કોરોના ટેસ્ટ દરમિયાન સચિન તેંડુલકરે પાડી ચીસ, સોશિયલ મીડિયા પર Video થયો વાયરલ

સચિન તેંડુલકરે કોરોના ટેસ્ટ દરમિયાન કરી મજાક, વીડિયો વાયરલ (Photo: સચિન તેંડુલકર ઇન્સ્ટાગ્રામ)

ઈંગ્લેન્ડ લેજન્ડ્સની વિરુદ્ધ મેચ પહેલા કોરોના ટેસ્ટ કરાવતાં સચિન ચીસ પાડી ઉઠ્યો, જાણો શું છે કારણ

 • Share this:
  નવી દિલ્હી. ટીમ ઈન્ડિયા (Team India)ના દિગ્ગજ બેટ્સમેન અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદી ફટકારનાર ખેલાડી સચિન તેંડુલકર હાલમાં રાયપુરમાં રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ (Road Safety Series)માં ઈન્ડિયા લેજન્સ્ઈ (India Legends) ટીમની કેપ્ટન્સી કરી રહ્યા છે. સચિન તેંડુલકર સહિત તમામ ખેલાડીઓનો દરેક મેચ પહેલા કોરોના ટેસ્ટ (Corona Test) થઈ રહ્યો છે. આ કોરોના ટેસ્ટ દરમિયાન સચિન તેંડુલકર (Sachin Tendulkar)એ કંઈક એવું કર્યં કે આખો મેડિકલ સ્ટાફ ડરી ગયો. ઈંગ્લેન્ડ લેજન્સ્ા (England Legends)ની વિરુદ્ધ મેચ પહેલા સચિન તેંડુલકરનો કોરોના ટેસ્ટ થયો અને તે અચાનક ચીસ પાડી ઉઠ્યો.

  સચિન તેંડુલકરે ચીસ પાડતાં તેમનો કોરોના ટેસ્ટ કરી રહેલી મેડિકલ કર્મચારી ખૂબ જ ડરી ગઈ. મૂળે સચિને તેની સાથે મજાક કરી હતી. સચિનના આ મજાકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


  આ પણ વાંચો, સંજના ગણેશન સાથે લગ્નની ચર્ચાઓ વચ્ચે વાયરલ થઈ રહ્યો છે જસપ્રીત બુમરાહનો આ VIDEO

  સચિન તેંડુલકરે આ વીડિયોને પોસ્ટ કરતાં મજાકના અંદાજમાં કેપ્શન લખ્યું, હું 200 ટેસ્ટ રમ્યો અને 277મો કોવિડ ટેસ્ટ! માહોલને હળવું કરવા માટે એક નાની મજાક. આપણા સ્વાસ્થ્યકર્મીઓને સલામ.

  આ પણ વાંચો, નોકરી છોડી કરો આ બિઝનેસ, માત્ર 5000 રૂપિયા લગાવો અને કરો લાખોની કમાણી, સરકાર પણ કરશે મદદ

  ઈંગ્લેન્ડ લેજન્ડ્સની વિરુદ્ધ સચિન ફ્લોપ

  નોંધનીય છે કે, મંગળવારે ઈંગ્લેન્ડ લેજન્ડ્સની વિરુદ્ધ સચિન તેંડુલકર સારી બેટિંગ ન કરી શક્યા અને તે 9 બોલ પર 9 રન કરી આઉટ થઈ ગયા. મોન્ટી પાનેસરે સચિનની વિકેટ લીધી હતી. નોંધનીય છે કે ઈન્ડિયા લેજન્ડ્સને 20 ઓવરમાં 189 રનનો ટાર્ગેટ મળ્યો હતો. સચિન-સહેવાય અને યુવરાજ ઝડપથી આઉટ થવા છતાંય ઈરફાન પઠાણે સ્ફોટક બેટિંગ કરીને મેચ રોમાંચક બનાવી દીધી. ઈરફાન પઠાણે 34 બોલમાં અણનમ 61 રન કર્યા પરંતુ ટીમ 6 રને હારી ગઈ. ઈન્ડિયા લેજન્ડ્સની ટીમ 7 વિકેટ પર 182 રન કરી શકી.
  Published by:Mrunal Bhojak
  First published: