ટીમ ઈન્ડિયા માટે મોટો આંચકો, ત્રણ સપ્તાહ માટે બહાર થયો શિખર ધવન

ઓસ્ટ્રેલિયાની મેચ દરમિયાન ધવનના ડાબા અંગૂઠા પર બોલ વાગ્યો હતો

News18 Gujarati
Updated: June 11, 2019, 2:38 PM IST
ટીમ ઈન્ડિયા માટે મોટો આંચકો, ત્રણ સપ્તાહ માટે બહાર થયો શિખર ધવન
ધવને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ 117 રનોની યાદગાર ઇનિંગ રમી.
News18 Gujarati
Updated: June 11, 2019, 2:38 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમને મોટો આંચકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધની મેચમાં શાનદાર સદી ફટકારનારા ઓપનર શિખર ધવન અંગૂઠાની ઈજાના કારણે ત્રણ સપ્તાહ સુધી ક્રિકેટ નહીં રમી શકે. ધવનના ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી.

કેવી રીતે થઈ ઈજા?

ધવનને ફાસ્ટ બોલર નાથન કુલ્ટર નાઇલના ઉછળતા બોલથી ઈજા થઈ. તે ઈજા થઈ હોવા છતાંય બેટિંગ કરતો રહ્યો. બાદમાં તકેદારી રૂપે ઓસ્ટ્રેલિયન ઇનિંગ દરમિયાન ફીલ્ડિંગ કરવા નહોતો આવ્યો. તેના સ્થાને રવિન્દ્ર જાડેજાએ ફીલ્ડિંગ કરી.

પંતને મળી શકે છે તક

ટીમ ઈન્ડિયામાં હવે શિખર ધવનના સ્થાને પંત પણ ઓપનિંગની જવાબદારી સંભાળી શકે છે. પંત રિઝર્વ પ્લેયર્સમાં સામેલ છે. પંતે એટલા માટે પણ વિરાટની પસંદ હોઈ શકે છે કારણ કે પંત આક્રમક બેટિંગ માટે જાણીતો છે અને તેનું હાલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આમ પણ વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં પંતને સામેલ ન કરાતાં પૂર્વ ક્રિકેટરોએ તેની ટીકા કરી હતી.

વિરાટ સામે મોટો પડકાર
Loading...

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની સામે હવે સૌથી મોટો પડકાર ધવનના વિકલ્પને લઈને છે. આમ તો ટીમની પાસે કેએલ રાહુલ અને દિનેશ કાર્તિક જેવા બેટ્સમેન છે. કેએલ રાહુલ હાલ ચોથા નંબર પર બેટિંગ કરી રહ્યો છે. પરંતુ ઓપનર તરીકે ટીમ માટે મેદાનમાં ઉતરી રહ્યો છે. બીજી તરફ, દિનેશ કાર્તિક રિઝર્વ વિકેટકિપર તરીકે ટીમની સાથે છે. એવામાં તે પણ આ જવાબદારી સંભાળી શકે છે.

Photo-AP


ધવને ફટકારી કારકિર્દીની 17મી સદી

ધવને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ 117 રનોની ઇનિંગ જાહેર કરી. તેઓએ આઈસીસી ટૂર્નામેન્ટમાં પોતાના સારા પ્રદર્શનનું પુનરાવર્તન કર્યુ. ધવને આઈસીસી ટૂર્નામેન્ટમાં છઠ્ઠી સદી ફટકારી. ધવને વર્લ્ડ કપમાં ત્રીજી સદી મારી. ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ધવને ચોથી સદી ફટકારી તેની સાથે જ તેણે ઈંગ્લેન્ડની જમીન ઉપર પણ ચોથી સદી કરી.

આ પણ વાંચો, હવે ન્યૂઝીલેન્ડને હરાવવાનું લક્ષ્યાંક, આવો છે ભારતીય ટીમનો કાર્યક્રમ

આઈસીસી ટૂર્નામેન્ટમાં ધવન 'શિખર' પર

છેલ્લા 6 વર્ષમાં બે વાર ઈંગ્લેન્ડમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થયું છે અને દરેક સ્થળે ધવને સારું પ્રદર્શન કર્યુ છે. વર્ષ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેણે પાંચ મેચોમાં 90.75ના સરેરાશથી 358 રન બનાવ્યા હતા. વર્ષ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેઓએ પાંચ મેચોમાં 67.60ની સરેરાશથી 338 રન બનાવ્યા હતા.
First published: June 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...