શ્રેયસ અય્યરે ખાધું આગવાળું પાન, પછી તેનો થયો આવો હાલ!

News18 Gujarati
Updated: May 27, 2019, 11:33 AM IST
શ્રેયસ અય્યરે ખાધું આગવાળું પાન, પછી તેનો થયો આવો હાલ!
શ્રેયસ અય્યર

વીડિયોની સાથે શ્રેયસે લખ્યું, 'અત્યાર સુધીનું સૌથી ખરાબ પાન... તેણે મારી બોલતી બંધ કરી દીધી.'

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : મુંબઈના ક્રિકેટર અને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યર હાલ મુંબઈ ટી20 લીગમાં રમી રહ્યો છે. સાથોસાથ તે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટના કારણે પણ ઘણો ચર્ચામાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર ઘણી મજેદાર પોસ્ટ કરે છે. આ દરમિયાન રવિવારે તેણે પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં એક પાનની દુકાન પર આગવાળું પાન ખાઈ રહ્યો છે. જોકે, આ પાન ખાધા બાદ તેના ચહેરા પર જે હાવભાવ હતા તેનાથી જાણવા મળે કે તેને આ પાન કેવું લાગ્યું. જોકે, તેણે કેપ્ટન લખી પોતાનો મત પણ આપ્યો છે.

વીડિયોની સાથે શ્રેયસે લખ્યું, 'અત્યાર સુધીનું સૌથી ખરાબ પાન... તેણે મારી બોલતી બંધ કરી દીધી.' વીડિયો દરમિયાન તેના એક મિત્રનો અવાજ પણ સાંભળી શકાય છે જેમાં તે શ્રેયસને પાનના ટેસ્ટ વિશે પૂછી રહ્યો છે. પરંતુ તેને આગવાળા પાનનો ટેસ્ટ બિલકુલ પસંદ નથી આવ્યો અને તેણે સવાલ ટાળી દીધો.
 View this post on Instagram
 

The worst pan ever😆 Which made me speechless 😶


A post shared by Shreyas Iyer (@shreyas41) on


શ્રેયસ થોડા દિવસો પહેલા આઈપીએલ 2019માં દિલ્હી કેપિટલ્સના રૂપમાં જોવા મળ્યો હતો. તેની કેપ્ટન્સીમાં દિલ્હીએ 7 વર્ષમાં સૌથી સારું પ્રદર્શન કર્યું હતું. ટીમ આઈપીએલ 2019માં ત્રીજા નંબરે રહી હતી. ચેન્નઈ સુપરકિંગ્સ સામે હાર્યા બાદ દિલ્હી કેપિટલ્સ પ્લેઓફથી બહાર થઈ ગઈ હતી.

દિલ્હીએ લીગ સ્ટેજમાં 14માંથી 9 મેચ જીતી હતી અને 18 પોઇન્ટની સાથે તે ચેન્નઈ સુપરકિંગ્સ તથા મુંબઈ ઈન્ડિયન્સની બરાબર હતી. પરંતુ નેટ રનરેટના કારણે તે ત્રીજા સ્થાને રહી હતી. તેને કારણે તેને પ્લેઓફમાં એલિમિનેટર મેચ રમવી પડી હતી. તેમાં તેણે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.

શ્રેયસ અય્યરે આઈપીએલ 2019માં 16 મેચોમાં 30.86ની સરેરાશથી 463 રન ફટકાર્યા. આ દરમિયાન સર્વોચ્ચ સ્કોર 67 રન રહ્યો. તેણે ત્રણ અડધી સદી ફટકારી. સાથોસાથ તેણે 41 ફોર અને 13 સિક્સર મારી.
First published: May 27, 2019, 11:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading