રમત-જગત

  • associate partner

IPL 2020: ધમાકેદાર સદી બાદ કંગના રનૌટના ગીત પર જોરદાર નાચ્યો શિખર ધવન, વીડિયો થયો વાયરલ

News18 Gujarati
Updated: October 18, 2020, 10:57 AM IST
IPL 2020: ધમાકેદાર સદી બાદ કંગના રનૌટના ગીત પર જોરદાર નાચ્યો શિખર ધવન, વીડિયો થયો વાયરલ
શિખર ધવનનો ડાન્સ (Photo: @SDhawan25)

ચેન્નઈ સુપર કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સની રોમાંચક જીત બાદ શિખર ધવને મેદાન બહાર કરી જોરદાર ઉજવણી

  • Share this:
નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)નો ઓપનર શિખર ધવન (Shikhar Dhawan) મેદાન પર એકવાર પણ ઉજવણી કરવાની તક નથી છોડતો. કેચ પકડવાથી લઈને સદી ફટકારતા કે જીત, દરેક પ્રસંગે તેનું ટ્રેડ માર્ક સેલિબ્રેશન જોવા મળે છે. દરેક નાના-મોટા કારનારા પર તે તાલ-ઠોકે છે. જેથી મેદાન પર કેમેરાની નજર દરેક સમયે ધવન પર ટકેલી રહે છે. શનિવારે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની વિરુદ્ધ ધમાકેદાર જીત બાદ ધવને મેદાનની બહાર ખૂબ ઉજવણી કરી. તે કંગના રનૌટના ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો. તેનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં શું છે?

લગભગ 40 સેકન્ડનો આ વીડિયો આપને પણ નાચવા મજબૂર કરી દેશે. બેક ગ્રાઉન્ડમાં ગીત ચાલી રહ્યું છે તનુ વેડ્સ મનુનું ગીત જેના બોલ છે- કદી સાડી ગલી ભુલ કે વિ આયા કરો જી...કદી સાડી ગલી...એ જ ગીત જેમાં લગ્ન પ્રસંગે એક્ટ્રેસ કંગના રનૌટ ડાન્સ કરી રહી છે. શિખર ધવન આ ગીત પર ભાંગડા કરી રહ્યો છે. સાથોસાથ દિલ્હીની ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યરની સાથોસાથ તમામ ખેલાડી પણ ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. ધવન તો ડાન્સ કરતાં-કરતાં જમીન પર લઈ ગયો. અનેક ખેલાડી તો ખુરીશ પર ચઢીને ડાન્સ કરી રહ્યા હતા.
View this post on Instagram

Kadi saadi gali mudke vi aaya karo 😅 #ReelKaroFeelKaro #ReelItFeelIt


A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on
આ પણ વાંચો, DC Vs CSK: 6 બોલ પર જીત માટે કરવાના હતા 17 રન, અક્ષર પટેલે ઠોકી દીધી 3 સિક્સર

વીડિયો થયો વાયરલ

આ વીડિયો શિખર ધવને પોતે જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. તેનો આ વીડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દરેક વ્યક્તિ તેના ડાન્સના દીવાના થઈ રહ્યા છે. અત્યાર સુધી આ વીડિયો પર હજારો કોમેન્ટ આવી ચૂકી છે.

આ પણ વાંચો, વીજળીના હાઇટેન્શન વાયરને લટકીને રિપેરિંગ કરી રહેલા લાઇનમેનનો વીડિયો વાયરલ, આનંદ મહિન્દ્રાએ કર્યા વંદન

CSK સામે ધવનની ધમાકેદાર સદી

શિખર ધવને માત્ર 58 બોલમાં 101 રનની તોફાની ઇનિંગ રમી. ખાસ વાત એ રહી કે ધવન છેલ્લી ઓવર સુધી ટકેલો રહ્યો અને દિલ્હીની જીત પાકી કરી દીધી. 13 વર્ષમાં આ પહેલા પ્રસંગ હતો જ્યારે ધવને આઇપીએલમાં કોઈ સદી ફટકારી હોય. બીજી તરફ આ જીત બાદ દિલ્હી કેપિટલ્સની ટીમ પોઇન્ટ ટેબલમાં ફરી ટૉપ પહોંચી ગઈ છે.
Published by: Mrunal Bhojak
First published: October 18, 2020, 10:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading