નવી દિલ્હી. ભારતીય મહિલા ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના (Smriti Madhana) શાનદાર બેટિંગ માટે જાણીતી છે. પરંતુ શનિવારે વૂસ્ટરમાં ઈંગ્લેન્ડની વિરુદ્ધ રમાયેલી ત્રીજી વનડે (India Women vs England Women, 3rd ODI)માં તેણે પોતાની ગજબની ફીલ્ડિંગથી તમામ લોકોના દિલ જીતી લીધા. સ્મૃતિ મંધાનાએ ઈંગ્લેન્ડની ઇનિંગની 38મી ઓવરમાં નૈટલી સિવર (Natalie Sciver)નો કેચ પકડ્યો. મંધાનાએ જે અંદાજમાં કેચ પકડવા માટે ડાઇવ લગાવી (Smriti Mandhana Catch) તેને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ છે. સ્મૃતિ મંધાનાની આ જોરદાર કેચના કારણે સિવર અડધીસદી ચૂકી ગઈ અને તે 59 બોલમાં 49 રન કરીને પેવેલિયન પરત ફરી.
સ્મૃતિ મંધાનાએ સિવરનો જોરદાર કેચ દીપ્તિ શર્માની ઓવરમાં પકડ્યો. 38મી ઓવર ફેંકી રહેલી દીપ્તિ શર્માના ત્રીજા બોલ પર સિવરે હવામાં શોટ માર્યો. તેણે મિડવિકટ એરિયામાં ઊંચો શોટ માર્યો. એવું લાગી રહ્યું હતું કે બોલ સરળતાથી બાઉન્ડ્રી બહાર જતો રહેશે. પરંતુ એવું થયું નહીં. સ્ક્વેર લેગ પર ફિલ્ડિંગ કરી રહેલી સ્મૃતિ પોતાની ડાબી તરફ દોડીને તેણે જોરદાર ડાઇવ લગાવીને કેચ ઝડપી લીધો. મંધાનાના આ કેચે ઈંગ્લેન્ડને મોટો સ્કોર કરતાં રોકી દીધી.
નોંધનીય છે કે, ઈંગ્લેન્ડ (England)એ 47 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 219 રન કર્યા હતા અને ભારતને 220 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ નતાલીએ 49 અને એચ. નાઇટે 46 રન કર્યા હતા. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આ ટાર્ગેટને 46.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને પાર કરી દીધો. ભારત તરફથી સૌથી વધુ રન મિતાલી રાજે (અણનમ 75 રન) કર્યા. બીજી તરફ, સ્મૃતિ મંધાનાએ 49 રનની ઇનિંગ રમી. તે સારા ગ્લેનના હાથે કેચ આઉટ થઈ. ભારતે આ મેચ 4 વિકેટથી પોતાના નામે કરી દીધી.
લવ કે અરેન્જ મેરેજના સવાલ પર શું બોલી સ્મર્તિ મંધાના?
સોશિયલ મીડિયા પર એક યૂઝરે સ્મૃતિ મંધાનાને સવાલ કર્યો હતો કે તે લવ મેરેજ કરશે કે અરેન્જ મેરેજ? તેની પર સ્મૃતિએ જોરદાર જવાબ આપ્યો. મંધાનાએ યૂઝરને કહ્યું કે, તે લવ-અરેન્ડ કરશે. મતલબ કે મંધાના પ્રેમ કરશે અને બાદમાં બંને પરિવારોને મનાવીને અરેન્જ મેરેજ કરશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર