Ind vs NZ 3rd T20I: ભારત 4 રનથી હાર્યું, ન્યૂઝીલેન્ડનો શ્રેણી પર વિજય

રવિવારે સેડન પાર્કમાં ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ત્રીજી ટી-20 મેચ રમાઇ રહી છે.

News18 Gujarati
Updated: February 10, 2019, 3:58 PM IST
Ind vs NZ 3rd T20I: ભારત 4 રનથી હાર્યું, ન્યૂઝીલેન્ડનો શ્રેણી પર વિજય
રવિવારે સેડન પાર્કમાં ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ત્રીજી ટી-20 મેચ રમાઇ રહી છે.
News18 Gujarati
Updated: February 10, 2019, 3:58 PM IST
છેલ્લી ઓવરની રસાકસી બાદ ન્યૂઝીલેન્ડે ચાર રનથી ભારતને હરાવ્યું છે.  20 ઓવરના અંતે ભારત 208 રન કરવામાં સફળ રહ્યું છે. 208 રન કરવા માટે ભારતને 6 વિકેટનું નુકસાન વેઠવું પડ્યું હતું.  આમ ન્યૂઝીલેન્ડે શ્રેણી ઉપર વિજેય મેળવ્યો છે.

ભારતને રોહિત શર્માના રૂપમાં મોટો ફટકો પડ્યો છે. 16મી ઓવરમાં રોહિત શર્મા 38 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ હાર્દિક પંડ્યા અને મહેન્દ્રસિંહ ધોની પણ આઉટ થતાં ભારતની છ વિકેટ પડી છે

13મી ઓવરમાં ભારતને ઋષભ પંતના રૂપમાં ત્રીજો ફટકો પડ્યો છે. ટિકનેરની ઓવરમાં ઋષભ પંત 12 બોલમાં 28 રનની તોફાની બેટિંગ કરીને આઉટ થયો હતો.

નવમી ઓવરમાં સેનટરની બોલમાં ફોર લગાવ્યા બાદ વિજય શંકર આઉટ થયો હતો. તે 28 બોલમાં 43 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.

શિખર ધવનના પાંચ રન સાથે આઉટ થયા બાદ વિજય શંકર ક્રિઝ ઉપર આવ્યા છે. અને રોહિત શર્મા અને વિજય શંકરની જોડીએ બાજીને સંભાળી છે. આમ છઠ્ઠી ઓવરમાં ભારતનો સ્કોર 50 રનને પાર થયો છે.

ન્યૂઝીલેન્ડે આપેલા 213 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ભારતીય ટીમના ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા હતા. જોકે, પહેલીજ ઓવરમાં ભારતને પહેલો ફટકો પડ્યો હતો. શિખર ધવન પાંચ રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.
Loading...

પહેલા બેટિંગ કરીને ન્યૂઝીલેન્ડે ચાર વિકેટના નુકસાન સાથે 212 રન બનાવ્યા છે. આમ ટીમ ઇન્ડિયાને 213 રનનો ટાર્ગે મળ્યો છે.

19મી ઓવરમાં ભુવનેશ્વર કુમારના બોલમાં ગ્રાન્ડહોમ કેચ આઉટ થયો હતો. આમ ન્યૂઝીલેન્ડને ચોથો ફટકો પડ્યો હતો. ગ્રાન્ડહોમે 16 બોલમાં 30 રન બનાવ્યા છે.

14.4 ઓવરમાં ખલિલ અહમદના ચોથા બોલમાં વિલિયમસન કેચ આઉટ થયો હતો. આામ ભારતને ત્રીજી સફતા સાંપડી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડની વિલિયમસનના રૂપમાં ત્રીજો ફટકો પડ્યો હતો. આમ ચાર ઓવરમાં ત્રણ વિકેટ પડી છે. વિલિયમસને 21 બોલમાં 27 રન કર્યા છે.

13મી ઓવરમાં હાર્દિક પંડ્યાની પહેલા બોલમાં મુનરોનો કેચ છૂટ્યો હતો. ત્યારબાદ અલીલ અહમદે આસાન કેચ પકડીને મુનરોને આઉટ કર્યો હતો. આમ મુનરોએ 40 બોલમાં 76 રન બનાવી આઉટ થયો હતો.

11મી ઓવરમાં કૃણાલ પંડ્યાની પહેલી જ બોલમાં મુનરોએ સિક્સ ફટકારીને પોતાની ફિફ્ટી પુરી કરી હતી.

7 ઓવર સુધી સતત ભારતીય બોલરોને હંફાવ્યા બાદ ભારતીય ટીમને અંતે એક વિકેલ લેવામાં સફળતા મળી હતી. કુલદિપ યાદવની ઓવરમાં હેન્દ્રસિંહ ધોનીને ગજબની સ્ટંપિગ કરીને સેફર્ટને 43 રનમાં પેલેવિયન ભેગો કર્યો હતો.

પહેલા બેટિંગ કરવા ઉતરેલા ન્યૂઝીલેન્ડના બેટ્સમેન મુનરો અને સેફર્ટની જોદીએ કમાલ કરી દીધી છે. બંનેની જોડીએ ભારતીય બોલરોને હંફાવી દીધા છે. બંને જણા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. તેમણે 7 ઓવરના અંગે 80 રન બનાવ્યા છે.

રવિવારે સેડન પાર્કમાં ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ત્રીજી ટી-20 મેચ રમાઇ રહી છે. જેના માટે ટોસ ઉછળી ગયો છે અને ભારતે ટોસ જીત્યો છે. ટોસ જીતીને ટીમ ઇન્ડિયાએ પહેલો ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે હવે ન્યૂઝીલેન્ડ પહેલા બેટિંગ કરવા માટે ઉતરશે.

ટીમ ઇન્ડિચાની નજર ઐતિહાસિક જીત મેળવવા ઉપર હશે. ભારતે ક્યારે પણ ન્યૂઝીલેન્ડમાં ટી 20 શ્રેણી જીતી નથી. અને રોહિત શર્માની આગેવાનીમાં મેન ઇન બ્યૂ કારનામાને અંજામ આપવા ઇચ્છશે. જોકે, ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને તેની જ ધરતી ઉપર પહેલીવાર શુક્રવારે હરાવ્યું હતું. પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ જીત્યું હતું. આવી સ્થિતિમાં હેમિલન્ટનમાં રમાનારી મેચ વર્ચ્યુઅલ ફાઈનલની જેમ જ છે.

હેમિલ્ટનની પિચ સ્પિનિર્સની મદદ કરે છે. અને શરુઆતમાં અહીં બોલ સ્વિંગ પણ થાય છે. આવી સ્થિતિમાં બેટ્સમેન માટે રન બનાવવા મુશ્કેલ સાબિત થઇ શકે છે. ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય ટીમ ઇન્ડિયા માટે સારો સાબિત થઇ શકે છે. આ મેદાનમાં બોલ્ટે પોતાના દમ ઉપર ટીમ ઇન્ડિયા દેખાડ્યો હતો. હવે ટીમ ઇન્ડિયાના બેટ્સમેન આ મેદાન ઉપર પોતાને સાબિત કરવા ઇચ્છશે.

 
First published: February 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626