Home /News /sport /આફ્રિદીનો ખુલાસો- સચિનના બેટથી ફટકારી હતી સૌથી ઝડપી સદી

આફ્રિદીનો ખુલાસો- સચિનના બેટથી ફટકારી હતી સૌથી ઝડપી સદી

આફ્રિદીએ સચિનના બેટથી ફટકારી હતી 37 બોલમાં સદી, રાત્રે જોયું હતું સિક્સર મારવાનું સપનું

આફ્રિદીએ સચિનના બેટથી ફટકારી હતી 37 બોલમાં સદી, રાત્રે જોયું હતું સિક્સર મારવાનું સપનું

  પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ 1996માં શ્રીલંકાની વિરુદ્ધ 37 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો. તેણે આ કારનામું ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના બેટથી કર્યું હતું. આફ્રિદીએ પોતાના પુસ્તક ગેમ ચેન્જરમાં આ વાતનો ખુલાસો કર્યો છે. મૂળે, સચિન પોતાના બેટ જેવું જ એક બેટ બનાવવા માંગતો હતો. તેના માટે તેણે પોતાનું બેટ વકાર યૂનુસને આપ્યું અને સિયાલકોટથી આવું જ એક બેટ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી.

  આફ્રિદીએ લખ્યું કે, પરંતુ વિચારો વકારે બેટ સિયાલકોટ લઈ જતાં પહેલા શું કર્યું? તેણે બેટિંગ માટે જતાં પહેલા આ બેટ મને આપ્યું. તો નૈરોબીમાં શ્રીલંકાની વિરુદ્ધ શાહિદ આફ્રિદીએ સચિનના બેટથી પહેલસી સદી ફટકારી.

  ઉલ્લેખનીય છે કે, શાહિદ આફ્રિદીએ પોતાની બીજી વનડેમાં જ સેન્ચુરી કરી હતી. આ ઇનિંગમાં તેણે 11 સિક્સર અને 6 ફોર મારતાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. આ ઇનિંગમાં તેની સ્ટ્રાઇક રેઠ 255ની હતી. પહેલી વનડેમાં આફ્રિદીને બેટિંગ કરવાની તક નહોતી મળી. આ રેકોર્ડ બાદમાં કોરે એન્ડરસન અને બાદમાં એબી ડિવિલિયર્સે તોડ્યો હતો.

  આ પણ વાંચો, આફ્રિદીનો દાવો- મને સ્પોટ ફિક્સિંગ વિશે પહેલાથી જ ખબર હતી!

  રસપ્રદ વાત એ છે કે આફ્રિદીએ આ ઈનિંગ રમતાં પહેલા શ્રીલંકાના બોલર્સની બોલિંગમાં સિક્સર મારવાનું સપનું જોયું હતું. પુસ્તકમાં તેણે લખ્યું છે કે આ વિશે તેણે રુમમેટ શાદાબ કબીરને સવારે જણાવ્યું હતું. આફ્રિદીએ લખ્યું કે, મને સપનું આવ્યું છે કે જયસૂર્યા, મુરલીધરન અને ધર્મસેનાની બોલિંગમાં સિક્સર લગાવી રહ્યો છું. શાદાબે કહ્યું કે, દુવા કરો ભાઈ કે આવું જ થાય. શાદાબે પાકિસ્તાન માટે પાંચ ટેસ્ટ અને ત્રણ વનડે રમી હતી.

  બાદમાં મેચમાં જેવું શાહિદ આફ્રિીદીએ સપનું જોયું હતું તેવું જ થયું. જયસૂર્યાએ 10 ઓવરમાં 94 રન આપ્યા, જ્યારે મુરલીધરને 73 રન આપ્યા.

  આ પણ વાંચો, ગંભીરે આફ્રીદીને આપ્યો જવાબ, કહ્યું - હું તને મનોચિકિત્સક પાસે લઈ જઈશ
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Bat, Century, Shahid afridi, ક્રિકેટ, સચિન તેંડુલકર

  विज्ञापन
  विज्ञापन