ઋષભ પંતની માતા અને બહેન સામે કર્મચારીનો ગંભીર આરોપ, પોલીસે શરૂ કરી તપાસ

News18 Gujarati
Updated: June 4, 2020, 2:00 PM IST
ઋષભ પંતની માતા અને બહેન સામે કર્મચારીનો ગંભીર આરોપ, પોલીસે શરૂ કરી તપાસ
ઋષભ પંતની માતા સરોજ અને બહેન એક રેસ્ટોરાં ચલાવે છે જ્યાં આરોપ મૂકનારો યુવક કામ કરતો હતો

ઋષભ પંતની માતા સરોજ અને બહેન એક રેસ્ટોરાં ચલાવે છે જ્યાં આરોપ મૂકનારો યુવક કામ કરતો હતો

  • Share this:
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર ઋષભ પંત (Rishabh Pant)નો પરિવાર હાલમાં ચર્ચામાં છે. પંતની માતા અને બહેન પર તેમની હોટલમાં કામ કરનારા એક કુક (રસોઈયા)એ ગંભીર આરોપ લગાવતાં ફરિયાદ નોંધાવી છે. પંતનો પરિવાર દિલ્હી-હરિદ્વાર હાઈવે પર બેક ટૂ બેઝ નામની રેસ્ટોરાં ચલાવે છે. જ્યાં આરોપ લગાવનાર કુક કામ કરતો હતો.

પંતની માતા પર ધમકાવવાનો આરોપ

ઉમર ઉજાલાના અહેવાલ મુજબ, ફૈજ આલમ નામના યુવકે આરોપ લગાવ્યો કે પંતની માતા અને બહેને તેને બે મહિનાનો પગાર નથી આપ્યો અને પગારની માંગ કરતાં ઋષભ પંતના નામે ધમકાવ્યા. ફૈજે લઘુમતી આયોગને 30 માર્ચ 2020ને મોકલેલી ફરિયાદમાં કહ્યું કે રૂરકીમાં દિલ્હી-હરિદ્વાર હાઇવે પર ક્રિકેટર ઋષભ પંતની બહેન સાક્ષી પંતની રેસ્ટોરાં બેક ટૂ બેઝ ચલાવે છે જ્યાં તેણે ડિસેમ્બરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.


આ પણ વાંચો, 1 લાખ ભારતીયોના Aadhaar, PAN અને પાસપોર્ટનું ઇન્ટરનેટ પર સેલ! જાણો સમગ્ર મામલો


ત્યારે પગાર રૂપે 9500 રૂપિયા નક્કી થયા હતા. જોકે ફૈજનો આરોપ છે કે તેને ડિસેમ્બર બાદ જાન્યુઆરી અને ફેબ્રઆરીનો પગાર નથી આપવામાં આવ્યો. 5 માર્ચે જણાવાયું કે હોટલ બંધ થઈ રહી છે તેથી હેવ કામ પર ન આવે. જ્યારે ફૈજે બે મહિનાનો બાકી પગાર માંગ્યો તો તેને ધમકાવી દીધો. ફૈજે કહ્યું કે, પંતની માતા સરોજે કહ્યું કે તેમનો દીકરો નેશનલ લેવલનો ક્રિકેટર છે. તેને તમામ અધિકારી ઓળખે છે, જો ફરી પૈસા માંગ્યા તો પોલીસને સોંપી દેશે. 

પોલીસે શરૂ કરી તપાસ

ફૈજે જણાવ્યું કે, તે બેરોજગાર થઈ ગયો છે. તેના પિતા નથી અને ઘરમાં બે બહેનો અને માતાનો ખર્ચ તે એકલો ઉઠાવે છે. એવામાં તે હાલ ઘણી કપરી સ્થિતિમાં છે. આ સંબંધમાં સીઓ રૂરકી ચંદનસિંહ બિષ્ટે જણાવ્યું કે આયોગ સંબંધિત પત્રની તપાસના આદેશ એસએસપી કાર્યાલયથી મળ્યા છે. સિવિલ લાઇન્સ પોલીસને તપાસ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. જોકે અત્યાર સધી આ મુદ્દે પંત કે તેના પરિવાર તરફથી કોઈ નિવદેન સામે નથી આવ્યું.

આ પણ વાંચો, ટ્રમ્પના પ્લેનને ટક્કર આપશે PM મોદીનું નવું બોઇંગ-777, જાણો શું છે ખૂબીઓ

POLL

First published: June 4, 2020, 1:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading