Home /News /sport /VIDEO: રોહિત શર્માને જોઈને બાળક રડવા લાગ્યો, કેપ્ટને જાતે જઈને તેને છાનો રાખ્યો

VIDEO: રોહિત શર્માને જોઈને બાળક રડવા લાગ્યો, કેપ્ટને જાતે જઈને તેને છાનો રાખ્યો

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ગુવાહાટીમાં પ્રથમ વનડે રમાશે

ભારતમાં ક્રિકેટ ખેલાડીઓનું સ્ટારડમ કોઈનાથી છુપાયેલું નથી. ખેલાડીઓની એક ઝલક મેળવવા ફેન આતુર થઈ જાય છે. કેટલાક ફેન્સ એવા છે જે પોતાના મનપસંદ ખેલાડીને એટલો પ્રેમ કરે છે કે તેને જોઈને તેમની આંખોમાં આંસુ આવી જાય છે. આવું જ કંઈક ગુવાહાટીમાં થયું. રોહિત શર્માને જોઈને એક નાનો ફેન ભાવુક થઈ ગયો.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. ભારતમાં ક્રિકેટ ખેલાડીઓનું સ્ટારડમ કોઈનાથી છુપાયેલું નથી. ખેલાડીઓની એક ઝલક મેળવવા ફેન આતુર થઈ જાય છે. કેટલાક ફેન્સ એવા છે જે પોતાના મનપસંદ ખેલાડીને એટલો પ્રેમ કરે છે કે તેને જોઈને તેમની આંખોમાં આંસુ આવી જાય છે. આવું જ કંઈક ગુવાહાટીમાં થયું. રોહિત શર્માને જોઈને એક નાનો ફેન ભાવુક થઈ ગયો અને રડવા લાગ્યો. ત્યારે જ રોહિત બાળક પાસે ગયો, તેના ગાલને સ્પર્શ કર્યો અને કહ્યું- રડતો નહીં.

    રોહિત શર્મા હાલ ભારતીય ટીમના કેપ્ટન છે. રોહિતને ચાહકો ખૂબ પસંદ કરે છે. તેની બેટિંગસ્ટાઈલ જોઈને લોકો તેને હિટ મેન કહીને બોલાવે છે. રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત શર્માને મળ્યા બાદ એક નાનો ફેન રડી રહ્યો છે. રોહિત એ બાળકને બોલાવે છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

    આ પણ વાંચોઃ સંકટ ચોથ કરો છો તો આ 4 બાબતને ખાસ ધ્યાનમાં રાખજો, નહિતર નહીં મળે ફળ





    આ વીડિયોને @CricCrazyJohns નામના યુઝરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોને અમુક કલાકોમાં જ 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. એ જ સમયે આ વીડિયો પર ઘણા લોકોની કમેન્ટ્સ જોવા મળી રહી છે. એક યુઝરે કોમેન્ટ લખી છે કે - અદ્ભુત અને સુંદર વિડિયો.

    રોહિતે પોતાના નાનકડા ફેનને આ રીતે મનાવ્યો


    વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે રોહિત શર્મા તેના નાના ફેનને રમાડી કરી રહ્યો છે. પોતાના સ્ટારને જોઈને આ નાનો ફેન રડવા લાગ્યો. આસપાસના લોકો બાળકને ખીજવી કરી રહ્યા હતા. જો કે પોતાના સ્ટાર ક્રિકેટરને મળીને આ નાનકડા બાળકના ચહેરા પર સ્માઈલ આવી ગઈ. ત્યારે આ દરમિયાન ત્યાં હાજર ફેન્સ રોહિત જોડે સેલ્ફીની ડિમાન્ડ કરવા લાગ્યા. રોહિતે કોઈને પણ નારાજ ન કર્યા અને સેલ્ફી ક્લિક કર્યા બાદ તે ટીમ બસમાં સવાર થઈ ગયો.


    વન-ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા


    રોહિત શર્મા(કેપ્ટન), હાર્દિક પંડ્યા(વાઇસ કેપ્ટન), શુબમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: 1st ODI, Rohit sharma record

    विज्ञापन
    विज्ञापन