મુંબઈ : અમ્પાયરની એક ચૂક અને એક ટીમની હાર અને બીજી ટીમની જીત નક્કી. આઈપીએલ 2019 (IPL 2019) સીઝનમાં કંઈક એવું જ જોવા મળ્યું હતું. ટૂર્નામેન્ટ દરમિયાન મેદાનમાં ઊભેલા અમ્પાયરોએ અનેક પ્રસંગે નૉ બૉલ મિસ કર્યા જેના કારણે એક ટીમને હારનો સામનો કરવો પડ્યો. અમ્પાયરોની આ ભૂલના કારણે ઘણો વિવાદ પણ થયો પરંતુ હવે બીસસીઆઈ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav ganguly)એ આ ભૂલને રોકવા માટે મન બનાવી લીધું છે.
નૉ બૉલ આપવા માટે સ્પેશલ અમ્પાયર
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટૂંક સમયમાં આઈપીએલમાં નૉ બૉલ (IPL No Ball) માટે એક સ્પેશલ અમ્પાયર નિયુક્ત કરી શકાય છે. મુંબઈમાં મળેલી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નૉ બૉલના મુદ્દે ચર્ચા થઈ અને ત્યારબાદ સૌરવ ગાંગુલીએ તેને ધ્યાને લઈ એક મહત્વનો નિર્ણય લીધો. રિપોર્ટ મુજબ, સૌરવ ગાંગુલીએ એજીએમ (BCCI AGM)દરમિયાન નિર્ણય લીધો કે ફ્રન્ટ ફુટ નૉ બૉલ પર સતત થર્ડ અમ્પાયર (Third Umpire) નજર રાખશે. બીસીસીઆઈએ એ પણ નિર્ણય લીધો છે કે ટૂંક સમયમાં આઈપીએલમાં માત્ર નૉ બૉલ પર નજર રાખવા માટે વધુ એક અમ્પાયર રાખવામાં આવશે.
આઈપીએલ મેચોમાં હશે 5 અમ્પાયર!
આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના એક સીનિયર મેમ્બરે જાણકારી આપી કે જો બધું બરાબર રહ્યું તો આઈપીએલની આગામી સીઝનથી નૉ બૉલ પર નજર રાખવા માટે સ્પેશલ અમ્પાયરને નિયુક્ત કરવામાં આવી શકે છે. આ અમ્પાયર ચાર અમ્પાયરોથી અલગ હશે, જેનું કામ માત્ર ફ્રન્ટ ફુટ નૉ બૉલ પર નજર રાખવાનું હશે. આઈપીએલમાં આ પ્રકારના નિર્ણયને લાગુ કરવા માટે બીસીસીઆઈએ તેનું પરીક્ષણ પણ કર્યું છે. અહેવાલોનું માનીએ તો ભારત-બાંગ્લાદેશની વચ્ચે રમાયેલી ડે-નાઇટ મેચ દરમિયાન એક અમ્પાયરને માત્ર નૉ-બૉલ પર નજર રાખવા માટે નિયુક્ત કરી કરવામાં આવ્યા હતા. સૌરવ ગાંગુલીનું આ પરીક્ષણ સફળ પણ રહ્યું. કદાચ તેના કારણે જ તેઓ હવે તેને આઈપીએલમાં લાગુ કરાવવા માટે તૈયાર દેખાઈ રહ્યું છે.
નોંધનીય છે કે, આઈપીએલના પાછલી સીઝનમાં મુંબઈ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર તથા મુંબઈ અને ચેન્નઈ વચ્ચેની મેચ દરમિયાન અમ્પાયરોથો મોટી ચૂક થઈ હતી. બંને મુકાબલાઓમાં અમ્પાયરોએ ફ્રન્ટ ફુટ નૉ બૉલ નહોતા આપ્યા જેના કારણે બેંગલોર અને ચેન્નઈને હારનો સામનો કરવો પડ્યો હતો.