રોસ ટેલરે તોડી નાખ્યો એમએસ ધોનીના છગ્ગાનો RECORD

News18 Gujarati
Updated: August 16, 2018, 2:02 PM IST
રોસ ટેલરે તોડી નાખ્યો એમએસ ધોનીના છગ્ગાનો RECORD
ટેલરનો નિશાનો હવે 11મા નંબર પર રહેલા સુરેશ રૈના પર છે.

ટેલરનો નિશાનો હવે 11મા નંબર પર રહેલા સુરેશ રૈના પર છે.

  • Share this:
ન્યૂઝીલેન્ડના તોફાની બેટ્સમેન રોસ ટેલર હાલમાં વેસ્ટ ઈન્ડીઝમાં કેરેબિયન પ્રિમીયર લીગમાં રમી રહ્યો છે. તેણે બુધવારે રાત્રે જમૈકા તાલાવાહ તરફથી રમતા સેંટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ વિરુદ્ધ શાનદાર બેટિંગ કરી અને જોત-જોતામાં 35 બોલમાં 51 રન ફટકાર્યા. આ દરમ્યાન તેણે 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. આ સિવાય કેન્નર લુઈસે 24 બોલમાં 49 રન ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી બનાવ્યા. જ્યારે ગ્લેન ફિલિપ્સે 38 બોલમાં 41 રન બનાવ્યા. તેણે આ દરમ્યાન 1 ચોગ્ગો અને 3 છગ્ગા ફટકાર્યા. આ રીતે જમૈકા તાલાવાહે નક્કી 20 ઓવરમાં 178-4નો સ્કોર બનાવ્યો.

જવાબમાં બેટિંગ કરવા ઉતરેલા સેંટ ટિટ્સ ટીમ તરફથી ક્રિસ ગેઈલ જ થોડો સમય મેદાનમાં ટકી રહ્યો અને તેણે 24 રન બનાવ્યા. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ખાસ પ્રદર્શન નથી કરી શક્યો. આ રીતે ટીમ 20 ઓવરમાં 9 વિકેટ પર 131નો સ્કોર બનાવી શકી. અને 47 રને હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે ગેઈલની ટીમ પાંચમા સ્થાન પર જતી રહી છે. તેમણે 3 મેચમાં 1 જીત અને 2માં હાર સહન કરવી પડી છે. જ્યારે જમૈકા તાલાવાહ 3 મેચમાં 3 જીત સાથે પહેલા નંબર પર છે.

રોસ ટેલરે તોડ્યો ધોનીનો રેકોર્ડ

આ મેચમાં ચાર છગ્ગા ફટકારવાની સાથે રોસ ટેલરે ટી-20 ક્રિકેટમાં છગ્ગો ફટકારવાના મામલામાં એમએસ ધોની (267 છગ્ગા)ને પાછળ પાડી દીધો છે. ટેલરના નામે હવે 248 ટી-20 મેચમાં 271 છગ્ગા થઈ ગયા છે. આ રીતે દુનિયામાં છગ્ગા લગાવવાના મામલામાં ટેલર 12મા નંબર પર પહોંચી ગયો છે. ટેલરનો નિશાનો હવે 11મા નંબર પર રહેલા સુરેશ રૈના પર છે. રૈનાના નામે 299 ટી-20 છગ્ગા છે. ટી-20માં સૌથી વધારે છગ્ગા લગાવવાનો રેકોર્ડ ક્રિસ ગેઈલ(857 છગ્ગા)ના નામે છે. જ્યારે ભારત તરફથી રોહિત શર્મા 313 છગ્ગા સાથે નંબર 1 પર છે. તે દુનિયામાં 7મા નંબર પર છે.
Published by: kiran mehta
First published: August 16, 2018, 2:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading