ફિટ થયો રોહિત શર્મા, ટેસ્ટ સીરીઝ માટે 13 ડિસેમ્બરે જઈ શકે છે ઓસ્ટ્રેલિયા

શુક્રવારે રોહિત શર્માના ફિટનસને લઈ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)એ પોતાનો ફાઇનલ રિપોર્ટ BCCIને સોંપી દીધો

શુક્રવારે રોહિત શર્માના ફિટનસને લઈ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)એ પોતાનો ફાઇનલ રિપોર્ટ BCCIને સોંપી દીધો

 • Share this:
  નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. રોહિત શર્મા (Rohit Sharma) ફિટ થઈ ગયો છે અને હવે તે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ અંતિમ બે ટેસ્ટ મેચમાં રમી શકે છે. રોહિત અનફિટ થવાના કારણે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર નહોતો જઈ શક્યો. આજે રોહિતના ફિટનસને લઈ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)એ પોતાનો ફાઇનલ રિપોર્ટ BCCIને સોંપી દીધો. રિપોર્ટ મુજબ રોહિત ફિટ છે અને તે હવે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જઈ શકે છે. રોહિત હાલ મુંબઈમાં છે.

  13 ડિસેમ્બરે જઈ શકે છે ઓસ્ટ્રેલિયા

  કહેવામાં આવી રહ્યું છે કે આગામી બે દિવસમાં તેનું ઓસ્ટ્રેલિયા જવા માટેનો નિર્ણય લેવામાં આવશે. આ દરમિયાન અહેવાલ છે કે રોહિત શર્મા 13 ડિસેમ્બરે ચાર્ટર્ડ ફ્લાઇટથી મુંબઈથી દુબઈ જશે અને પછી ત્યાંથી સિડની માટે ઉડાન ભરશે. જોકે હજુ સુધી બીસીસીઆઈ તરફથી કોઈ અધિકૃત નિવેદન નથી આવ્યું.

  આ પણ વાંચો, Post Office સેવિંગ એકાઉન્ટ માટે આજથી લાગુ થયો નવો નિયમ, મિનિમમ બેલેન્સ ન હોય તો રોજ કપાશે 100 રૂપિયા

  રમી શકે છે સિડની ટેસ્ટ

  હાલમાં દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયામાં બાયો બબલમાં રાખવમાં આવી છે. એટલે કે ખેલાડી અલગ રહે છે. સાથોસાથ તેમને પોતાના ગ્રુપથી ક્યાંય બહાર જવાની મંજૂરી નથી હોતી. ઓસ્ટ્રેલિયાની સરકારી ગાઇડલાઇન મુજબ કોઈ ખેલાડીને 14 દિવસ સુધી ક્વૉરન્ટિનમાં રહેવું પડશે. ત્યારબાદ જ તેને બહાર આવવાની મંજૂરી હેશ. પરંતુ જો રોહિત 15 ડિસેમ્બર સુધી ઓસ્ટ્રેલિયા પહોંચી જાય છે તો પણ તેને ઓછામાં ઓછું 30 ડિસેમ્બર સુધી તો ક્વૉરન્ટિન રહેવું પડશે. આવામાં આશા રાખવામાં આવી છે કે તે સિડનીમાં 7 જાન્યુઆરીથી રમાનારી ત્રીજી ટેસ્ટમાં સામેલ થઈ શકે છે.

  આ પણ જુઓ, Viral: CCTV ફુટેજમાં જોવા મળ્યો ‘ભૂતનો પડછાયો’, વાહનોની આરપાર પસાર થયો

  રોહિતની ઇન્જરીનો ડ્રામા!

  ગત મહિને રોહિતને હૈમસ્ટ્રિંગ ઇન્જરીના કારણે ઓસ્ટ્રેલિયાના પ્રવાસની વનડે અને ટી20 સીરીઝ તથા બે ટેસ્ટથી બહાર રાખવામાં આવ્યો હતો. તેને આઇપીએલમાં ઇન્જરી થઈ હતી. ત્યારબાદ તે NCA જતો રહ્યો હતો. રોહિતની ઇન્જરીને લઈને ખૂબ જ હોબાળો પણ થયો હતો. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં કહ્યું હતું કે તેને રોહિતની ઇન્જરીને લઈ અંધારામાં રાખવામાં આવ્યો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે રોહિત ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર નહીં આવે તેને લઈને પણ તેને કોઈ જાણકારી નહોતી. બાદમાં બીસીસીઆઈને નિવેદન આપીને રોહિતની ઇન્જરીને લઈને સ્પષ્ટતા કરવી પડી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: