Home /News /sport /ગુરુ પહેલા ચેલો જીત્યો વર્લ્ડ કપ: 4 વર્ષ સુધી જોવી પડી સચિનને રાહ, 2011માં મળી સફળતા
ગુરુ પહેલા ચેલો જીત્યો વર્લ્ડ કપ: 4 વર્ષ સુધી જોવી પડી સચિનને રાહ, 2011માં મળી સફળતા
ગુરુ પહેલા ચેલો જીત્યો વર્લ્ડ કપ
સચિન તેંડુલકરે વર્ષ 1989માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેની કારકિર્દી દરમિયાન, માસ્ટર બ્લાસ્ટરે 50 ઓવરના ફોર્મેટમાં કુલ 6 વર્લ્ડ કપ રમ્યા હતા. સચિન પ્રથમ 5 પ્રયાસોમાં ફ્લોપ રહ્યો હતો. વર્ષ 2011માં ધોનીની કપ્તાનીમાં ભારત આ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.
નવી દિલ્હી: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)એ વર્ષ 1989માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. સચિને તેના કરિયરમાં લગભગ બધુ જ મેળવી લીધું છે. તેનો 100 રન કરવાની સદીનો રેકોર્ડ કોઈ તોડી શકશે કે કેમ તેની કલ્પના કરવી મુશ્કેલ છે. હાલ દિગ્ગજ ક્રિકેટર ગણાતો વિરાટ કોહલી હજુ પણ આ રેકોર્ડથી ઘણો પાછળ છે. સચિનનુ કરિયર તમામ એચિવમેન્ટ્સથી ભરેલું છે. પણ, અનેક રેકોર્ડ પોતાના નામે કરવા છતાં ક્યારેય આઈસીસી (ICC) ખિતાબ જીતી ન શકવાની વાત સચિન માટે મોટા ભારણ સમાન હતી.
6 માંથી 5 પ્રયોસામાં રહ્યા નિષ્ફળ
વર્ષ 2013 માં સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ પહેલા વર્ષ 2011 માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે 50 ઓવરનો વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. પોતાની કરિયર દરમિયાન માસ્ટર બ્લાસ્ટર સચિને 50 ઓવરના કુલ છ વર્લ્ડ કપ રમ્યા હતા. તે પ્રથમ પાંચમાં ટીમને કપ મળ્યો ન હતો અને સચિન નિષ્ફળ રહ્યો હતો. વર્ષ 2003 માં સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં ભારતીય ટીમ ફાઇનલમાં તો પહોંચી હતી પરંતુ, અંતમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન વર્ષ 2007માં યુવા ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગઈ હતી અને ત્યાં પ્રથમ વખત રમાયેલ T-20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી હતી.
સચિન તેના કરિયરમાં વર્લ્ડ કપ ખિતાબ મેળવવા માટે હંમેશા ઉત્સુક હતો. જોકે, વર્ષ 2007 માં ધોનીની ટીમ ટી20 ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આ ટુર્નામેન્ટ દરમિયાન સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજ ખેલાડીઓ ટીમનો ભાગ ન હતા. વીરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, હરભજન સિંહ વગેરે ખેલાડીઓ આ યુવા ટીમના સૌથી સિનિયર ક્રિકેટર હતા. બીસીસીઆઈને ટી20 ફોર્મેટમાં વધારે રસ નહોતો. આ જ કારણ છે કે યુવા ટીમ બનાવીને દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવી અને દિગ્ગજોએ તેનાથી અંતર રાખ્યું હતું.
તે સમયના વિજય બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમની સ્થિતિ એવી હતી કે સચિનના ચેલા ગણાતા વીરેન્દ્ર સેહવાગ અને હરભજન સિંહ પાસે આઈસીસીના ખિતાબનો બેજ હતો. જ્યારે ક્રિકેટના ભગવાન સચિન હજુ પણ તેનાથી વંચિત જ હતા.
એક ઈન્ટરવ્યુ દરમિયાન સેહવાગે કહ્યું કે તે હંમેશા સચિનને ચીડવતો હતો કે અમારી પાસે ટી20 વર્લ્ડ કપ બેજ છે અને તમારી પાસે નથી. અમે 2011 માં વર્લ્ડ કપ જીત્યા ત્યાં સુધી અમે તેમની સાથે આ પ્રકારની મજાક મશ્કરી કરતા હતા. ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યા બાદ અમે મુંબઈની સડકો પર ખુલ્લી બસમાં નીકળી રહ્યા હતા ત્યારે પણ સચિન જામમાં ફસાઈ ગયા હતા અને આ બધાથી અમને ખૂબ જ મજા આવી રહી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર