સૌરવ ગાંગુલી ચૂંટાઈ શકે છે BCCIના નવા અધ્યક્ષ

News18 Gujarati
Updated: October 14, 2019, 7:40 AM IST
સૌરવ ગાંગુલી ચૂંટાઈ શકે છે BCCIના નવા અધ્યક્ષ
સૌરવ ગાંગુલીની ગણતરી દુનિયાના સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાં કરવામાં આવે છે. (PTI)

સૌરવ ગાંગુલી અને બૃજેશ પટેલ વચ્ચે જોરદાર ટક્કર માનવામાં આવી રહી હતી

  • Share this:
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ને બનાવી શકાય છે. તેઓ આ દોડમાં બૃજેશ પટેલથી આગળ ચાલી રહ્યા છે. સૌરવ ગાંગુલી BCCIના નવા અધ્યક્ષ બન્યા બાદ સર્વસંમતિના ઉમેદવાર તરીકે ઉભર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના દીકરા જય શાહ નવા સચિવ હશે અને અરુણ ધૂમલ નવા કોષાધ્યક્ષ હશે. અરુણ ધૂમલ BCCIના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરના ભાઈ છે. બીજી તરફ, આસામના દેબાજીત સૈકિયા સંયુક્ત સચિવ હોઈ શકે છે. ઉત્તર પૂર્વથી પહેલીવાર કોઈ વ્યક્તિને BCCIમાં આટલું મોટું પદ મળ્યું છે. 47 વર્ષીય ગાંગુલી હાલમાં ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળ (CAB)ના અધ્યક્ષ છે. જો તેઓ BCCIના નવા અધ્યક્ષ બને છે તો તેમને સપ્ટેમ્બર 2020 સુધી આ પદને સંભાળવું પડશે.

અને સપ્તાહની લૉબીઇંગ બાદ સધાઈ સહમતિ

BCCI અધ્યક્ષ બનવા માટે ગાંગુલ અને પટેલના નામ ચાલી રહ્યા હતા અને અનેક સપ્તાહની લૉબીઇંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમાં રવિવાર રાત્રે એન. શ્રીનિવાસન, અનુરાગ ઠાકુર અને રાજીવ શુક્લાની સાથે રાજ્યોના પ્રતિનિધિઓની બિનસત્તાવાર બેઠક આ નિર્ણય સુધી પહોંચી શકી છે.

'ચૂંટણી નહીં થાય'

સોમવારે નોમિનેશન દાખલ કરવામાં આવશે પરંતુ કોઈ ચૂંટણી નહીં થાય. આઈપીએલ ચેરમેન તથા ઉપાધ્યક્ષના પદ માટે વાત ચાલી રહી છે. ગાંગુલી અને બૃજેશની વચ્ચે અધ્યક્ષ પદ માટે જોરદાર ટક્કર માનવામાં આવી રહી હતી.

આ પણ વાંચો,દક્ષિણ આફ્રિકાને હરાવી ભારતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ઓસ્ટ્રેલિયાને રાખ્યું પાછળ
ક્રિકેટર મનીષ પાંડે આ ગ્લેમરસ અભિનેત્રી સાથે કરશે લગ્ન
First published: October 14, 2019
વધુ વાંચો
अगली ख़बर