શાહિદ આફ્રિદીનું જુઠાણું : 23 વર્ષ સુધી દુનિયાને છેતરતો રહ્યો!

શાહિદ આફ્રિદી (ફાઈલ ફોટો)

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ તેની આત્મકથા 'ગેમ ચેન્જર'માં તેની સાચી ઉંમરનો ખુલાસો કર્યો છે.

 • Share this:
  પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ તેની આત્મકથા 'ગેમ ચેન્જર'માં તેની સાચી ઉંમરનો ખુલાસો કર્યો છે. આ આત્મકથા અનુસાર તેનો જન્મ 1975 થયો છે. જ્યારે સત્તાવાર રેકોર્ડ પ્રમાણે તેમનો જન્મ 1 માર્ચ 1980 છે. જેનો સીધો મતલબ એ છે કે આફ્રિદીએ 1996માં નૈરોબીમાં શ્રીલંકા વિરુદ્ધ 37 બોલમાં સૌથી ફાસ્ટ સેન્ચૂરી નોંધાવવાનો રેકોર્ડ કર્યો હતો તે સમયે તેની ઉમર 16 ની નહિ પરંતુ 20-21 વર્ષ હશે.

  આફ્રિદી આ સીરીઝ પછી નૈરોબીથી વેસ્ટઈન્ડિઝ પહોંચ્યા હતા. અહીં તેમણે પાકિસ્તાન માટે અંડર-19 સીરીઝ રમી. જ્યારે હકીકતમાં તે સમયે તે અંડર-19 ખેલાડી નહતા. આફ્રિદીએ નિવૃતિ લીધી તેને ઘણો સમય થઈ ગયો છે પરંતુ પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ના આ સત્રમાં તેણે મુલ્તાન સુલ્તાંસ માટે 8 મેચ રમીને 10 વિકેટ લીધી. તેની આત્મકથા પ્રમાણે તેણે 43 અથવા 44ની ઉંમરમાં આ પ્રદર્શન કર્યું હતું.

  'ગેમ ચેન્જર' અનુસાર આફ્રિદીનો જન્મ 1975માં થયો હતો. તેણે 2010માં અચાનક ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી ત્યારે તે 34-35 વર્ષના હતા. 4 વર્ષ પછી તેણે ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી હતી. વળી, 2016માં પાકિસ્તાન માટે છેલ્લી ટી-20 રમતી વખતે તેની ઉમર 36ની નહિ કિન્તુ 41ની હોવી જોઈએ.
  Published by:kiran mehta
  First published: