શ્રીસંતનો ચોંકાવનારો ખુલાસોઃ મને આતંકીઓના વોર્ડમાં લઈ ગયા, 16-17 કલાક ટોર્ચર કરતા

News18 Gujarati
Updated: July 2, 2020, 8:26 AM IST
શ્રીસંતનો ચોંકાવનારો ખુલાસોઃ મને આતંકીઓના વોર્ડમાં લઈ ગયા, 16-17 કલાક ટોર્ચર કરતા
IPL સ્પોટ ફિક્સિંગ મામલે શ્રીસંતે કહ્યું કે, આ કેસમાં મને બકરો બનાવવામાં આવ્યો

IPL સ્પોટ ફિક્સિંગ મામલે શ્રીસંતે કહ્યું કે, આ કેસમાં મને બકરો બનાવવામાં આવ્યો

  • Share this:
નવી દિલ્હીઃ ફાસ્ટ બોલર એસ. શ્રીસંત (S Sreesanth)નું જીવન તે સમયે સમગ્રપણે બદલાઈ ગયું હતું જ્યારે વર્ષ 2013માં તેની આઇપીએલ સ્પોટ ફિક્સિંગ (IPL Spot Fixing) કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. શ્રીસંતની દિલ્હી પોલીસની તે સમયે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે ટીમની સાથે પાર્ટી કરી રહ્યો હતો. આ ઘટનાને શ્રીસંતે બુધવારે યાદ કરી અને જણાવ્યું કે કેવી રીતે તેને પોલીસ આતંકવાદીઓના વોર્ડમાં લઈ ગઈ અને રોજ તેને 16-17 કલાક ટોર્ચર કરવામાં આવ્યો.

શ્રીસંતનો ચોંકાવનારો ખુલાસો

ક્રિકેટ વેબસાઇટ ક્રિકટ્રેકરની સાથે વીડિયો લાઇવ દરમિયાન શ્રીસંત એ જણાવ્યું કે તેણે દિલ્હી પોલીસ રોજ 16-17 કલાક પૂછપરછ કરી હતી અને તેને પરિવાર સાથે મળવા ન દીધો, જે ટોર્ચરથી ઓછું નહોતું. શ્રીસંતે કહ્યું કે, જો તમે મારો જીવ લેશો તો તેમાં માત્ર કેટલીક સેકન્ડ લાગશે. તે દિવસે મેચ પાર્ટી ચાલી રહી હતી અને મને આતંકવાદીઓના વોર્ડમાં લઈ જવામાં આવ્યો. મને લાગ્યું જાણે કે મને બકરો બનાવવામાં આવ્યો હોય.

આ પણ વાંચો, સુશાંતે 1 મહિનામાં 50 વાર સિમ કાર્ડ કેમ બદલ્યા? શેખર સુમને કહ્યું- કેસ CBIને સોંપો

શ્રીસંતે વધુમાં કહ્યું કે, મારી સાથે 12 દિવસ સુધી 16થી 17 કલાક પૂછપરછ થઈ, હું તે સમયે મારા પરિવાર વિશે વિચારતો હતો. થોડા દિવસ બાદ મારા ભાઈ મને મળવા આવ્યા અને પછી મને જાણવા મળ્યું કે મારો પરિવાર સાચો છે. તે મુશ્કેલ સમયમાં મારા પરિવારે મારો સાથો આપ્યો. શ્રીસંતે કહ્યું કે તેઓ ભાગ્યશાળી છે કે તેનો જેલ જતી વખતનો કે જેલની બહાર આવતો કોઈએ ફોટો નથી ખેંચ્યો. શ્રીસંતે કહ્યું કે તેમના બાળકોને ઓછામાં ઓછી આવી તસવીરો જોવી નહીં પડે.

આ પણ વાંચો, સુશાંતે આત્મહત્યા કરી ત્યારે ઘરે હાજર જ હતો તેનો મિત્ર સિદ્ધાર્થ, પોલીસે ફરી કરી પૂછપરછ

સુશાંતસિંહ રાજપૂતના મોત પર બોલ્યો શ્રીસંત : એસ. શ્રીસંતે બૉલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોતને એક મોટો આંચકો ગણાવ્યો. તેણે કહ્યું કે તે સુશાંતના મોતના સમાચાર સાંભળી હેરાન રહી ગયો. શ્રીસંતે કહ્યું કે, તે સમયે ટ્રેનિંગ કરી રહ્યો હતો અને મારી પત્નીએ મને મેસેજ મોકલ્યો. તે સમયે તો મેં મેસેજ ન જોયો પરંતુ જ્યારે હું મારી કારમાં હતો તો મેં મારી પત્નીનો વોઇઝ મેસેજ સાંભળ્યો. સાંભળીને લાગ્યું કે તે મજાક કરી રહી છે પરંતુ જ્યારે મેં વધુ અહેવાલો સાંભળ્યા એન તસવીરો જોઈ તો મને ઘણી નિરાશા થઈ.
First published: July 2, 2020, 8:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading