વાહ ક્યા બાત હૈ! વર્લ્ડ કપમાં ધોનીના વિજયી છગ્ગાની રિયાન પરાગે કરી આબેહુબ નકલ, શેર કર્યો Video

રિયાન પરાગે ખાસ અંદાજમાં એમએસ ધોનીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સ (RR)ના બેટ્સમેન રિયાન પરાગે ખાસ અંદાજમાં પોતાના પ્રિય બેટ્સમેનને તેના જન્મદિવસ પર વિશેષ રીતે શુભેચ્છા પાઠવી

  • Share this:
    નવી દિલ્હી : ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)એ બુધવારે તેનો 40મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન ઘણા ક્રિકેટરો, ચાહકો અને પૂર્વ ખેલાડીઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે, આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સ (RR)ના બેટ્સમેન રિયાન પરાગે ખાસ અંદાજમાં પોતાના પ્રિય બેટ્સમેનને તેના જન્મદિવસ પર વિશેષ રીતે શુભેચ્છા પાઠવી હતી. રિયાને એ યાદગાર સિક્સરની નકલ કરી કે જે ધોનીએ શ્રીલંકા સામે 2011ના વર્લ્ડ કપ ફાઇનલમાં ફટકારી હતી.

    ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2007માં ટી 20 અને 2011માં વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. 2011ની ફાઇનલમાં જ્યારે ભારતે શ્રીલંકાને પરાજિત કર્યું ત્યારે ધોનીએ વિજેતા છગ્ગો ફટકાર્યો હતો. રિયાન પરાગે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેણે ધોનીની નકલ કરી અને તે જ શોટ મારવાનો પ્રયાસ કર્યો.

    આ પણ વાંચોઆઘાતજનક: ભાઈઓને રૂમમાં બંધ કરી 'કોરોના સંક્રમિત' યુવક સુતલજ નદીમાં કૂદી પડ્યો, ન બચાવી શક્યા

    આ વીડિયોમાં 19 વર્ષિય રિયાન પરાગ બોલનો સામનો કરતા પહેલા ધોનીની રીતભાતની કોપી કરે છે. જોકે વીડિયોમાં ફોકસ રિયન પરાગ પર જ હતું, તેથી કોઈ બોલ તો ફેંક્યો ન હતો પરંતુ તેને જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે તે વિજેતા સિક્સર ફટકારી રહ્યો હોય. વિડિઓમાં બેકગ્રાઉન્ડમાં કોમેન્ટ્રીનો અવાજ પણ આવી રહ્યો છે.



    ધોનીએ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત વીધી હોય, પરંતુ સુપ્રસિદ્ધ વિકેટકિપર-બેટ્સમેન હજી પણ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)નું નેતૃત્વ કરે છે.

    આ પણ વાંચોદિલીપ કુમારને એક-બે નહીં 8 વખત મળ્યો છે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ, ગિનીસ બુકમાં છે રેકોર્ડ

    ચેન્નાઇએ આઇપીએલની 14 મી સીઝનમાં 2020 માં યુએઈમાં નબળા સીઝન પછી વાપસી કરી હતી, ભારતમાં પહેલા તબક્કામાં રમેલી તેની શરૂઆતની સાત મેચમાંથી પાંચમાં વિજય મેળવ્યો હતો. ટીમોના બાયો-બબલમાં કોવિડ -19 કેસ વધ્યા પછી લીગ મુલતવી રાખવી પડી. બીજો તબક્કો યુએઈમાં સપ્ટેમ્બરમાં રમવાનો છે.
    Published by:kiran mehta
    First published: