કોલકાતાઃ હળવા હાર્ટ અટેકની અસર બાદ હૉસ્પિટલમાં દાખલ બીસીસીઆઇ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ની સારવાર કરી રહેલા ડૉક્ટર્સનું કહેવું છે કે તેમની હાલત સ્થિર છે. શનિવારે ગાંગુલીની હૃદયની ત્રણ નળીઓ બ્લોક હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ એક નળીમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું. ગાંગુલી જે ખાનગી હૉસ્પિટલમાં દાખલ છે ત્યાંથી હેલ્થ બુલેટિન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે ગાંગુલીની કોરોનરી એન્જિયોગ્રાફી રવિવાર બપોરે ત્રણ વાગ્યે કરવામાં આવી અને તેમની ઇકોકાર્ડિયોગ્રાફી સોમવારે ફરીથી કરાશે. આ ઉપરાંત જણાવવામાં આવ્યું કે ગાંગુલીનું બ્લડપ્રેશર 110/80 છે અને તેમના શરીરમાં ઓક્સિજનનું સ્તર 98 ટકા છે.
ડૉક્ટર્સે કહ્યું કે, ગાંગુલીની સ્થિતિને જોયા બાદ તેમની વધુ એક એન્જિયોપ્લાસ્ટી કરવા માટે નિર્ણય લેવામાં આવશે. હૉસ્પિટલની પ્રવક્તાએ એક સવાલના જવાબમાં કહ્યું કે મેડિકલ બોર્ડ સર્જરીના વિકલ્પ વિશે વિચારી નથી રહી. તેઓએ કહ્યું કે આગની સારવાર વિશે અમારી વિશેષજ્ઞ સમિતિ સોમવારે નિર્ણય લેશે. બુલેટિન અનુસાર 9 સભ્યોનું મેડિકલ બોર્ડ સોમવારે બેઠક કરશે અને ગાંગુલીના પરિવારના સભ્યોની સાથે આગળની સારવાર અંગે ચર્ચા કરશે. ગાંગુલીએ રાત્રે 10 વાગ્યે ભોજન લીધું હતું.
આ પણ વાંચો, હનીમૂનથી પરત આવવા માંગે છે યુજવેન્દ્ર ચહલ, પત્ની ધનશ્રીને કહ્યું- ‘ચલો ઘરે’
આ દરમિયાન, પૂર્વ ક્રિકેટ પ્લેયરના પ્રશંસકો હાથોમાં પોસ્ટર લઈને એકત્ર થયા હતા. તેમણે પોસ્ટરમાં સૌરવ ગાંગુલી વહેલી તકે સાજા થાય તે અંગેના સૂત્રો લખ્યા હતા. હૉસ્પિટલમાં સૌરવ ગાંગુલીનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો જે નેગેટિવ આવ્યો.
આ પણ વાંચો, Jioનો ખૂબ જ સસ્તો રિચાર્જ પ્લાન! 149 રૂપિયામાં મેળવો ફ્રી કૉલિંગ, 24GB ડેટા અને અનેક ફાયદા
રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સૌરવ ગાંગુલી સાથે વાત કરી અને તેમના હાલચાલ પૂછ્યા. PM મોદીએ પૂર્વ ક્રિકેટરની પત્ની ડોના ગાંગુલી સાથે પણ વાત કરી. વડાપ્રધાને ગાંગુલી જલ્દીથી સ્વસ્તય થવાની કામના પણ કરી.
Published by:Mrunal Bhojak
First published:January 04, 2021, 10:29 am