Home /News /sport /‘મને નથી લાગતું કે બહુ મોટો ટાર્ગેટ હતો, અમારે રમવું...’ ટીમ પર ભડક્યો રોહિત, ખેલાડીઓને અરીસો બતાવી દીધો!

‘મને નથી લાગતું કે બહુ મોટો ટાર્ગેટ હતો, અમારે રમવું...’ ટીમ પર ભડક્યો રોહિત, ખેલાડીઓને અરીસો બતાવી દીધો!

ફાઇલ તસવીર

India vs Australia ODI Series: ઓસ્ટ્રેલિયાએ ભારતને 3 વન ડેની સિરિઝમાં 2-1થી હરાવી દીધું છે. ત્યારે ચેન્નાઈમાં રમાયેલી ત્રીજી અને છેલ્લી વન ડે મેચમાં મહેમાન ટીમે 21 રનથી ઇન્ડિયાને હરાવ્યું હતું. ત્યારબાદ રોહિત શર્માએ કહ્યુ કે, અમે સારી બેટિંગ નથી કરી અને આ સામુહિક નિષ્ફળતા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ ભારતને 3 વન ડે સિરિઝમાં 2-1થી હરાવી દીધું છે. ચેન્નાઈમાં રમાયેલી સિરિઝનો ત્રીજી અને નિર્ણાયક મેચ રમાઈ હતી. જેમાં મહેમાન ટીમે 21 રનથી જીત મેળવી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ વન ડે સિરિઝ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા 2019 પછી એકમાત્ર એવો દેશ છે, જેણે ભારતને ઘરમાં દ્વિપક્ષીય સિરિઝમાં હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને 270 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં રોહિત શર્માની ટીમ ઇન્ડિયા માત્ર 248 રન બનાવી શકી હતી. વિરાટ કોહલીએ 54 રન માર્યા હતા. તે મેચમાં અર્ઘશતક લગાવનારા એકમાત્ર બેટર્સ છે. તેમના સિવાય કોઈએ પણ સારી બેટિંગ કરી નહોતી. ઓસ્ટ્રેલિયાની તરફથી લેગ સ્પિનર એડમ જામ્પાએ 4 વિકેટ મેળવી હતી અને ઇશ્ટન એગરે પણ 2 વિકેટ લીધા હતા.

મેચ પછી ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટીમની હારના કારણો ગણાવ્યા હતા. રોહિતે જણાવ્યુ હતુ કે, ‘મને નથી લાગતું કે ઓસ્ટ્રેલિયાનો સ્કોર બહુ મોટો હતો. બીજી ઇનિંગમાં જરૂર વિકેટ થોડી અઘરી હતી. મને નથી લાગતું કે અમે સારી બેટિંગ કરી હોય. પરંતુ આજે અમે આ મેચમાં વિકેટમાં ભાગીદારી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જે રીતે બેટર્સ આઉટ થયા તે વિચારવા જેવી વાત છે. કારણ કે અમે આ રીતે જ રમીને મોટા થયા છીએ.’

રોહિતે આગળ કહ્યુ હતુ કે, ‘ઘણીવાર તમને વિકેટ અને કન્ડિશનની રીતે પોતાને ઢાળવું પડે છે અને પોતાને એક મોકો આપવો પડે છે. એક બેટર્સ માટે એ મહત્ત્વનું હોય છે કે તે છેલ્લે સુધી મેચને આગળ લઈ જાય. અમે બધા સારું કરવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ, આ મેચમાં એવું ના થઈ શક્યું. જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં અમે 9 વન ડે મેચ રમ્યાં છીએ. આ મેચોમાંથી અમે ઘણી પોઝિટિવ વસ્તુઓ શીખી શક્યા છીએ. આ અમારી સામુહિક નિષ્ફળતા છે. અમે 5 મહિના પછી આવી જ કન્ડિશનમાં રમતા જોવા મળીશું. તમારે ઓસ્ટ્રેલિયાને પણ શ્રેય આપવો જોઈએ.’
First published:

Tags: Cricket News Gujarati, IND vs AUS