Home /News /sport /કોહલી-ધોનીને હરાવીને રોહિત શર્મા લાવશે વર્લ્ડ કપની ટ્રોફી? જુઓ રેકોર્ડ્સ

કોહલી-ધોનીને હરાવીને રોહિત શર્મા લાવશે વર્લ્ડ કપની ટ્રોફી? જુઓ રેકોર્ડ્સ

કોહલી-ધોનીને હરાવીને રોહિત શર્મા લાવશે વર્લ્ડ કપની ટ્રોફી

T20 Format: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. હાલમાં, હિટમેન T20 ફોર્મેટમાં બીજા સૌથી સફળ કેપ્ટન છે. હિટમેનના નેતૃત્વમાં ભારતે અત્યાર સુધી 35 ટી20 મેચ જીતી છે.

    નવી દિલ્હી: રોહિત શર્માની (Rohit Sharma) કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયા (Australia Vs India) સામે ટી20 સીરીઝ જીત્યા બાદ રોહિત ટી20 ફોર્મેટમાં બીજા નંબરનો સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. તે જ સમયે, હિટમેને હવે મહેન્દ્ર સિંહ ધોનીને (MS Dhoni) પાછળ છોડી દીધો છે અને વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. રોહિત શર્માએ કેપ્ટન તરીકે 2022માં અત્યાર સુધીમાં કુલ 17 T20 મેચ જીતી છે, જ્યારે ધોનીની આગેવાની હેઠળની ભારતીય ટીમે એક વર્ષમાં 15 મેચ જીતી હતી.

    આ પણ વાંચો: વિરાટ કોહલીએ એક સમયે સૂર્યકુમાર યાદવને આંખ બતાવી હતી… હવે અલગ રીતે કરી પ્રશંસા

    એમએસ ધોનીએ ટૂંકા ફોર્મેટમાં ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન તરીકે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તેણે કુલ 42 T20 મેચ જીતી છે. તે જ સમયે, રોહિત શર્માએ વિરાટ કોહલીને પાછળ છોડીને ટી-20માં 35 મેચ જીતી છે. ટી-20 વર્લ્ડ કપ 2022 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. હિટમેન હવે પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં પણ તેની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે. રોહિત શર્મા એન્ડ કંપની વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 23 ઓક્ટોબરે રમશે.

    રોહિતે પૂર્ણકાલીન કેપ્ટન બન્યા બાદ દક્ષિણ આફ્રિકા સામે 10મી દ્વિપક્ષીય શ્રેણી જીતી હતી

    -ટી20માં ન્યુઝીલેન્ડને 3-0થી હરાવ્યું

    -વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું

    -T20માં વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું

    -T20માં શ્રીલંકાને 3-0થી હરાવ્યું

    -શ્રીલંકાને ટેસ્ટમાં 2-0થી હરાવ્યું

    -T20માં ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યું

    -વનડેમાં ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યું

    -T20માં વેસ્ટ ઈન્ડિઝને 3-1થી હરાવ્યું

    -T20માં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું

    -T20માં દક્ષિણ આફ્રિકાને 2-1થી હરાવ્યું



    રેકોર્ડને જોતા કહી શકાય કે, રોહિત શર્મા ટ્રોફી લાવવામાં કોઈ કસર છોડશે નહીં. જોકે ભારતીય ટીમ માટે ઈજા મોટી સમસ્યા છે. ટીમને પ્રથમ દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના રૂપમાં આંચકો લાગ્યો હતો. તે ઘા રૂઝાય તે પહેલા જ અનુભવી બોલર બુમરાહ પણ ઈજાના કારણે આગામી વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, બે દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરીમાં ટીમ કેવું પ્રદર્શન કરે છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Ms dhoni, Rohit sharma record, T20 cricket, Virat kohli record, ક્રિકેટ

    विज्ञापन
    विज्ञापन