેસ્ટ મેચમાં હરભજન સિંહે પહેલી ઇનિંગમાં 7 અને બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. ભારતે ફૉલોઑન થવા છતાંય કોલકાતા ટેસ્ટમાં 171 રનથી જીત મેળવી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ ચેન્નઇ ટેસ્ટમાં પણ ઑસ્ટ્રેલિયાને બે વિકેટે હરાવીને સીરીઝ 2-1થી જીતી લીધી હતી.
ટીમ ઈન્ડિયા કોલકાતા ટેસ્ટ 171 રને જીતી હતી. (ફાઇલ તસવીર)


ગાંગુલીની કેપ્ટન્સીમાં ચમક્યો ભજ્જી

39 વર્ષના હરભજન સિંહે વર્ષ 1999માં ડેબ્યૂ કર્યું હતું અને સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં તેણે ટીમ ઈન્ડિયાને અનેક મેચોમાં જીત અપાવી. ભજ્જીએ વનડેમાં 269, ટેસ્ટમાં 417 અને ટી20માં 25 વિકેટ ઝડપી છે. હરભજન સિંહે વર્ષ 2007માં વર્લ્ડ ટી20 અને 2011માં વર્લ્ડ કપ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. નોંધનીય છે કે, હરભજન સિંહ આઈપીએલમાં રમે છે અને તે ચેન્નઈ સુપરકિંગ્સનો હિસ્સો છે.

આ પણ વાંચો, ઈશાંત શર્માએ ધોનીની કેપ્ટન્સી પર સવાલ ઉઠાવ્યા, કહ્યું- વિરાટની કેપ્ટન્સીમાં મજા આવે છે!
First published: December 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading