સૌરવ ગાંગુલીને હૉસ્પિટલમાંથી મળી રજા, કહ્યુ- 'હું સ્વસ્થ છું, ટૂંક સમયમાં વાપસી કરીશ'

સૌરવ ગાંગુલીને હૉસ્પિટલમાંથી મળી રજા, કહ્યુ- 'હું સ્વસ્થ છું, ટૂંક સમયમાં વાપસી કરીશ'
સૌરવ ગાંગુલીએ ડિસ્ચાર્જ થયા બાદ હૉસ્પિટલ અને ડૉક્ટરોનો માન્યો આભાર. (Photo: ANI)

Sourav Ganguly Health Update: સૌરવ ગાંગુલીએ ડિસ્ચાર્જ થયા બાદ હૉસ્પિટલ અને ડૉક્ટરોનો માન્યો આભાર

 • Share this:
  કોલકાતાઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ અને ટીમ ઈન્ડિયા (Team India)ના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ની સ્થિતિ સ્થિર છે. આજે તેમને વુડલેન્સ્ન હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ મીડિયા સાથે વાત કરતાં સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હું હૉસ્પિટલના ડૉક્ટરોની મારી સારવાર કરવા બદલ આભાર વ્યક્ત કરું છું. હું બિલકુલ સ્વસ્થ છું. ગાંગુલીએ આ ઉપરાંત કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં વાપસી કરશે.

  ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે હળવો હાર્ટ અટેક આવ્યા બાદ સૌરવ ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હૉસ્પિટલના પ્રતિનિધિએ જણાવ્યું કે ગાંગુલીને બુધવારે ડિસ્ચાર્જ કરવાના હતા પરંતુ તેઓએ અહીં એક દિવસ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.  ડૉક્ટરોએ કહ્યું, ગાંગુલી હવે બિલકુલ ફિટ છે

  વુડલેન્ડ્સ હૉસ્પિટલના પ્રબંધ નિદેશક અને સીઇઓ ડૉ. રૂપાલી બસુએ બુધવારે જણાવ્યું હતું કે, ગાંગુલી ક્લિનિકલી ફિટ છે. તેઓએ સારી ઊંઘ લીધી અને ખાવાનું પણ માન્યું. તેઓ વધુ એક દિવસ હૉસ્પિટલમાં રહેવા માંગે છે. તેથી હવે તેઓ ગુરુવારે ઘરે જશે. આ તેમનો અંગત નિર્ણય છે. હૉસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે ગાંગુલીને હૉસ્પિટલથી રજા આપવાની ઔપચારિકતા પૂરી કરવામાં આવી ચૂકી છે અને તમને અને તેમના પરિવારના સભ્યોને તેમની દવાઓની જાણકરી આપવામાં આવી છે જે ઘરે પહોંચ્યા બાદ તેમણે લેવાની છે.

  આ પણ વાંચો, કોરોના સંક્રમિત પતિએ મરતાં પહેલા પત્નીને લખ્યો લવ લેટર, કહ્યું- તું હંમેશા ખુશ રહેજે 

  હૉસ્પિટલના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, તેઓ ઠીક છે, તેમને છાતીમાં દુખાવો કે અન્ય કોઈ જટિલતા નથી. અમારા ડૉક્ટરોની ટીમ સતત તેમની તબિયત પર નજર રાખી રહ્યા છે. હૉસ્પિટલના ડૉક્ટર ઘરે જ તેમની સ્વાસ્થ્યન પર નજર રાખશે. સૂત્રોએ જણાવ્યું કે ગાંગુલી ઈચ્છે છે કે હૉસ્પિટલ અને તેમના બેહાલા સ્થિત નિવાસ પર સમર્થકોની ભીડ જમા ન થાય.

  આ પણ જુઓ, જૈસલમેરમાં ક્રિતી સેનને માણી બુલેટ રાઇડ, પ્રશંસકોની સાથે શૅર કર્યો વીડિયો

  ગત શનિવારે ગાંગુલીના રિપોર્ટમાં હૃદય સંબંધિત ટ્રિપલ વેસલ ડીસીઝ હોવાનું સામે આવ્યું હતું. તેમની હૃદયની ત્રણ કોરોનરી ધમનીઓમાં અવરોધ થઈ ગયો છે. તેમની બીજી એન્જિયોપ્લાસ્ટી બાદમાં થવાની શક્યતા છે.
  Published by:Mrunal Bhojak
  First published:January 07, 2021, 11:27 am

  ટૉપ ન્યૂઝ