વિરાટ કોહલીએ તોડ્યો સચિનનો રેકોર્ડ : વન-ડૅ માં પૂરા કર્યા 10,000 રન

વિરાટ કોહલી, કેપ્ટન ઇન્ડિયા

  • Share this:

    ન્યૂઝ18 ગુજરાતી : ક્રિકેટ એટલે અનશ્ચિત અને અવનવા રેકોર્ડ્સ બનાવવાની રમત. આજે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક નવું પ્રકરણ શામેલ થયું। ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ આજે વેસ્ટ-ઇન્ડિઝ સામે પાંચ મેચની વન-ડૅ શ્રેણીની બીજી મેચમાં વિશાખાપટ્ટનમ ખાતે 10,0000 રન પુરા કરીને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો વિક્રમ તોડયો હતો.


    ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ વિરાટે આજે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

    ઉલ્લેખનીય છે કે,  ટીમ ઈન્ડિયાના કેપ્ટન 81 રન ફટકારતાંની સાથે વનડેમાં 10,000 રન બનાવનાર ખેલાડી બની ગયો છે. સૌથી વધુ ઝડપથી 10,000 રન બનાવવામાં વિરાટનું નામ સામેલ થયું છે. આ પહેલાં આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. સચિને 259 ઈનિંગ્સમાં 10,000 રન બનાવ્યાં હતા જ્યારે કે કોહલીએ 205 ઈનિંગ્સમાં જ 10,000 રન કર્યાં છે. વિરાટ કોહલીએ 2018માં અત્યાર સુધી 10 મેચમાં 889 રન બનાવ્યા છે.જો તે 111 રન બનાવવામાં સફળ થાય છે તો વર્ષમાં 1000 રનના આંકડો પાર કરી લેશે.




    વિરાટ કોહલી, કેપ્ટન ઇન્ડિયા



    વર્ષ 2018માં વન ડેમાં સૌથી વધુ રન બનાવવા મામલે કોહલી આ સમયે ચોથા સ્થાને છે. ઇંગ્લેન્ડના ત્રણ બેટ્સમેન જોની બેરિસ્ટો (1025 રન, 22 વન ડે), જો રૂટ (936 રન, 23 વન ડે) અને જેસન રોય (890) છે.આજે  ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતાં 4 વિકેટ ગુમાવી 40 ઓવરમાં 222 રન બનાવ્યાં છે. આ પહેલાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો લીધો હતો.

    રોહિત શર્મા રોચની ઓવરમાં 4 રને હેટમાયરને કેચ આપી બેઠો હતો. તો શિખર ધવન પણ નર્સની ઓવરમાં 29 રને LBW આઉટ થયો. નર્સે બીજી વિકેટ લેતાં અંબાતી રાયડૂને 73 રને બોલ્ડ કર્યો હતો. મહેન્દ્રસિંહ ધોની 20 રને મેકકોયની ઓવરમાં બોલ્ડ થયો હતો. આ ભારતની 950મી વનડે મેચ છે. આ આંકડા સુધી પહોંચનારો તે પહેલો દેશ બન્યો છે.

    ભારતે ગુવાહાટીમાં થયેલી પહેલી વનડેમાં વિન્ડીઝની ટીમને આઠ વિકેટે હરાવી હતી.

    ત્યારે ભારત માટે બે બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માએ સદી લગાવી હતી. બંને આ મેચમાં પણ પોતાના ફોર્મને જાળવી રાખવા માંગશે. વિશાખાપટ્ટનમમાં રમાનાર બીજી મેચમાં કેપ્ટન વિરાટ કોહલી સહિત ત્રણ ખેલાડી પોતાની માટે ખાસ રેકોર્ડ બનાવી શકે છે. વિરાટ કોહલી પાસે તો આ મેચમાં ત્રણ-ત્રણ રેકોર્ડ પોતાના નામે કરવાની તક હશે.





    Published by:Margi Pandya
    First published: