Cricket News: ટેસ્ટ અને વનડેમાં બેટથી ધમાલ મચાવનાર શુભમન ગિલ હજુ પણ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં રન માટે સંઘર્ષ કરતો જોવા મળે છે. તમે આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે, તેણે ભારતીય ટીમ માટે કુલ ચાર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેણે ચાર ઇનિંગ્સમાં 16.25ની એવરેજથી માત્ર 65 રન જ કર્યા છે.
નવી દિલ્હીઃ હાલમાં ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ જોડાયા છે. પરંતુ યુવા ખેલાડી જેણે લોકોને સૌથી વધુ પ્રભાવિત કર્યા છે તે છે, 23 વર્ષીય યુવા ઓપનર શુભમન ગિલ. ગિલે બહુ ઓછા સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટું નામ બનાવી દીધું છે. નાની ઉંમરમાં તેણે ભારતીય ટીમને ઘણી મેચો પોતાના દમ પર જીતાડી છે. ગિલનું શાનદાર પ્રદર્શન જોઈને લોકો તેના પર ગર્વ અનુભવી રહ્યા છે અને તેને ભારતનું ભવિષ્ય ગણાવી રહ્યા છે.
ગિલનો T20માં રન માટે સંઘર્ષ
ટેસ્ટ અને વનડેમાં બેટથી ધમાલ મચાવનાર શુભમન ગિલ હજુ પણ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં રન માટે સંઘર્ષ કરતો જોવા મળે છે. તમે આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે, તેણે ભારતીય ટીમ માટે કુલ ચાર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેના બેટમાંથી ચાર ઇનિંગ્સમાં 16.25ની એવરેજથી માત્ર 65 રન જ આવ્યાં છે. ટી20 ફોર્મેટમાં ગિલનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 46 રન છે.
ટી-20 ઉપરાંત ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં ગિલનું બેટ જોરદાર દોડ્યું છે. તેણે ભારતીય ટીમ માટે 13 ટેસ્ટ મેચ રમીને 25 ઇનિંગ્સમાં 32.0ની એવરેજથી 736 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેની એક સદી અને ચાર અર્ધસદી છે.
ODI ફોર્મેટની વાત કરીએ તો, અહીં તેણે પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાને દિવાના બનાવી દીધા છે. ગિલે ભારતીય ટીમ માટે વનડેમાં કુલ 21 મેચ રમી છે. આ દરમિયાન તેના બેટમાંથી 21 ઇનિંગ્સમાં 73.76ની એવરેજથી 1254 રન થયા છે. વનડેમાં તેની ચાર સદી, એક બેવડી સદી અને પાંચ અર્ધસદી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર