...તો દિલ્હીનો આ ક્રિકેટર હતો એશિઝમાં ફિક્સિંગનો માસ્ટરમાઈન્ડ!

સોબર્સે જુનિયર ક્રિકેટમાં હિમાચલ પ્રદેશ અને દિલ્હીનું પ્રતિનિધિત્વ કરેલું છે...

સોબર્સે જુનિયર ક્રિકેટમાં હિમાચલ પ્રદેશ અને દિલ્હીનું પ્રતિનિધિત્વ કરેલું છે...

  • Share this:
ક્રિકેટમાં મેચ ફિક્સિંગનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. જોકે, એશિઝ સીરિઝના પર્થ ટેસ્ટ મેચ પહેલા ઈંગ્લેન્ડના પ્રખ્યાત ટેબલોયડ સમાચારપત્ર 'ધ સન'એ ખુલાસો કરતા દાવો કર્યો કે, તેમની પાસે બે ભારતીય બુકી સોબર્સ જોબન અને પ્રિયાંક સક્સેના આવ્યા હતા, જે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ એશિઝ સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ મેચને દોઢ કરોડમાં ફિક્સ કરાવવાની વાત કરી રહ્યા હતા, જ્યારે તેમણે આઈપીએલ અને બિગ બેશ લીગ મેચને પણ ફિક્સ કરાવવાની વાત કરી હતી.

આ ખુલાસા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી અધિકારી જેમ્સ સદરલેંડે પર્થ ટેસ્ટ પર સ્પોર્ટ ફિક્સિંગની સંભાવનાની ના પાડતા કહ્યું કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ફિક્સિંગ મુદ્દે આસીસીને પૂરો સહયોગ આપશે.

મેચ ફિક્સિંગના મામલામાં સોબર્સ જોબન ખુબ ચર્ચાસ્પદ નામ છે, જેણે જુનિયર ક્રિકેટમાં હિમાચલ પ્રદેશ અને દિલ્હીનું પ્રતિનિધિત્વ કરેલું છે. જ્યારે સોબર્સના પિતા બલજીતસિંહ જોબન દિલ્હીના વિકાસપુરીમાં લાલ બહાદુર શાસ્ત્રી ક્રિકેટ કોચિંગ સેન્ટર ચલાવતા હતા. આ ખુલાસા બાદ બલજીતે પોતાના પુત્ર પર લગાવવામાં આવેલ આરોપોને ફગાવતા જણાવ્યું કે, 'તે મેચ ફિક્સિંગ કરવામાં સક્ષમ છે જ નહીં, જો તપાસમાં તે દોષીત સાબિત થાય તો, તેને ફાંસી પર લટકાવી દો'.

31 વર્ષીય સોબર્સ જોબનનો જન્મ હિમાચલ પ્રદેશના ચંબામાં થયો છે. તેણે અંડર-19 અને અંડર-22 લેવલનું ક્રિકેટ હિમાચલ અને દિલ્હી માટે રમ્યું છે.
First published: