Home /News /sport /ઋષભ પંતના કપરા સમયમાં BCCI આપશે સાથ: IPL 2023માં કદાચ મેચ નહીં રમે તો પણ મળશે 16ની જગ્યાએ 21 કરોડ

ઋષભ પંતના કપરા સમયમાં BCCI આપશે સાથ: IPL 2023માં કદાચ મેચ નહીં રમે તો પણ મળશે 16ની જગ્યાએ 21 કરોડ

BCCIએ રિષભ પંતને લઈને મોટો નિર્ણય લીધો છે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI આ મુશ્કેલ સમયમાં ઋષભ પંતની સાથે છે. તેની સારવારનો તમામ ખર્ચ બીસીસીઆઈ ઉઠાવી રહ્યું છે એટલું જ નહીં, તેના કોમર્શિયલ હિતોનું પણ ધ્યાન રાખવાનો નિર્ણય કર્યો છે. પંત આ વર્ષે આઈપીએલમાં રમી નહીં શકે તેમ છતાં, બીસીસીઆઈ તેનો આઈપીએલનો 16 કરોડનો પગાર દિલ્હી કેપિટલ્સમાંથી સંપૂર્ણ ચૂકવશે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી. ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર ઋષપ પંતે માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ મુંબઈમાં લિગામેન્ટ ઈન્જરી માટે સર્જરી કરાવી છે અને નિષ્ણાતોના મતે સર્જરી બાદ તેને મેદાનમાં પરત ફરવામાં 6 મહિનાથી વધુ સમય લાગી શકે છે. એટલે કે પંત કદાચ જ  IPL 2023માં રમતો જોવા મળી શકે છે.  હવે સવાલ એ છે કે જો પંત IPL નહીં રમે તો શું તેને 16 કરોડ રૂપિયા મળશે, જે કિંમતમાં દિલ્હી કેપિટલ્સે આ ખેલાડીને IPL 2023 માટે રિટેન કર્યો છે, તો જવાબ હા છે. પરંતુ આ પૈસા ફ્રેન્ચાઇઝી નહીં પરંતુ BCCI આપશે.

  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI આ મુશ્કેલ સમયમાં ઋષભ પંતની સાથે છે. તેની સારવારનો તમામ ખર્ચ બીસીસીઆઈ ઉઠાવી રહ્યું છે એટલું જ નહીં, તેના કોમર્શિયલ હિતોનું પણ ધ્યાન રાખવાનો નિર્ણય કર્યો છે. પંત આ વર્ષે આઈપીએલમાં રમી નહીં શકે તેમ છતાં, બીસીસીઆઈ તેનો આઈપીએલનો 16 કરોડનો પગાર દિલ્હી કેપિટલ્સમાંથી સંપૂર્ણ ચૂકવશે. એટલું જ નહીં, બોર્ડ તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હેઠળ મળેલી એન્યુઅલ રિટેનરશિપ ફી માટે રૂ. 5 કરોડની એક વખતની ચુકવણી પણ કરશે. કારણ કે પંત આગામી 6 મહિના સુધી ક્રિકેટથી દૂર રહેશે.

  આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યાનો કેપ્ટનશીપનો રેકોર્ડ: કેપ્ટન તરીકે સતત ત્રીજી T20 સિરીઝમાં જીત મેળવી

  બીસીસીઆઈ પંતને આઈપીએલની સંપૂર્ણ ફી ચૂકવશે


  હવે દરેકના મનમાં પ્રશ્ન છે કે જો પંતને દિલ્હી કેપિટલ્સે રૂ. 16 કરોડમાં ખરીદ્યો હતો અને આઈપીએલ 2023 માટે રિટેન કર્યો છે, તો પછી પંતની આઈપીએલ સેલેરીના પૈસા બીસીઆઈ કેમ આપશે. તો તેનું કારણ એક નિયમ છે. વાસ્તવમાં, તમામ કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓનો વીમો લેવામાં આવે છે. બીસીસીઆઈના નિયમો અનુસાર, આ ખેલાડીઓ ઈજાના કારણે આઈપીએલમાંથી બહાર થઈ જાય તો બોર્ડ દ્વારા તેમને સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવે છે. સંબંધિત ફ્રેન્ચાઇઝી નહીં, પરંતુ વીમા કંપની પગાર ચૂકવે છે.  ઋષભ પંતને BCCI દ્વારા 2021-22 સીઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટના ગ્રેડ-Aમાં મૂકવામાં આવ્યો છે. આમાં સામેલ ખેલાડીઓને વાર્ષિક રિટેનરશિપ ફી તરીકે 5 કરોડ રૂપિયા મળે છે. પંત લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહેશે. આવી સ્થિતિમાં, BCCIએ તેને આ રકમ સીધી રીતે આપવાનો નિર્ણય કર્યો છે. દીપક ચહર પણ IPL 2022 પહેલા ઈજાગ્રસ્ત થયો હતો. તેને ચેન્નાઈ સુપરકિંગ્સે 14 કરોડમાં ખરીદ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIના નિયમો અનુસાર તેને પૂરા પૈસા મળ્યા હતા.

  પંતની ઈજાની વાસ્તવિક સ્થિતિ શું છે?


  ઋષભનું ઓપરેશન મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ડૉ.દિનશા પારડીવાલાએ કર્યું હતું. તેના ઘૂંટણની સર્જરી જટિલ હતી. કારણ કે તેમાં ACL અને MCL બંને લિગામેન્ટની સર્જરી સામેલ હતી. પંતને સર્જરીમાંથી સાજા થવામાં ઓછામાં ઓછા 4 મહિના અને મેચ ફિટનેસ પાછી મેળવવા માટે વધારાના બે મહિનાનો સમય લાગશે. એટલે કે તે 6 મહિના પહેલા મેદાનમાં પરત ફરી શકશે નહીં.
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Bcci T20 World Cup, IPL 2023, Rishabh pant

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन